Kiwi Side Effect: કિડનીના દર્દીઓ માટે ઝેર જેટલી અસર કરે છે કીવી,જાણો સાઈડ ઇફેક્ટ

kiwi side effect: પોષક તત્વોથી ભરપૂર કીવી ફ્રૂટ(kiwi) ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડનીનું મુશ્કેલી (kidney problem)છે તો તેમના સ્વાસ્થ્ય પર ઝેરની જેટલું નુકસાનકારક છે

Written by shivani chauhan
November 17, 2022 14:02 IST
Kiwi Side Effect: કિડનીના દર્દીઓ માટે ઝેર જેટલી અસર કરે છે કીવી,જાણો સાઈડ ઇફેક્ટ

kiwi side effect: કિડની આપણી બોડીનો મુખ્ય ભાગ છે જે આપણી બોડીમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે. કિડનીનું કામ બોડીમાંથી ટોક્સિનનો નિકાલ કરી અને બોડીમાં એસિડ અને ક્ષારનું સંતુલન જાળવી રાખે છે. કિડની લોહીને શુદ્ધ કરે છે અને ગંદકીને યુરિન દ્વારા બોડીમાંથી નિકાલ કરે છે. કિડની ઘણા હોર્મોન જેવા કે એન્જીઓટેન્સીન, એલ્ડોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લેડિન બનાવે છે. બોડીમાં આ જરૂરી અંગ જો ખરાબ થઇ જાય તો બોડીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે.

કિડની ખરાબ થવાથી ભૂખ પણ ઓછી લાગે છે, પગમાં સોજો આવવા લાગે છે અને સ્કિન પર ડ્રાયનેસ વધારે લાગે છે, નબળાઈ, થાક, આંખો નીચે સોજો આવવો અને વારંવાર પેશાબ આવવો એ કિડની ખરાબ થવાના લક્ષણ હોઈ છે.

નારાયણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ગુરુગ્રામના સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર સંદીપ સિંહ સચદેવાના મત અનુસાર જો સમયસર કિડનીની બીમારીના લક્ષણોને ઓળખી લેવાય તો આ બીમારીના દુષ્ટપરિણામોથી બચી શકાય છે. કેટલાક ફૂડનું સેવન આ બીમારીનું જોખમ વધારી શકે છે. કીવી એક એવું ફ્રૂટ છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર આ ફ્રૂટ ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડનીનું મુશ્કેલી છે તો તેમના સ્વાસ્થ્ય પર ઝેર જેટલું નુકસાનકારક છે. આવો જાણીએ કિડનીની બીમારીમાં કીવીનું સેવન કેવી રીતે ઝેર જેટલું અસર કરે છે.

કિડનીના દર્દીઓ માટે કેવી રીતે ઝેર છે કીવી?

આપણે બધા જાણીએ છીએ કે કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તમે જાણો છો કે કેટલીક બીમારીઓમાં કીવીનું સેવન નુકસાન પહોંચાડે છે. જે લોકોની કિડની ખરાબ છે કે કિડનીમાં સ્ટોનની સમસ્યા છે તો ફળનું સેવન ન કરવું જોઈએ. આ ફળમાં પોટેશિયમ હાજર હોય છે જે કિડનીની બીમારીમાં મુશ્કેલીઓ વધારે છે. કિડનીની બીમારીમાં ડોક્ટર પોટેશિયમનું સેવન કરવાની ના પાડે છે. કીવીમાં વિટામિન સી અને એસિડ વધારે હોય છે જે કિડનીના દર્દીઓની મુશ્કેલીઓ વધારે છે. કીવીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે, જેનું સેવન કરવાથી ડાયરિયા, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ રહે છે.

કીવીના સ્વાસ્થ્ય ફાયદા

કીવી એક એવું ફળ છે જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હાજર હોય છે. વિટામિન બી 6,વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, ઝીંક, નિયાસિન, રાઇબોફ્લેવિન, બીટા કેરોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર કીવી ઇમ્યુનીટીને સ્ટ્રોંગ કરે છે અને બોડીને હેલ્થી રાખે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કીવીનું સેવન વિટામિન C ની દૈનિક જરૂરિયાતોને પુરી કરવા માટે પૂરતું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