Korean Creams : શું કોરિયન ક્રિમ ખરેખર ભારતીય લોકોની સ્કિન પર અસરકારક છે?

Korean Creams : સ્કિનને ગ્લો કરવા અને ઉપરછલ્લી સારી દેખાવના બદલે ત્વચાના સ્વાસ્થ્ય માટે કોરિયન ક્રીમ બનાવામાં આવી છે.

Korean Creams : સ્કિનને ગ્લો કરવા અને ઉપરછલ્લી સારી દેખાવના બદલે ત્વચાના સ્વાસ્થ્ય માટે કોરિયન ક્રીમ બનાવામાં આવી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Korean skin

શું કોરિયન ક્રિમ ખરેખર ભારતીય લોકોની સ્કિન પર અસરકારક છે? (Unsplash)

Rinku Ghosh : Korean Creams : કોરિયન ડ્રામામાં કલાકારો સ્કિન અદભુત હોય છે, તેઓની સ્કિન ઉંમર વધારે હોવા છતાં ગ્લોઈંગ અને કરચલીઓ મુક્ત હોય છે. શું તેઓની સ્કિન કોરિયન સ્કિનકેર ક્રીમ (Korean Creams) અને સીરમનો ઉપયોગ કરવાથી હેલ્થી છે અથવા બીજું કોઈ કારણ છે? પ્રશ્ન એ છે કે શું કોરિયન ક્રીમ ખરેખર અજાયબીઓનું કામ કરે છે? શા માટે ક્રીમને સ્કિન માટે બેસ્ટ ગણી શકાય?

Advertisment
Korean skin care
શું કોરિયન ક્રિમ ખરેખર ભારતીય લોકોની સ્કિન પર અસરકારક છે? (Canva)

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ, ડર્મેટોલોજી, ડૉ. ડી.એમ. મહાજન સમજાવે છે કે “સ્કિનને ગ્લો કરવા અને ઉપરછલ્લી સારી દેખાવા બદલે ત્વચાના સ્વાસ્થ્ય માટે કોરિયન ક્રીમ બનાવામાં આવી છે. તે કોઈપણ વિટામિન અને મિનરલ્સના સપ્લીમેન્ટ તરીકે કાર્ય કરે છે જે તમે લો છો. આપણી સ્કિનનું સૌથી બહારનું લેયર પ્રદૂષકો અને સૂક્ષ્મજીવાણુઓ સામે અવરોધ જેવું કામ કરે છે. વિટામિન સી, એસિડ અને રેટિનોલ્સ જેવા સક્રિય ઘટકો પર આધાર રાખતી કેમિકલ યુક્ત ક્રિમથી અલગ આ ક્રિમ કુદરતી અને પર્યાવરણને અનુકૂળ ઘટકોનો ઉપયોગ કરીને આ અવરોધને મજબૂત બનાવે છે, જે સમય જતાં સ્કિનની ચમક છીનવી લે છે. K-ક્રીમ આ ક્ષતિગ્રસ્ત અસરને રોકે છે અને વધુ હાઇડ્રેટિંગ છે. હકીકતમાં, તેઓ સપાટી પર પાણી જાળવી રાખવાની સ્કિનની ક્ષમતામાં વધારો કરે છે.''

આ પણ વાંચો: Skin Care : અપર લિપ્સ માટે પાર્લર ન જાઓ, આ ઘરગથ્થુ ઉપચાર સાથે ઘરે કરો, થશે અસરકારક સાબિત

કોરિયન ક્રિમમાં એક્ટિવ સામગ્રીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં અને વ્યૂહાત્મક રીતે કરે છે. સામાન્ય રીતે આમાં PHAs (પોલીહાઈડ્રોક્સી એસિડ્સ) હોય છે જે અન્ય એસિડથી વિપરીત ખૂબ ઊંડાણમાં સ્કૂપ કર્યા વિના સ્કિનને હળવાશથી એક્સ્ફોલિયેટ કરે છે. આ ક્રિમ એપીડર્મલ લેયરના નુકસાનને રોકવા અને તેના રક્ષણાત્મક ગુણધર્મોને જાળવવા માટે સજ્જ છે. તેથી જ તેઓ સિરામાઇડ્સથી સમૃદ્ધ છે, જે લિપિડ પરમાણુઓ છે જે પાણીને પકડી શકે છે, નિયાસિનામાઇડ, જે એક વિટામિન છે જે સ્કિનના છિદ્રોને તેલ અને ગ્રીમ-ફ્રી અને હાયલ્યુરોનિક એસિડ રાખે છે, જે ત્વચાને હાઇડ્રેટિંગ રાખે છે.

