/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Lasaniya-Chola-Recipe-in-gujarati.jpg)
Lasaniya Chola Recipe in gujarati
Lasaniya Chola Recipe In Gujarati | શિયાળો એટલે ઠંડી ઋતુ જેમાં ભૂખ વધારે લાગે છે અને ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય છે, આ ઋતુમાં શાકભાજી ભરપૂર માત્રામાં હોય છે અને સસ્તી પણ હોય છે. ઠંડીમાં શરીરને બીમારીઓથી દૂર રાખવા અને રોગ પ્રતિકારક શકિત વધારવા માટે તમે મોસમી ખોરાક ખાઈ શકો છો.
અહીં ટેસ્ટી લસણીયા ચોળાનું શાકની સ્પેશિયલ રેસીપી આપી છે. જેમાં ચોળામાં લીલું લસણ ભરપૂર નાખીને બનાવામાં આવે છે, આનલ કોટલે આ સરળ રેસીપી જણાવી છે જે જલ્દી બની જાય છે, અને સ્વાદિષ્ટ પણ બને છે, જાણો લસણીયા ચોળા રેસીપી
લસણીયા ચોળા રેસીપી સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 કપ બારીક સમારેલી ડુંગળી
- 1/2 કપ બારીક સમારેલા ટામેટા
- 1 કપ સમારેલું લીલું લસણ (સફેદ અને લીલો ભાગ)
- મીઠું, સ્વાદ મુજબ
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1 વાટકી બાફેલા ચોળા
- 1 કપ દહીં
- કોથમીર, સજાવટ માટે
લસણીયા ચોળા બનાવાની રીત
સૌ પ્રથમ મધ્યમ તાપ પર એક મોટા પેનમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને જીરું ઉમેરો; તડતડ થવા દો. લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો, 1-2 મિનિટ માટે સાંતળો.
ડુંગળી ઉમેરો અને પારદર્શક થાય ત્યાં સુધી રાંધો, ટામેટા ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી કુક કરો. લીલા લસણને કટ કરીને થોડીવા સાંતળો.
મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર મિક્સ કરો, 2-3 મિનિટ માટે કુક કરો, રાંધેલા ચોળા ઉમેરો મિક્સ કરો, ધીમા તાપે દહીં ઉમેરો અને મિક્સ કરો, 2-3 મિનિટ માટે કુક કરો.
સમારેલું લીલું લસણ ઉમેરો સારી રીતે મિક્સ કરો. કોથમીરથી ગાર્નિશ કરો અને સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us