કિસ ડે એ વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ છે. આ દિવસે નવા પ્રેમીઓ આખી જીંદગી સાથે રહેવાની તેમની પહેલી કિસનો અનુભવ કરે છે. કિસ ડે ઉજવવાનું સૌથી મોટું કારણ એ છે કે આ દિવસ તમારા પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો ખૂબ જ સુંદર દિવસ છે. કોઈપણ પ્રેમી યુગલના હૃદયમાંથી એક એવી લાગણી નીકળે છે, જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી.

વેલેન્ટાઈન વીકમાં કિસ ડે સૌથી વધુ લોકપ્રિય છે. હા, તે પશ્ચિમી સભ્યતાનો એક ભાગ છે, પરંતુ હવે તેની પ્રથા ભારતમાં પણ થવા લાગી છે. તમારા મિત્રો, અમારા પાળતુ પ્રાણી, ભાઈ-બહેન, માતા-પિતા અથવા તમારા પાર્ટનરને પ્રેમ દર્શાવવા માટે હોઠ પર અથવા ગાલ પર કિસ કરવામાં આવે છે.
કિસ ડેનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે 6ઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં પ્રેમની અભિવ્યક્તિ માટે નૃત્યનો ઉપયોગ થતો હતો અને જ્યારે નૃત્ય સમાપ્ત થાય ત્યારે લોકો એકબીજાને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરતા હતા. ધીરે ધીરે આ પ્રથા ઘણી આગળ વધી અને પછીથી તેને કિસ-ડે તરીકે ગણવામાં આવી.
“કિસ” ફક્ત તમારા પ્રેમ અને લાગણીઓને જ વ્યક્ત કરતું નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કિસ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. એટલું જ નહીં, તે હૃદયના રોગોને પણ દૂર કરે છે. વૈજ્ઞાનિક અહેવાલો સૂચવે છે કે કિસ હોર્મોન ઓક્સીટોસિનનું સ્તર વધારે છે અને એન્ડોર્ફિન્સમાં વધારો કરે છે, જે આપણા શરીરમાં કુદરતી રીતે ઠંડુ હોર્મોન છે.

કિસ કરવાથી સારા પણાંનો અનુભવ તો થાય જ છે સાથે જ હોર્મોનને પણ ખૂબ જ સારી રીતે શરીરમાં નિર્માણ કરવામાં મદદ મળે છે. કિસ કરવાથી લોહીમાં દમના રોગપ્રતિકારક ગુણોનો વિકાસ થાય છે. તણાવમાંથી બહાર આવવામાં પણ મદદ મળે છે તથા આપણા શરીરના લોહીમાં રહેલી ચરબીનું પ્રમાણ પણ ઘટાડે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે…
બ્લડપ્રેશર ઘટાડે
જ્યારે કોઇ વ્યક્ત કિસ કરે ત્યારે તેનું બ્લડ પ્રેશર ઘટે છે. એવુ કહેવાય છે કે, કિસ કરવાથી લોહીને નસોમાં ફરવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચે લાવે છે.
દાંતોના પોલાણ સામે રક્ષણ
કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી સામે રક્ષણ મળે છે.

સંતુષ્ટ હોર્મોન બહાર કાઢે છે
કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.
કેલેરીનું દહન કરે છે
કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.

આત્મ-સન્માનમાં વધારો કરે છે
દિવસની શરૃઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણે લોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે.