Kriti Sanon | કૃતિ સેનને (Kriti Sanon) પોતાની કારકિર્દીમાં ઘણી મુવીઝ કરી છે જેમાં મહિલાલક્ષી ફિલ્મો પણ કરી છે. તે ફિલ્મોમાં એક મજબૂત મહિલાની ભૂમિકા ભજવે છે. વાસ્તવિક જીવનમાં પણ તે આવી જ છે. કૃતિ માને છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવકનો તફાવત ન હોવો જોઈએ. પરંતુ હાલની પરિસ્થિતિ આવી છે, આ વાત કૃતિ સેનનને દુઃખી કરે છે.
કૃતિ સેનન વેતન સમાનતા પર શું કહ્યું?
કૃતિ સેનન તાજતેરમાં એક કાર્યક્રમમાં બોલતા, એકટ્રેસે કહ્યું, ‘મને સમજાતું નથી કે આવકમાં સમાનતા કેમ નથી? કારણ કે ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ, ચોક્કસ પ્રકારના કામ માટે, પછી ભલે તમે પુરુષ હો કે સ્ત્રી, તેનાથી કોઈ ફરક પડતો નથી. મારું માનવું છે કે પગાર સમાન હોવો જોઈએ. ફિલ્મોમાં પણ તે સમાન હોવો જોઈએ. અમે ઘણા સમયથી આ વિશે વાત કરી રહ્યા છીએ, મારા પર વિશ્વાસ કરો કે આ આવકનો તફાવત આપણને સૌથી વધુ અસર પહોંચાડે છે.’
કૃતિ સેનનએ મહિલાલક્ષી મુવીઝ પર શું કહ્યું?
કૃતિ સેનન આગળ કહે છે, ‘જો કોઈ ફિલ્મ મહિલાલક્ષી હોય, તો પણ મને લાગે છે કે તેનું બજેટ હીરો-કેન્દ્રિત ફિલ્મ જેટલું નથી. નિર્માતાઓને ડર છે કે તેમને મહિલા-કેન્દ્રિત ફિલ્મોમાંથી એટલા પૈસા પાછા નહીં મળે. તેથી મને લાગે છે કે આ એક એવું વર્તુળ છે જ્યાં મહિલા-કેન્દ્રિત ફિલ્મો હીરો-કેન્દ્રિત ફિલ્મો જેટલી કમાણી કરી શકતી નથી. આ કારણે, ઘણા લોકોને લાગે છે કે હીરોની ફી વધારે છે અને હીરોઈનની ઓછી છે.’
કૃતિ સેનન મુવીઝ (Kriti Sanon Movies)
કૃતિ સેનનના કરિયરની વાત કરીએ તો તે આ વર્ષે આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સામે દક્ષિણ અભિનેતા ધનુષ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રાંઝણા ની સિક્વલ છે અને આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે. તે ‘કોકટેલ 2’ ફિલ્મનો પણ ભાગ બની ચૂકી છે.





