Kitchen Tips: શાકભાજી અને ફળ ઘરે કેમિકલ રહિત કરવાની 3 સ્માર્ટ રીત, તમારા પ્રિયજનો રહેશે સ્વસ્થ

How To Make Pesticide Free Food At Home: શાકભાજી ફળ ખાવાની પહેલા કેમિકલ રહિત કરવા જરૂરી છે. જંતુનાશકનો ઉપયોગ કર્યો તેવા શાકભાજી ફળ ખાવાથી શરીરને નુકસાન થાય છે.

How To Make Pesticide Free Food At Home: શાકભાજી ફળ ખાવાની પહેલા કેમિકલ રહિત કરવા જરૂરી છે. જંતુનાશકનો ઉપયોગ કર્યો તેવા શાકભાજી ફળ ખાવાથી શરીરને નુકસાન થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
how to make Pesticide free food | kitchen tips | Kitchen Hacks

How To Make Pesticide Free Food : શાકભાજી અને ફળ ખાવાની પહેલા કેમિકલ રહિત કરવા જરૂરી છે. (Photo: Freepik)

How To Make Fruits And Vegetables Chemical Free At Home: શાકભાજી અને ફળ ખાવાની પહેલા સાવધાની રાખવી જરૂરી છે. આપણે ઘણી વખત સાંભળીયે છીએ કે, શાકભાજી અને ફળનું ઉત્પાદન વધારવા, પકવવા કે સ્ટોર કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કેમિકલ વાળા શાકભાજી અને ફળ ખાવાથી શરીરને નુકસાન થાય છે.આવી સ્થિતિમાં બજારમાંથી ખરીદેલા શાકભાજી અને ફળ ખાવાની પહેલા તેને કેમિકલ રહિત કરવા જરૂરી છે. અહીં શાકભાજી ફળ કેમિકલ રહિત કરવાની 3 સરળ રીત આપી છે.

Advertisment

બેકિંગ સોડા અને સાઇટ્રિક એસિડ

એક વાસણમાં પાણી ભરો, તેમા 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી સાઇટ્રિક એસિડ ઉમેરી પાણીને બરાબર હલાવીલો. હવે તેમા બજાર માંથી લાવેલા શાકભાજી અને ફળ 15 થી 20 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર પછી આ પાણીમાં શાકભાજી અને ફળ કાઢી તેને સાદા પાણી વડે ધોઇ લો. આમ કરવાથી શાકભાજી ફળ પર ચોંટેલા કેમિકલ નીકળી જશે. આ ટીપ્સ ફળ ઉપર લગાડેલું વેક્સિંગ અને કેમિકલ હટાવવામાં અસરકારક સાબિત થાય છે.

વિનેગર અને સિંધવ મીઠું

એક વાસણમાં પાણી ભરી તેમા વિનેતર અને સિંધવ મીઠું ઉમેરી બરાબર હલાવી કરો. હવે આ પાણીમાં શાકભાજી અને ફળને 10 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ શાકભાજી અને ફળને સાદા સ્વચ્છ પાણી વડે ધોયા બાદ કપડા વડે લુંછી લો. આમ કરવાથી શાકભાજી અને ફળ કેમિકલ રહિત થઇ જશે. આ સાથે શાકભાજી માંથી ઇયળ જેવી જીવાત પણ નીકળી જશે.

ગરમ પાણી

શાકભાજી અને ફળ કેમિકલ રહિત કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે. એક વાસણમાં પાણી સહેજ ગરમ કરો. આ ગરમ પાણીમાં શાકભાજી અને ફળ 10 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર પછી સાદા પાણી વડે ધોઇ શાકભાજી અને ફળને સ્વચ્છ કપડા વડે લુંછી લો. આમ કરવાથી શાકભાજી અને ફળ કેમિકલ મુક્ત થઇ જશે.

Advertisment
ભોજન રેસીપી જીવનશૈલી health tips