/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/steel-utensils-food-container.jpg)
Steel Utensils Tips : સ્ટીલના વાસણમાં અમુક ખાવાની ચીજો રાખવાનું ટાળવું જોઇએ. (Photo: Freepik)
Foods To Avoid Keep In Steel Utensils : સ્ટીલના વાસણોનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં ભોજન રાંધવા અને રાખવા માટે થાય છે. આ લાંબા સમય સુધી ચાલનારા વાસણો તમને દરેક ગરીબથી લઈને અમીર લોકોના રસોડામાં જોવા મળશે. પહેલાં વજનદાર વાસણનો ઉપયોગ થતો હતો, કારણ કે પછી ચૂલા પર ભોજન રાંધવામાં આવતું હતું.
હાલ ફેન્સી ડિઝાઇનવાળા સ્ટીલના વાસણોએ રસોડામાં પ્રવેશ કર્યો છે. તે એકદમ ટકાઉ છે અને કિંમત પણ વાજબી હોય છે. સ્ટીલના ડબ્બામાં ખાંડ રાખવાથી લઈને પીવાના પાણી સુધી, ગ્લાસ પણ સ્ટીલનો બનેલો છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ખાદ્ય ચીજો સ્ટીલના વાસણોમાં ન રાખવી જોઈએ? તે ન માત્ર ખાદ્ય ચીજોના સ્વાદને અસર કરે છે, સાથે સાથે શેલ્ફ લાઇફને પણ ઘટાડી શકે છે. ચાલો જાણીએ તેના વિશે.
દહીં
સ્ટીલના વાસણમાં દહીં રાખવાનું ટાળવું જોઈએ. કારણ કે દહીં એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ જમાવ્યા બાદ ઘણા દિવસો સુધી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકો તેને લાંબા સમય સુધી તે જ વાસણમાં સંગ્રહિત કરે છે જેમાં દહીં જમાવ્યું ય છે. જ્યારે આપણે દહીને સ્ટીલના વાસણમાં લાંબા સમય સુધી રાખીએ છીએ ત્યારે તેનો સ્વાદ બદલાઈ શકે છે. માટે દહીંને જમાવવા અને સ્ટોર કરવા માટે માત્ર સિરામિક કે કાચના વાસણનો જ ઉપયોગ કરવો જોઇએ.
અથાણું
અથાણાંને ક્યારેય સ્ટીલના ડબ્બામાં ન રાખવા જોઈએ. કારણ કે અથાણાં બનાવવા માટે તેલ-મસાલા, મીઠું, સરકો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. જો સારી ક્વોલિટીનું સ્ટીલ ન હોય તો અથાણાંનો સ્વાદ બદલાઈ શકે છે અથવા તો તે બગડી પણ શકે છે. આથી અથાણામાં દુર્ગંધ કે સ્વાદ ખરાબ ન આવતો હોય તો તમારે અથાણાંને કાચની બરણીમાં રાખવું જોઈએ.
ફળ અને સલાડ
ઘણા લોકો કોલેજ અથવા ઓફિસ માટે સ્ટીલના વાસણોમાં કાપેલા ફળો અથવા સલાડ રાખે છે. જો લાંબા સમય સુધી સ્ટીલના ડબ્બામાં રાખવામાં આવે તો સમારેલા ફળો અથવા સલાડ ભીના થઇ જાય છે અથવા અજીબ સ્વાદ આવે છે. આથી કાપેલા ફળ રાખવા માટે હંમેશા એરટાઇટ ગ્લાસ કન્ટેનર અથવા સુરક્ષિત પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ.
લીંબુ માંથી બનેલી વાનગી
સ્ટીલ અને ખાટા ફળો એક રાખવા નહીં. તેથી, સ્ટીલના પાત્રમાં લીંબુ ચોખા, લીંબુ રસમ અથવા કેરી અથવા આમલી સાથે કંઈપણ સંગ્રહિત કરવાથી તેની ખટાશ ઓછી થઈ શકે છે અને તેનો સ્વાદ ઓછો થઈ શકે છે.
ટામેટાથી ભરપૂર ખોરાક
જે ભોજનમાં ટામેટાનો ઉપયોગ થાય છે તેને સ્ટીલના વાસણમાં ન રાખવા જોઈએ. ટામેટાની ગ્રેવી માંથી બનેલા રાજમા જેવા શાક સ્ટીલ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જે વાનગીના સ્વાદ અને પોષક તત્વો બંનેને અસર કરે છે.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us