Kiss Day 2024 કિસ ડે : દુનિયાના આ દેશોમાં કિસ કરવા પર છે પ્રતિબંધ, ભૂલથી કરી તો જશો જેલમાં; જાણો ભારતમાં શું છે કાયદો

Happy Kiss Day 2024 : વેલેન્ટાઇન ડે પહેલા કિસ ડે સેલિબ્રેટ થાય છે. આ દિવસે બે વ્યક્તિ કિસ કરી પ્રેમ વ્યક્ત કરે છે. વિદેશમાં કિસ કરવી સામાન્ય છે. જો કે અમુક દેશોમાં કિસ કરવા પ્રતિબંધ છે અને આમ કરનારને જેલની સજા અને દંડ સહન કરવા પડે છે.

Written by Ajay Saroya
February 13, 2024 16:12 IST
Kiss Day 2024 કિસ ડે : દુનિયાના આ દેશોમાં કિસ કરવા પર છે પ્રતિબંધ, ભૂલથી કરી તો જશો જેલમાં; જાણો ભારતમાં શું છે કાયદો
Kiss Day 2024 : કિસ ડે પર પાર્ટનર એકબીજાને કિસ કરી પ્રેમ વ્યક્ત કરે છે. જો કે કેટલાંક દેશોમાં કિસ કરવો ગુનો બને છે.

Happy Kiss Day 2024 : કિસ ડે વેલેન્ટાઇન ડેની એક દિવસ પહેલા સેલિબ્રેટ થાય છે. 13 ફેબ્રુઆરીનો કિસ ડે દરેક પ્રેમી માટે ખાસ દિવસ બની રહે છે. આ દિવસે દરેક જગ્યાએ રોમેન્ટિક માહોલ હોય છે. વિદેશમાં આ દિવસે બે પાર્ટનર એકબીજાને કિસ કરીને પ્રેમ વ્યક્ત કર છે. જો કે દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં કિસ કરવી ગુના છે અને આ અપરાધ કરનારને સજા કરવામાં આવે છે. ચાલો જાણીયે ક્યા દેશોમાં ચુંબન કરવા પર પ્રતિબંધ છે

મધ્ય પૂર્વના ખાડી દેશોમાં જાહેર સ્થળે કિસ કરવી ગુનો છે. જાહેરમાં કિસ કરનારને જેલની સજા થઇ શકે છે. આ કાયદા વિશે સ્થાનિક લોકો જાણે છે પરંતુ બહારથી આવતા લોકો ઘણીવાર આવી ભૂલ કરે છે. વર્ષ 2009માં એક બ્રિટિશ યુગલે દુબઈમાં જાહેરમાં કિસ કરી હતી. આ બદલ તેમને ત્રણ મહિનાની જેલ પછી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તો એક ભારતીય યુગલને ટેક્સીમાં ચુંબન અને હગ કરવા બદલ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Kiss Day 2024, Valentine Week, Valentine Day 2024
Happy Kiss Day 2024: વેલેન્ટાઇન વીકનો સાતમો દિવસ કિસ ડે તરીકે મનાવવામાં આવે છે. (photo- canva)

ઇન્ડોનેશિયામાં પણ કિસ કરવા વિશે કડક કાયદા છે. ઇન્ડોનેશિયામાં મોટાભાગના લોકો ઇસ્લામ ધર્મ અનુસરે છે. આથી ત્યાં જાહેર સ્થળો પર કોઇ પણ પ્રકારનો રોમાન્સ કે પ્રેમની અભિવ્યક્તિ કરવી ગુનો છે. આ અપરાધ કરનારને પાંચ વર્ષની જેલ અને 29000 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે.

ભારતમાં પણ કિસ કે ચુંબન કરવા વિશે કડક કાયદો છે. 15 એપ્રિલ, 2007ના રોજ, વિદેશી અભિનેતા રિચાર્ડ ગેરે નવી દિલ્હીમાં એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં શિલ્ફા શેટ્ટીને કિસ કરી હતી. આ ઘટના અંગે ભારે વિવાદ થયો અને ત્યારબાદ તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આઈપીસીની કલમ 294 હેઠળ, ભારતમાં કોઈપણ પ્રકારની અશ્લીલ હરકત કરતા જોવા મળે તો ત્રણ મહિનાની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે.

ચીનમાં રેસ્ટોરન્ટની અંદર એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના 14 ફેબ્રુઆરી 2006ના રોજ ચીનના પૂર્વ જિયાંગસુ પ્રાંતની રાજધાનીમાં બની હતી. ચીનમાં બે લોકો વચ્ચે લગભગ ત્રણ ફૂટનું અંતર રાખવાનો નિયમ છે. જોકે , શહેરોમાં વધતી વસ્તીને કારણે આ શક્ય નથી. તમને જણાવી દઈએ કે ચીનમાં જાહેરમાં ચુંબન કરવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.

valentine day 2024, valentine week list 2024, kiss day 2024, વેલેન્ટાઇન વીક, વેલેન્ટાઇન ડે
વેલેન્ટાઇન વીક, વેલેન્ટાઇન ડે – photo – canva

કિસ કરવાના ફાયદા (Benefits Of Kiss)

તમે જાણો છો કે કિસ કે આલિંગન, ચુંબન એ કોઈ ધાર્મિક વિધિ નથી પણ તે તમારા મગજ માટે ટોનિકનું કામ કરે છે. કિચ મગજમાંથી ઓક્સીટોસિન, ડોપામાઈન અને સેરોટોનિન હોર્મોન્સનો સ્ત્રાત કરે છે જે હેપ્પી હોર્મોન્સ છે. આ હોર્મોન્સ તમને સ્ટ્રેસ અને ચિંતા – તણાવ થી બચાવે છે અને તમને ખુશીનો અનુભવ કરાવે છે. આ હોર્મોન્સ તમને એકબીજા સાથે જોડે છે અને તમારા મૂડને ખુશ કરે છે.

આ પણ વાંચો | કિસ ડે : પ્રેમનો અદભૂત અહેસાસ છે ચુંબન, પાર્ટનરને કિસ ડે પર મોકલો પ્રેમ ભર્યો મેસેજ મોકલી વેલેન્ટાઇનને યાદગાર બનાવો

આ વેલેન્ટાઇન વીકમાં કિસ ડે પર જો તમે તમારા પાર્ટનરને કિસ કરીને તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો તેની સાથે કેટલાક સુંદર મેસેજ પણ મોકલો. વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનમાં કિસ ડે વીસ કરવાનો તમારો ખાસ અંદાજ તમારા પાર્ટનર કે જીવનસાથીના હૃદયને સ્પર્શી જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