Milk Storage Tips: ઉનાળામાં દૂધ ઝડપથી ફાટી જાય છે? આખી રાત ફ્રિજ વગર દૂધ સાચવવાની 3 સરળ ટીપ્સ

How To Store Milk Without Fridge In Summer: ઉનાળાની ગરમીમાં દૂધ ઝડપથી ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે ફ્રિજ વગર પણ દૂધ સાચવવા માટે આ સરળ 3 ટીપ્સ અનુસરો. આ ટીપ્સ વડે દૂધ આખી રાત ફ્રિજ વગર પણ ફ્રેશ રાખી શકાય છે.

How To Store Milk Without Fridge In Summer: ઉનાળાની ગરમીમાં દૂધ ઝડપથી ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે ફ્રિજ વગર પણ દૂધ સાચવવા માટે આ સરળ 3 ટીપ્સ અનુસરો. આ ટીપ્સ વડે દૂધ આખી રાત ફ્રિજ વગર પણ ફ્રેશ રાખી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Milk | Kitchen Hacks | Milk storage tips | Kitchen tips | how to store milk without fridge | how to store milk in summer

Milk Storage Tips In Summer : ઉનાળામાં દૂધ સાચવવાની રીત. (Photo: Freepik)

Milk storage Tips: ઉનાળામાં ખાણી પીણીની ચીજો ઝડપથી બગડી જાય છે. દરેક વસ્તુ ફ્રિજમાં દરેક સમયે રાખવી શક્ય નથી. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી ખાદ્ય ચીજોનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ઉનાળામાં ઘણીવાર દૂધ ફાટી જાય છે. ઘણી વખત દૂધ મોડેથી ગરમ થવાને કારણે અથવા ગરમ જગ્યાએ રાખવાને કારણે આ સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમારા માટે કેટલીક કિચન ટીપ્સ લાવ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેની મદદથી તમે દૂધને ફ્રીજ વગર આખી રાત સ્ટોર કરી શકશો અને ફાટશે પણ નહીં. ચાલો જાણીયે

Advertisment

ફ્રિજ વગર દૂધ કેવી રીતે રાખવું?

જો ઉનાળાના દિવસોમાં તમારું ફ્રિજ ખરાબ થઈ ગયું હોય અથવા લાઈટ ચાલુ ન થતી હોય અને તમે દૂધ ફાટવાથી બચાવવા માંગો છો, તો પહેલા દૂધને સારી રીતે ઉકાળો. પછી ઠંડુ પાણી ભરેલા એક મોટા વાસણમાં દૂધની તપેલી મૂકી દો. એક વાતનું ધ્યાન રાખો કે દૂધને એવી જગ્યાએ રાખો જ્યાં હવાની અવરજવર હોય. આમ કરવાથી દૂધ બગડવાથી બચી જશે.

પેકેટના દૂધને બગડાથી કેવી રીતે બચાવવું?

ઉનાળામાં પેકેટનું દૂધ ફાટવાથી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને બજાર માંથી લાવીને તરત જ ગરમ ન કરો. કારણ કે તે પેશ્ચ્યુરાઇઝ્ડ દૂધ છે. તેને ગરમ કરવાની જરૂર નથી. તેને ફરીથી ગરમ કરવાથી તે ઝડપથી ફાટી શકે છે. આવી સ્થિતિમાં જરૂર પડે ત્યારે જ તેને ગરમ કરો.

આ પણ વાંચો | એલ્યુમિનિયમના વાસણમાં દૂધ સહિત આ ચીજો ક્યારે ગરમ કરવી નહીં, જાણો કેમ

Advertisment

બેકિંગ સોડાનો ઉપયોગ કરો

જો તમે દૂધ બગડવાથી બચાવવા માંગતા હોવ, તો તેમાં એક ચપટી બેકિંગ સોડા ઉમેરો. પછી તેને ઉકાળો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો વધુ માત્રામાં ઉપયોગ ન કરો, તેનાથી દૂધનો સ્વાદ બગડી શકે છે.

ઉનાળો ભોજન રેસીપી