Health Tips : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા જાણો, આટલી ભૂલ ટાળો

Health Tips : તાંબાના વાસણમાં પાણી પીવું ફાયદાકારક છે. તેમાંથી પાણી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ પાચનશક્તિ પણ મજબૂત બને છે. વધુમાં અહીં વાંચો.

Health Tips : તાંબાના વાસણમાં પાણી પીવું ફાયદાકારક છે. તેમાંથી પાણી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ પાચનશક્તિ પણ મજબૂત બને છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
New Update
Know The Health Benefits And Side Effect of drinking water From A Copper Vessel health tips gujarati news

જાણો તાંબાના વાસણમાંથી પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો અને આડઅસર (Freepik)

Health Tips : તમે ઘણા લોકોને તાંબાના વાસણ કે ગ્લાસમાં પાણી પીતા (drinking water from copper vessels) જોયા હશે. ભારતીય પરંપરામાં તાંબાના વાસણો ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકો સદીઓથી તેમાંથી પાણી પીતા આવ્યા છે, જોકે સમય બદલાતા આ ટ્રેન્ડમાં પણ ઘટાડો થયો છે અને આજે મોટાભાગના લોકો સ્ટીલ, પ્લાસ્ટિક અને કાચના ગ્લાસમાં પાણી પીવે છે.

Advertisment
Know The Health Benefits And Side Effect of drinking water From A Copper Vessel health tips gujarati news
જાણો તાંબાના વાસણમાંથી પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો અને આડઅસર હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ

તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ પાચનશક્તિ પણ મજબૂત બને છે. જે લોકો તાંબાના વાસણનું પાણી પીવે છે તે ઘણીવાર કેટલીક ભૂલો કરે છે જે ન કરવી જોઈએ. ભારતમાં તાંબાના વાસણોનો વ્યાપક ઉપયોગ થાય છે. તાંબાના વાસણોનો ઉપયોગ રસોઈથી લઈને પીવાના પાણી સુધી થાય છે. તેના ઘણા ફાયદા છે હવે આવો જાણીએ આ વાત કેટલી સાચી છે.

આ પણ વાંચો: Weight Loss Tips : વેઇટ લોસ માટે ખાંડના બદલે ગોળનું સેવન કરી શકાય? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

Advertisment

આધુનિક લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો એવા છે જેઓ તાંબાના વાસણો, સ્ટીલના વાસણો, કાચના વાસણોનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ઘરોમાં માત્ર તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના મતે તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ વખતે કેટલીક ભૂલો ટાળવી જોઈએ.

આ પણ વાંચો: વધતા વજનથી પરેશાન છો તો આ 1 સફેદ મસાલાનું કરો સેવન, ચરબી ઓગળી જશે, જાણીલો ક્યારે-કેવી રીતે સેવન કરવું

તાંબાના વાસણમાં કેટલું પાણી પીવું જોઈએ?

  • એકવાર સારું પણ આખો દિવસ તાંબાના વાસણનું પાણી ન પીવો. દિવસભર પાણી પીવાથી શરીરમાં કોપરની માત્રા વધે છે. તેનાથી ચક્કર આવવા, પેટમાં દુખાવો, કિડની ફેલ થવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત તાંબાના વાસણમાં ભૂલથી પણ લીંબુ કે મધ મિક્સ ન કરો. કારણ કે આ બંને મળીને ઝેર બની જાય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
  • તાંબાના વાસણમાં લીંબુ પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને ઉલ્ટી થાય છે.
  • તાંબાના વાસણમાં પાણી પીવાથી એસિડિટીની વારંવાર ફરિયાદ રહે છે. તેથી તાંબાના વાસણનું વધારે પાણી ન પીવું.
  • તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ ન રાખવી. ઘણીવાર ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે.
  • કિડની અને હૃદયના દર્દીઓએ તાંબાના વાસણનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
  • જો તમે તાંબાની બોટલમાંથી પાણી પીતા હોવ તો તેને અઠવાડિયામાં ત્રણ વખત સાફ કરો.

તાંબાના વાસણો બરાબર સાફ કરો. કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તાંબાના વાસણો બરાબર સાફ કરો. તાંબાના વાસણોને લીંબુ અને મીઠું એડ કરી સાફ કરો.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips