Kitchen Hacks: કૂકર સાફ કરવાની સરળ રીત, દાઝેલા અને કાળા ડાઘ મિનિટમાં સાફ થઇ નવા જેમ ચમકશે

How To Clean Burnt Cooker At Home: ઘણી વખત કૂકરમાં દાળ ચોખા બાફતી વખતે દાઝી જાય છે. રસોઇ દાઝી જતા કૂકરની અંદરના કાળા દાગ સાફ કરવામાં મુશ્કેલ હોય છે. અહીં કાળા થયેલા પ્રેશર કૂકરને સરળતાથી સાફ કરવાની કિચન ટીપ્સ આપી છે.

How To Clean Burnt Cooker At Home: ઘણી વખત કૂકરમાં દાળ ચોખા બાફતી વખતે દાઝી જાય છે. રસોઇ દાઝી જતા કૂકરની અંદરના કાળા દાગ સાફ કરવામાં મુશ્કેલ હોય છે. અહીં કાળા થયેલા પ્રેશર કૂકરને સરળતાથી સાફ કરવાની કિચન ટીપ્સ આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
cooker wash tips | cooker clean tips | kitchen hacks | kitchen tips | how to clean burnt cooker

How To Clean Burnt Cooker At Home: કૂકર સાફ કરવાની રીત. (Photo: Jansatta)

Kitchen Hacks For Clean Burnt Cooker : પ્રેશર કૂકર રસોઇ બનાવવામાં વપરાતું વાસણ છે. પ્રેશર કુકરમાં દાળ, ચોખા અને બટાકા બાફવામાં વપરાય છે. ઘણી વખત પ્રેશર કુકરમાં દાળ કઠોળ બાફતી વખતે પાણી ઉભરાઇ આવે છે અથવા તો અંદરથી દાઝી જાય છે. આવી સ્થિતિમાં પ્રેશર કૂકરને અંદર અને બહારથી સાફથી કરવું બહું મુશ્કેલ હોય છે. કાળા પડેલા પ્રેશર કૂકર બહુ ખરાબ દેખાય છે. અહીં કાળા થયેલા પ્રેશર કૂકર સાફ કરવાની સરળ રીત આપી છે. આ ટીપ્સ અનુસરી તમારા જુના કાળા થયેલા પ્રેશર કૂકર ફરી નવા જેવા ચમકવા લાગશે.

Advertisment

પ્રેશર કૂકરની અંદર અને બહાર થયેલા દાગ એટલા જિદ્દી હોય છે કે ઝડપથી સાફ થતા નથી. જો તમારું પ્રેશર કૂકર દાઝી ગયું હોય તો આ આર્ટિકલમાં અમે તમને સફાઈ માટેની ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે કાળા થયેલા પ્રેશર કૂકરને સરળતાથી સાફ કરી શકો છો.

કૂકર સાફ કરવાની સામગ્રી

બેકિંગ સોડા 2 - 3 નાની ચમચી
સફેદ સરકો 1 કપ
પાણી
સ્ટીલ સ્ક્રબર
લીંબુ

પ્રેશર કૂકર ધોવાની રીત

પ્રેશર કૂકરને સાફ કરવા માટે સૌ પ્રથમ કૂકરને પાણીમાં પલાળી રાખો. હવે પાણીમાં 2-3 ચમચી બેકિંગ સોડા ઉમેરો. બેકિંગ સોડા દાઝેલા ભાગને નરમ કરવામાં મદદ કરે છે. હવે તેમાં એક કપ સફેદ સરકો ઉમેરો. હવે પ્રેશર કૂકરને સ્ટવ પર મૂકી ધીમા તાપે 10 - 15 મિનિટ સુધી ઉકાળી લો. આ સમય દરમિયાન પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ ન કરવું નહીં. થોડા સમય બાદ તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. હવે તેને સ્ક્રબરની મદદથી હળવા હાથથી સાફ કરો. આ રીતે ડાઝલા ભાગને સરળતાથી સાફ કરી શકાય છે.

જીવનશૈલી