જો તમે હેલ્ધી સ્કિન જાળવવા માંગતા હો અને ડાઘ-ધબ્બા દૂર કરવા માંગતા હો, તો તમારે યોગ્ય સ્કિન કેર ટેક્નિકનો અભ્યાસ કરવો જોઈએ. બજારમાં ઘણી બધી પ્રોડક્ટસ ઉપલબ્ધ છે જે તમારી સ્કિનને સ્વસ્થ અને ચમકદાર રાખવાનું વચન આપે છે, પરંતુ તે ખરેખર તમારી સ્કિનને ધીમે ધીમે નિસ્તેજ કરે છે.
શું તમે ક્યારેય તમારી સ્કિન કેર રૂટિનના ભાગ રૂપે લીંબુનો ઉપયોગ કર્યો છે? આપણે બધા લીંબુના ફાયદા અને તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો વિશે જાણીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ સ્કિન માટે પણ થઈ શકે છે, અહીં જાણો સ્કિન કેરમાં લીંબુના ઉપયોગ વિશે
સ્કિન કેર માટે લીંબુનો ઉપયોગ
- ફેસ સ્ક્રબ : ઠંડા દૂધમાં લીંબુનો રસ, વાટેલી બદામ, વાટેલી નારંગીની છાલ અને વાટેલી ઓટમીલ મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- બ્લીચ : ટામેટાના રસમાં લીંબુનો રસ અને દૂધ સમાન માત્રામાં મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- ડ્રાય સ્કિનમાં ઉપયોગી : આ મિશ્રણનો એક ચમચી ત્રણ ચમચી લીંબુના રસમાં ભેળવીને ચહેરા અને ગરદન પર લગાવો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- ઓઈલી સ્કિન માટે : અડધી ચમચી હળદર પાવડરમાં બે ચમચી લીંબુનો રસ અને ત્રણ ચમચી પપૈયાનો પલ્પ મિક્સ કરો. તૈયાર મિશ્રણને ત્વચા પર લગાવો. 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- સ્કિનના ડાઘ માટે : બદામના પાવડરને એક ઈંડા અને અડધી ચમચી લીંબુના રસ સાથે મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.
- કરચલીઓ દૂર કરવા : એક ચમચી મધમાં થોડો લીંબુનો રસ અને બદામનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.





