Kitchen Tips: કોથમીર દાળ શાકમાં ક્યારે નાંખવી, બનાવ્યા પછી કે પીરસતા પહેલા? 90 ટકા લોકો નથી જાણતા સાચી રીત

How To Use Coriander Leaves In Cooking Sabji And Dal: કોથમીર એટલે કે લીલા ધાણા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં વપરાય છે. પોષક તતવોથી ભરપૂર કોથમીર દાળ શાક કે અન્ય સબ્જીમાં ક્યારે નાંખવી જોઇએ તેના વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. ચાલો જાણીયે સાચી રીત

How To Use Coriander Leaves In Cooking Sabji And Dal: કોથમીર એટલે કે લીલા ધાણા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં વપરાય છે. પોષક તતવોથી ભરપૂર કોથમીર દાળ શાક કે અન્ય સબ્જીમાં ક્યારે નાંખવી જોઇએ તેના વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. ચાલો જાણીયે સાચી રીત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kitchen tips in gujarati | coriander leaves | how to use coriander leaves cooking | how to use coriander leaves in sabji | coriander leaves | coriander leaves boiled water benefits | coriander leaves in gujarati | coriander leaves nutrition | coriander leaves price | Fresh coriander leaves benefits

Coriander Leaves Benefits: કોથમીર લીલા ધાણા દાળ શાક સહિતની વાનગીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે વપરાય છે. (Photo: Freepik)

How To Use Coriander Leaves In Cooking Sabji And Dal: કોથમીર એટલે કે લીલા ધાણા દાળ શાક અને અન્ય વાનગીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ઉપરાંત કોથમીરમાં માત્ર સુગંધ અને સ્વાદ જ નથી હોતા, પરંતુ આ લીલા પાંદડા પાચક રસ વધારવામાં પણ મદદરૂપ થાય છે. કોથમીર પેટમાં જતા જ પાચનક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે અને પછી પાચન તંત્રની કામગીરી ઝડપી બને છે. આ ઉપરાંત આ પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. પણ, આજે આપણે જાણીશું કે દાળ શાકમાં કોથમીર ક્યારે નાંખવં જોઇ એને તે ઉમેરવાની સાચી રીત શું છે.

Advertisment

કોથમીર દાળ શાકમાં ક્યારે ઉમેરવી ?

દાળ શાક બનાવ્યા બાદ તરત જ કોથનીર ભભરાવો. ખરેખર, આની પાછળ બે કારણો છે. પહેલું કારણ એ છે કે જ્યારે તમે દાળ શાક બનાવ્યા પછી તરત જ કોથમીરના પાન નાખો છો, ત્યારે તેનો સ્વાદ શોષી લે છે અને સબ્જીની વરાળથી તેની સુગંધ ફેલાઇ જાય છે. આ માટે તમારે કોથમીરના લીલા પાંદડા કાપી લો અને દાળ કે શાક બનાવ્યા બાદ તરત જ લીલા ધાણા નાંખો અને ઢાંકી દો.

પીરસતા પહેલા આ વાનગીમાં કોથમીર ઉમેરો

  • તમે દાળ બનાવતા હોવ ત્યારે પીરસતા પહેલા કોથમીર ઉમેરો. કારણ કે દાળમાં જો તમે પહેલાથી કોથમીર નાંખશો તો કોથમીરના પાન પીરસવામાં આવે ત્યાં સુધીમાં કાળા પડી જશે
  • સલાડ સર્વ કરવાની પહેલા કોથમીર ઉમેરો
  • સૂપ બનાવો ત્યારે સર્વ કરતા પહેલા લીલા ધાણા ભભરાવો
  • ચાટ પકોડી સર્વ કરતા પહેલા કોથમીર ભભરાવો

એક વાત ધ્યાનમાં રાખો કે, પાલકના શાક અને રીંગણના શાકમાં કોથમીર નાંખવાનો કોઈ અર્થ નથી. તેમાં સ્વાદ ઉમેરવા માટે તમે ધાણા પાવડર ઉમેરી શકો છો. આ રીતે તમારે ધાણાના પાનનો ઉપયોગ ભોજનમાં યોગ્ય રીતે કરવો જોઈએ.

Advertisment

How To Use Coriander Leaves In Sabji And Dal: કોથમીરનો દાળ શાકમાં ઉપયોગ કેવી રીતે કરવો

  • કોથમીરના લીલા પાનનો દાળ અને શાકમાં ઉપયોગ કરવા માટે
  • સૌથી પહેલા કોથમીરના પાનના મૂળ કાપીને તેને સાફ કરી લો.
  • લીલા ધાણાના પાનને દાંડી માંથી તોડીને કાઢી લો
  • હવે ચાકૂ વડે લીલા ધાણા ઝીણા ઝીણા સમારી લો
  • હવે જ્યારે જરૂર પડે ત્યારે દાળ શાકમાં તે ઉમેરો.
રેસીપી જીવનશૈલી