/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Spice-Health-Benefits.jpg)
ભોજનમાં વપરાતા વિવિધ મસાલા ઔષધીય ગુણથી ભરપૂર હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. (Photo - Freeepik)
Spice Health Benefits : ગુજરાતીમાં એક કહેવત છે જેવો અન્ન તેવો ઓડકાર. આપણે ડાયટની આપણા શરીરની તંદુરસ્તી પર સીધી અસર થાય છે. હંમેશા ભોજન કર્યા બાદ ખાટા ઓડકાર તમને પરેશાન કરે છે અને તમારું પેટ ભારે લાગે છે તો તમારું પાચનતંત્ર સારું નથી. પેટમાં ભયંકર દુખાવો, છાતી કે પીઠનો દુખાવો, ક્રોનિક એબ્ડોમિનલ પેન, કબજિયાત, ઝાડા, ખોરાક ગળવામાં તકલીફ અને મળ ત્યાગ કરવામાં તકલીફ એ પાચન સંબંધી વિકૃતિઓ છે.
પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થાય છે. ખરાબ પાચન તંત્ર શરીરની સાથે સાથે તમારા મૂડ પર પણ અસર કરે છે. પાચન તંત્ર ખરાબ રહેવાથી ઉંઘ ઓછી આવે છે અને થાક લાગે છે.
આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડૉ.સલિમ ઝૈદીના જણાવ્યા અનુસાર, જો તમે પણ ખરાબ પાચનથી પરેશાન છો અને દવા ગળીને કંટાળી ગયા હોવ તો રસોડામાં હાજર 5 મસાલાનો પાવડર બનાવીને તેનું સેવન કરો. રસોડામાં રહેલી વરિયાળી, અજમા, હળદર, મેથી દાણા અને તજ ઔષધીય ગુણોથી ભરપૂર મસાલા છે, જે પાચન પ્રક્રિયા સુધારે છે અને સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.
આ મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ તમારી ચરબી પણ ઘટાડે છે. આ મસાલાઓ સ્થૂળતા ઘટાડવામાં જાદુઈ અસર ધરાવે છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં આ મસાલા અસરકારક છે. ચાલો જાણીએ કે આ મસાલાના સેવનથી હેલ્થ ને કેવી રીતે ફાયદો થાય છે અને પાચનમાં સુધારો થાય છે.
વરિયાળી, અજમો, હળદર, મેથી દાણા અને તજનો પાઉડર કેવી રીતે તૈયાર કરવો?
50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથી દાણા અને 25 ગ્રામ તજ લો. આ તમામ મસાલા મિક્સરમાં પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને હવા ચુસ્ત ડબામાં પેક કરી લો. દરરોજ ભોજન કરવાની પહેલા એક ચમચી આ પાઉડરનું સેવન કરો. ખાવાની પહેલા આ પાઉડરનું સેવન કરવાથી પેટની ગેસ, એસિડિટી અને અપચા જેવી બીમારી દૂર થશે. તેનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે.
વજન ઘટાડવામાં આ મસાલા પાઉડર અસરકારક
વરિયાળી, અજમો, હળદર, મેથીના દાણા અને તજના પાઉડરનું સેવન કરવાથી ચયાપચયની ક્રિયામાં વધારો થશે અને વજન ઝડપથી ઘટશે. આનું સેવન કરવાથી પેટની આસપાસની ચરબી કન્ટ્રોલમાં રહેશે.
બ્લડ સુગર કન્ટ્રોલમાં રહેશે
આ પાઉડરમાં હાજર તજ, મેથી દાણા અને હળદર લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવાની સાથે, આ પાવડર કોલેસ્ટ્રોલ અને ચરબીને પણ ઘટાડે છે. દિવસમાં બે વખત હુંફાળા પાણી સાથે તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ સામાન્ય રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Diabetes-Diet-Plans.jpg)
સાંધાના દુખાવામાં આપશે રાહત
આ પાવડરમાં હાજર હળદર અને મેથીમાં પ્રોટીન, ઝિંક અને ઘણા વિટામિન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. આ મસાલા સાંધાના દુખાવાની સારવાર કરે છે. હેલ્થ તંદુરસ્ત રહે છે.
થાઈરોઈડ કન્ટ્રોલમાં રહેશે
આ પાવડરમાં હાજર તજનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે. તજના સેવનથી થાઈરોઈડના લક્ષણો નિયંત્રિત થાય છે. જો તમે હાઈપોથાઈરોઈડથી પરેશાન છો તો આ પાવડરનું સેવન કરો. આ પાવડરમાં હાજર હળદરમાં કર્ક્યુમિન હોય છે જે નેચરલ પોલિફેનોલિક સંયોજન છે. આ પાવડર શરીર પર એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે. આ પાવડર થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us