Leftover Roti Recipe : રાતની વધેલી રોટલી માંથી બનાવો ટેસ્ટી સિંધી વાનગી, જાણો સેયલ ફુલકા રેસીપી

Sindhi Style Seyal Phulka Recipe In Gujarati : રાતની વધેલી રોટલી માંથી ટેસ્ટી અને મસાલેદાર સિંધી વાનગી સેયલ ફુલકા બનાવી શકાય છે. સવારે નાસ્તા માટે થોડીક મિનિટોમાં આ સિંધી વાનગી બનાવી શકાય છે.

Sindhi Style Seyal Phulka Recipe In Gujarati : રાતની વધેલી રોટલી માંથી ટેસ્ટી અને મસાલેદાર સિંધી વાનગી સેયલ ફુલકા બનાવી શકાય છે. સવારે નાસ્તા માટે થોડીક મિનિટોમાં આ સિંધી વાનગી બનાવી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
leftover roti recipe | seyal phulka recipe | Sindhi Food Recipe | Sindhi Style seyal phulka Recipe

Leftover Roti Recipe Seyal Phulka : રાતની વધેલી રોટલી માંથી સિંધી વાનગી સેયલ ફુલકા બને છે. (Photo : Social Media)

Leftover Roti Seyal Phulka Recipe : રોટલી ભારતીય ભોજનની થાળીની મુખ્ય વાનગી છે. તવી પરથી ઉતરેલી ગરમા ગરમ રોટલી શાક કે દાળ સાથે ખાવાનો એક અલગ આનંદ છે. જ્યારે લોકો ગરમ રોટલી મળે છે ત્યારે ભૂખ કરતા વધારે ખાઇ લે છે. તો ઘણી વખત રાતે રોટલી બચી જાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર રાતની વધેલી રોટલી ગાય કે કુતરાને ખવરાવી દે છે.

Advertisment

જો તમે વાસી રોટલી ફેંકી દો છો, તો એક ક્ષણ થોભો. તમે મિનિટોમાં રાતની વધેલી રોટલી માંથી સવારે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. રાતની વધેલી રોટલીથી તમે સિંધી બ્રેકફાસ્ટ સેયલ ફુલકા (Seyal phulka) તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની મસાલેદાર રેસીપી.

Seyal Phulka Recipe In Gujarati : સેયલ ફુલકા રેસીપી

  • વધેલી રોટલી : 2 થી 4 નંગ
  • લીલા મરચાં સમારેલા : 2 નંગ (તમારા સ્વાદ મુજબ)
  • ટામેટા : 2 નંગ
  • મીઠા લીમડાના પાન : 4 - 5 નંગ
  • રાઇ : 1 ચમચી
  • લસણ : 5 -6 કળી
  • હળદર પાઉડર : 1/4 ચમચી
  • ધાણા જીરું પાઉડર : 1 ચમચી
  • લાલ મરચું પાઉડર : 1/2 ચમચી
  • તેલ : 2 ચમચી
  • લીલું કોથમીર : અડધી વાટકી
  • પાણી : અડધી વાટકી
  • મીઠું : સ્વાદ અનુસાર

સિંધી નાસ્તો સેયલ ફુલકા બનાવવાની રીત

સિંધી નાસ્તો સયલ ફુલકા બનાવવા માટે, સૌ પ્રથમ એક કઢાઇ એક ચમચી તેલ ગરમ કરો. તેમા સમારેલું લસણ તતડાવો, તે રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. હવે તમારે મીઠા લીમડાના પાન અને રાઇનો તડકો લગાવો. ત્યારબાદ છીણા સમારેલા ટામેટા, લીલું મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું પાઉડર ઉમેરો. ટામેટા બરાબર ચઢી જાય અને મસાલા માંથ તેલ છુટું પડે ત્યાં સુધી પકવવો.

Advertisment

હવે આ મસાલામાં અડધો કપ પાણી ઉમેરી તેને ઉકાળો. ઉકાળો આવે ત્યારે તેમા મોટા મોટા ટુકડા કરેલી રોટલી તેમા નાંખો. રોટલી નરમ થાય અને પાણી શોષાઇ જાય ત્યાં સુધી ધીમા તાપે પકવવા દો. છેલ્લે તેના પર લીલું કોથમીર અને લીંબનો રસ નીચોવી સર્વ કરો. સ્વાદિષ્ટ અને સરળ સિંધી વાનગી સેયલ ફુલકા તૈયાર છે.

ભોજન રેસીપી જીવનશૈલી