Advertisment

ક્રીમમાં ઘણા નેચરલ ઘટકોનો ઉપયોગ થાય છે, જેમ કે, ઝાડની છાલ અને રૂટ વગેરે, જિનસેંગ વય સાથે કોલેજનનું નુકશાન ધીમું કરે છે, ફર્મેન્ટેડ રાઈસ સ્કિનના ઓઇલ પ્રોડકશન અને ખીલને નિયંત્રિત કરે છે જ્યારે વાંસમાં સિલિકા હોય છે, જે કોલેજનનું બિલ્ડીંગ બ્લોક છે. સેંટેલા એશિયાટિકા બળતરા વિરોધી છે, ડિટોક્સિફાય કરે છે અને ખીલને અટકાવે છે, મગવોર્ટ ફોલ્લીઓને મટાડી શકે છે. હવે ગોકળગાયનું મળમૂત્ર અથવા મ્યુસીન બળવા જેવું લાગે છે પરંતુ તેમાં હાયલ્યુરોનિક અને ગ્લાયકોલિક એસિડ હોય છે જે હાઇડ્રેશન પ્રદાન કરે છે. અને એક પદાર્થ એન્ટિસેપ્ટિક પ્રોપોલિસ જે મધમાખીઓ ઝાડમાંથી મધપૂડો બનાવવા માટે બનાવે છે ક છે, જે ફૂગના ચેપને દૂર રાખે છે.

તેમણે ઉમેર્યું કે,“જો તમે આ ઘટકોને જુઓ, તો દરેક સ્કિનને પોષણ આપવા વિશે છે. દરેક સ્કિનની ક્વોલિટી વધારે છે. યાદ રાખો કે સ્કિન આપણા શરીરનું સૌથી મોટું અંગ છે અને તે આપણા સામાન્ય સ્વાસ્થ્ય અને સુખાકારીનું પ્રથમ સૂચક છે. તેથી તેની કાળજી લેવાની જરૂર છે. આ ઉપરાંત જ્યારે ભારતની પોતાની આયુર્વેદિક પરંપરાઓ અને ઔષધિઓ છે, ત્યારે તફાવત એ ઘટકોની સાંદ્રતા અને સૌથી અગત્યનું, સ્ટાન્ડર્સ છે. કોરિયન કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી કડક ધોરણો પર આગ્રહ રાખે છે. આપણી પાસે હર્બલ પ્રોડક્ટ ઘણી છે પરંતુ પ્રોડક્ટ અનુસરે તેવો સમાન પ્રોટોકોલ નથી.''

શું કોરિયન બ્યુટી પ્રોડક્ટ ભારતીયો માટે છે?

વસંત કુંજના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. રશ્મિ શર્માએ કહ્યું કે, ''આમાંથી કેટલીક પ્રોડક્ટનું પોતાના પર ટેસ્ટિંગ કર્યું. "કોરિયનો આનુવંશિક રીતે લ્યુમિનેસન્ટ અથવા ગ્લાસી સ્કિન સાથે જન્મે છે. આ ઉપરાંત, તેમના માટે સ્કિન કેર સ્વચ્છતાનો ભાગ છે, જેમ કે તમારા દાંત સાફ કરવા. તેઓ સીરમ, ક્રીમ અને ફેસ-માસ્ક વડે પાણી સફાઇ, એક્સ્ફોલિએટિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને સન-બ્લોકિંગ બંનેના 10 સ્ટેપનું પાલન કરે છે. તેમની બાહરની સ્કિનનું લેયર પહેલાથી જ પ્રોટેકટેડ છે, આપણે ન તો આનુવંશિક રીતે આશીર્વાદિત છીએ, ન તો આપણી સ્કિનની સ્વચ્છતા રાખવાનું પાલન કરીએ છીએ.''

