/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Lansdowne-hill-stations.jpg)
Uttarakhand Hill Stations Lansdowne: લેન્સડાઉન હિલ સ્ટેશન ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલું છે, તે દિલ્હીથી 260 કિમી દૂર છે. (Photo: Social Media)
Lansdowne Hill Stations Tour Plan In Uttarakhand: ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જ્યાં તમે તમારા પરિવાર, મિત્રો અથવા તમારા જીવનસાથી સાથે જઈ શકો છો. જોકે હાલના સમયમાં લાન્સડાઉન પણ બહુ ફેમસ થયું છે. જ્યાં તમે તમારા પરિવાર અને નજીકના લોકો સાથે ફરવાની યોજના બનાવી શકો છો.
લેન્સડાઉન ફરવા ક્યારે અને કેવી રીતે જવું
લેન્સડાઉન દિલ્હીની ખૂબ નજીક છે. તમે અહીં સરળતાથી માત્ર 6-7 કલાકમાં પહોંચી શકો છો. જો તમે ઉત્તરાખંડ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર લેન્સડાઉન જવું જ જોઇએ. અહીંનું હવામાન હંમેશાં સુખદ અને આનંદદાયક હોય છે.
લેન્સડાઉનમાં ટાઇગર સફારીનો આનંદ માણો
તમે લેન્સડાઉનમાં ટાઇગર સફારીની મજા પણ માણી શકો છો. અહીં કાલાગઢ ટાઇગર રિઝર્વ છે. જ્યાં તમે વાઘને ખૂબ નજીકથી જોઈ શકો છો. શિયાળાની ઋતુમાં જીપ સફારી કરવાનો એક અલગ જ આનંદ આવે છે. તમે અહીં ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ પણ જોઈ શકો છો. શિયાળાની ઋતુમાં સૂર્યોદય બાદ તમને જાતજાતના પ્રાણીઓ પણ જોવા મળશે.
લેન્સડાઉન ક્યાં આવેલું છે?
લેન્સડાઉન એ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાનું એક શહેર છે. અહીં તમે ઓછા બજેટમાં પણ ફરી શકો છો. આ હીલ સ્ટેશન પર લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે.
દિલ્હીથી લેન્સડાઉન કેવી રીતે પહોંચવું?
લેન્સડાઉન જવા માટે ટ્રેન, ફ્લાઇટ કે કાર બસ મારફતે દિલ્હી પહોંચવાનું હોય છે. દિલ્હીથી લેન્સડાઉન 260 કિમી દૂર છે. દિલ્હીથી ટ્રેન મારફતે પણ લેન્સડાઉન પહોંચી શકાય છે, નજીકનું રેલવે સ્ટેશન કોટદ્વાર છે. કોટદ્વારથી લેન્સડાઉન માત્ર 40 કિમી દૂર છે. અહીં પહોંચીને તમે કેબ કે પછી ઓટો દ્વારા સરળતાથી લેન્સડાઉન પહોંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us