લીંબુની છાલથી બનાવો ટેસ્ટી અથાણું, વર્ષ સુધી નહીં થાય ખરાબ, નોંધી લો રેસીપી

Nimbu ke chilke ka achar : લીંબુની છાલનો ઉપયોગ ખૂબ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે પણ કરી શકાય છે. એટલું જ નહીં, તે ઝડપથી બગડતું પણ નથી અને તેને બનાવવા માટે ખાસ મહેનત પણ લાગતી નથી. આવો જાણીએ તેની રેસીપી.

Nimbu ke chilke ka achar : લીંબુની છાલનો ઉપયોગ ખૂબ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે પણ કરી શકાય છે. એટલું જ નહીં, તે ઝડપથી બગડતું પણ નથી અને તેને બનાવવા માટે ખાસ મહેનત પણ લાગતી નથી. આવો જાણીએ તેની રેસીપી.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Lemon Peel Pickle, Nimbu ke chilke ka achar

લીંબુની છાલનો ઉપયોગ ખૂબ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે પણ કરી શકાય છે (તસવીર - ફ્રીપિક)

Nimbu ke chilke ka achar : લીંબુનું શરબત પીવું દરેકને ગમે છે. લોકો દાળથી લઈને સલાડ સુધી લીંબુ નાખીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર દરેક ઘરમાં લીંબુનો રસ કાઢ્યા બાદ ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે લીંબુની છાલને ફેંકી દો છો તેનો ઉપયોગ ખૂબ સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે પણ કરી શકાય છે. એટલું જ નહીં, તે ઝડપથી બગડતું પણ નથી અને તેને બનાવવા માટે ખાસ મહેનત પણ લાગતી નથી. આવો જાણીએ તેની રેસીપી.

Advertisment

લીંબુની છાલનું અથાણું સામગ્રી

  • લીંબુની છાલ (લગભગ 10થી ૧15 લીંબુ)
  • સરસવનું તેલ,
  • હીંગ,
  • રાઈના દાણા,
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • મીઠું

આ પણ વાંચો - વરસાદમાં આ 5 શાકભાજીનું સેવન ના કરો, બોડી પર ઝેરની જેમ કરે છે અસર

લીંબુની છાલ માંથી અથાણું કેવી રીતે બનાવવું?

લીંબુની છાલનું લચ્છાદાર અથાણું બનાવવા માટે સૌ પ્રથમ લીંબુને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી નાખો. છાલને પાતળા ટુકડામાં કાપી લો. આ પછી એક કડાઇમાં તેલ ગરમ કરો. હવે તેમાં હીંગ, રાઈ અને લાલ મરચું નાખો. આ પછી તેમાં સમારેલા લીંબુની છાલ ઉમેરીને તેને સાંતળી લો. ઉપર હળદર પાવડર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. જેથી તે બળે નહીં. જ્યારે પાણી સુકાઈ જાય અને લીંબુની છાલ નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. પછી અથાણાને એક બોક્સમાં ભરી દો. તેને બંધ કરીને ઠંડી જગ્યાએ રાખી મૂકો. તમારું ટેસ્ટી અથાણું તૈયાર છે.

Advertisment
ભોજન રેસીપી જીવનશૈલી