એકવાર આપણી સ્કી કેમિકલના અને ક્રીમના સંપર્કમાં આવી જાય, પછી કોરિયન પ્રોડક્ટ સુધારી શકશે નહીં. તેમણે કહ્યું કે, “હેડ-ટુ-હેડ ક્લિનિકલ ટ્રાયલ વિના, ઇન્ડિયન સ્કિન પર કોરિયન ક્રીમની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. પરંતુ હા, તે હાઇડ્રેટિંગ છે, ફેલાવવાની ક્ષમતા સારી છે. તે કોજિક એસિડનો ઉપયોગ કરે છે, જે ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે, અને સન પ્રોટેકશન માટે સારી છે. પરંતુ તેમાંથી કોઈ પણ યુઝર્સની અપેક્ષા મુજબ ત્વચાને સફેદ કરશે નહીં.''

આ ઉપરાંત, તમારી સ્કિન ટાઈપ અને રચનાને જાણ્યા વિના કોરિયન ક્રીમનો ઉપયોગ સમસ્યાઓ તરફ દોરી શકે છે. ડૉ શર્મા કહે છે કે, “મારી પાસે ઘણા દર્દીઓ એલર્જી અને ખીલની ફરિયાદો સાથે 10 સ્ટેપ રુટીનને અનુસરીને આવ્યા છે. પરંતુ જો તમારી ત્વચા પહેલેથી જ ઘસાઈ ગઈ હોય, તો આ ઓવર-એપ્લિકેશન તમારા છિદ્રો માટે કંઈ કરતું નથી. આજકાલ હું સ્કિન ફાસ્ટિંગ સિવાય દસ દિવસ સુધી ક્રીમ ન લગાવવાની સલાહ આપું છું. તેનાથી સ્કિન રીસ્ટોર થાય છે.''

આ પણ વાંચો: Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

આ જ કારણ છે કે સ્ટેપ-પ્રોસેસ અત્યંત ભેજવાળી સ્થિતિમાં કામ ન કરી શકે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈના સૌંદર્યલક્ષી ત્વચારોગ વિજ્ઞાની ડૉ. રેશ્મા ટી વિશ્નાની કહે છે, “ઓવરલેયરિંગ તમને વધુ પરસેવો અને ઇન્ડિયાની આબોહવાની પરિસ્થિતિઓમાં છિદ્રોને બંધ કરી દે છે. આ ઉપરાંત, આપણી ત્વચા કોઈપણ રીતે ઓઈલી છે. બ્રેકઆઉટ્સ તપાસવા માટે હંમેશા સ્કિન પેચ ટેસ્ટ કરો. ભારતીયોને પણ લક્ષિત ઉપચારની જરૂર છે. અને જ્યારે ડર્મેટોલોજિસ્ટ દ્વારા સલાહ આપવામાં આવતી ઔષધીય ક્રિમની વાત આવે છે કે ત્યારે આપણી સ્કિન સારી છે.''

પછી પ્રશ્ન એ છે કે શું આપણે કોરિયન સ્કિન પ્રોડક્ટમાં વધુ પૈસા ખર્ચી રહ્યા છીએ? જ્યારે ઘણી પ્રોડક્ટ પોસાય તેમ નથી. ડૉ. વિશ્નાની કહે છે કે, “અંતમાં, સ્કીનનું પણ અન્ય અવયવોની જેમ ધ્યાન રાખવું અને સ્વચ્છ રાખવી જોઈએ, પૂરતું પાણી પીવું, પૂરતી ઊંઘ લેવી, કસરત કરવી અને પરંતુ ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું. ત્વચાને નિયમિતપણે મોઇશ્ચરાઇઝ કરવું, સનસ્ક્રીન લગાવવું અને સૂતા પહેલા ફેસવોસ એ સ્કિનને સુરક્ષિત રાખવા માટે પૂરતું છે.''

beauty tips જીવનશૈલી health tips