Dudhi Na Ladoo Banavani Rit In Gujarati : લાડુ ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. વિવિધ પ્રકારના લાડુ બને છે, જેમ કે ચુરમાના લાડુ, બુંદીના લાડુ, બેસનના લાડુ, ડ્રાયફુટ્સના લાડુ. ખાસ તહેવાર અને પ્રસંગોમાં વિવિધ પ્રકારના લાડુ બને છે. લાડુ એવી મીઠાઇ છે, જે એક વખત બનાવ્યા બાદ સ્ટોર કરીને 5 થી 7 દિવસ સુધી ખાઇ શકાય છે. જો તમે લાડુ ખાવાના શોખીન છો, અહીં દૂધીના લાડુ બનાવવાની રેસીપી આપી છે. દૂધી પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે. જો તમારા બાળક દૂધીનું શાક ન ખાવા હોય તો તેના લાડુ બનાવી આપી શકાય છે. અહીં દૂધીના લાડુ બનાવવાની સરળ રેસીપી આપ છે, જે તમારે ટ્રાય કરવી જ જોઇએ.
દૂધીના લાડુ બનાવવા માટે સામગ્રી
- દૂધ – 1 કિલો
- દૂધ – 1 કપ
- ઘી – 3 ચમચી
- મિલ્ક પાઉડર કે માવો – 1 વાટકી
- ખાંડ – 100 ગ્રામ
- કોપરાના છીણ – 1/2 વાટકી
- એલચી પાઉડર – 1 નાની ચમચી
Lauki Laddu Recipe : દૂધીના લાડુ બનાવવાન રીત
દૂધીના લાડુ બનાવવા માટે સૌથી પહેલા નરમ અને તાજી 1 કિલો દૂધી બજારમાંથી ખરીદી લાવો. દૂધ વધારે બીયા વાળી ન હોય તેનું ધ્યાન રાખો. દૂધીની છાલ ઉતારી તેને ઉચ્ચેથી ઉભી કાપી લો, પછી દૂધીની અંદરના બીયા કાઢી લો. ત્યાર પછીખમણી પણ દૂધીને છીણી લો. હવે એક સુતરાઇ કાપડમાં છીણેલી દૂધી મૂકી પાણી નીતારી લો.
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં 2 ચમચી ઘી ઓગાળો, પછી તેમા દૂધી નાંખી મીડિયમ તાપે બરાબર પકવવા દો. દૂધી એકદમ નરમ અને બધું જ પાણી શોષાઇ જાય ત્યાં સુધી પકવવો. પછી તેમા 1 કપ દૂધ ઉમેરી ધીમા તાપે દૂધીને પકવવા દો.
દૂધીનું બધું જ પાણી શોષાઇ જાય ત્યાર પછી તેમા ખાંડ બુરું ઉમેરો, હવે ખાંડ ઓગળીને પાણી છોડવા લાગશે, આ બધું જ પાણી શોષાઇ જાય ત્યાં સુધી દૂધીને પકવવા દો.
એક વાટકી મિલ્ક પાઉડર લો, તેમા 1 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરી દૂધીમાં ઉમેરો. મિલ્ક પાઉડરમાં ઘી મિક્સ કરવાથી ગાંગડા થશે નહીં. મિલ્ક પાઉડરના બદલે માવાનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે તેમા અડધી વાટકી કોપરાની છીણ, 1 ચમચી એલચી પાઉડર અને ગ્રીન ફૂડ કલર ઉમેરી દૂધીને 5 થી 7 મિનિટ સુધી પકવવા દો, પછી ગેસ બંધ કરી દો
દૂધીનું મિશ્રણ સહેજ ઠંડુ થયા બાદ હાથ વડે મીડિયમ સાઇઝના ગોળ લાડુ બનાવો. આ લાડુમાં તમારા મનપસંદ ડ્રાયફુટ્સ પર ઉમેરી શકાય છે.





