Liposuction Surgery : લિપોસક્શન સર્જરી શું છે, જેના કારણે બ્રાઝિલિયન સિંગર દાની લીનું મોત થયું

Liposuction Surgery Due To Brazilian Singer Dani Li Died : લિપોસક્શન સર્જરી પીડાજનક અને જોખમ સર્જરી છે. પાતળા થવાની ધેલછામાં બ્રાઝિલની પ્રખ્યાત સિંગર દાની લીએ જીવ ગુમાવ્યો છે. સિંગલના મોતથી ચાહકોને આઘાત લાગ્યો છે.

Liposuction Surgery Due To Brazilian Singer Dani Li Died : લિપોસક્શન સર્જરી પીડાજનક અને જોખમ સર્જરી છે. પાતળા થવાની ધેલછામાં બ્રાઝિલની પ્રખ્યાત સિંગર દાની લીએ જીવ ગુમાવ્યો છે. સિંગલના મોતથી ચાહકોને આઘાત લાગ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dani li | dani li singer | dani li Photo | dani li death | Liposuction Surgery Due To Dani Li Died | dani li song

બ્રાઝિલની ફેમસ સિંગત દાની લીના અચાનક મોતથી ચાહકોને આઘાત લાગ્યો છે. (Photo - @danili.dl)

Liposuction Surgery Due To Brazilian Singer Dani Li Died : બ્રાઝિલની પ્રખ્યાત સિંગર દાની લી હવે આ દુનિયામાં નથી. 42 વર્ષની વયે તેમના મૃત્યુથી બ્રાઝિલની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લાગ્યો છે. અલબત્ત આ સિંગરની મોતનું કારણ જાણી ચાહકો પણ આશ્ચર્યચકિત થયા છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, દાની લીએ તાજેતરમાં એક સર્જરી કરાવી હતી, જે તેની મોતનું કારણ બની હતી.

Advertisment

દાની લીની મોત કેવી રીતે થઇ?

બોડીને ફિટ અને હેલ્ધી રાખવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. તેની માટે અમુક લોકો ચુસ્ત ડાયટિંગ કરે છે તો કેટલાક લોકો જીમમાં જઇને પરસેવો પાડે છે. અલબત્ત, આ બધાથી અલગ બોડીને શેપમાં લાવવા માટે આજે ઘણા પ્રકારની ટેકનોલોજી અને પદ્ધતિઓ આવી ગઇ છે. આમાંની એક લિપોસક્શન સર્જરી છે.

મળતી માહિતી મુજબ, બ્રાઝિલની ફેમસ સિંગર દાની લીએ પાતળા થવા માટે લિપોસક્શન સર્જરી કરાવી હતી. જોકે, સર્જરી બાદ જ તેને તકલીફ થવા લાગી. સમસ્યા વધી જતાં સિંગરને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ ડાની લીને મૃત જાહેર કરી હતી.

લિપોસક્શન સર્જરી શું છે?

જેમ કે ઉપર જણાવ્યા મુજબ, લિપોસક્શન સર્જરી એ બોડીને શેપમાં લાવવાની એક યુનિટ ટેકનિક છે. સર્જર દરમિયાન, શરીરના મુખ્ય અંગોમાંથી વધારાની ચરબી દૂર કરવામાં આવે છે. મોટા ભાગના સેલેબ્સ સ્થૂળતાથી છુટકારો મેળવવા અથવા પરફેક્ટ ફિગર મેળવવા માટે આ સર્જરીનો સહારો લે છે. આ ટેક્નિકની મદદથી ચહેરો, કમર, છાતી, ગરદન, હિપ્સ અને ચિન જેવા ભાગોમાંથી વધારાની ચરબી દૂર કરીને સ્લિમ લુક આપવામાં આવે છે. આ માટે VASER, Laser Lipo અથવા Power Lipo જેવા ખાસ ઉપકરણોની મદદ લેવામાં આવે છે.

Advertisment
https://www.instagram.com/p/Cx8wP3MpfU0/

લિપોસક્શન સર્જરી કેવી રીતે થાય છે?

દાની લીએ પણ પોતાની બોડીના કેટલાંક અંગોમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે લિપોસક્શન સર્જરી કરાવી હતી. આટલું જ નહીં, રિપોર્ટનું મનીયે તો સિંગરે પોતાની બ્રેસ્ટ સાઇઝ ઓછી કરવા માટે પણ એક વાર ફરી સર્જરી કરાવવાની હતી, અલબત્ત તેની પહેલા જ તેણે દુનિયાને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો | મહિલાઓ માટે આ અનાજ છે સુપરફૂડ, લોહીની ઉણપ અને નબળાઇ થશે દૂર, જાણો સદગુરુ પાસેથી

તમને જણાવી દઇયે કે, આવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ અન્ય એક બ્રાઝિલિયન મોડલે લિપોસક્શન સર્જરી બાદ જીવ ગુમાવ્યો હતો. બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડની સર્જરી દરમિયાન અચાનક તબિયત બગડવા લાગી, પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને ત્યાર પછી 4 વખત હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું. હેલ્થ એક્સપર્ટના મતે સર્જરી દરમિયાન ઘણી વખત આવી ઘટનાઓ સામે આવી છે. આવી સ્થિતિમાં, આવી પદ્ધતિઓ અપનાવવાને બદલે, પોતાની હેલ્થ ફિટ રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અને યોગ્ય આહારની આદત પસંદ કરવી જોઇએ.

જીવનશૈલી health tips celebrities મનોરંજન ન્યૂઝ