કારથી લોંગ રોડ ટ્રિપનો છે પ્લાન, તો આ ટિપ્સ તમારી યાત્રાને સુરક્ષિત અને આસાન બનાવશે

Long Trip Car Preparation Tips: વેકેશનની શરૂઆત થઇ ગઇ છે અને ઘણા લોકો હવે લોંગ રોડ ટ્રિપ જવાનો પ્લાન બનાવી રહ્યા હશે. જોકે લોંગ રોડ ટ્રિપ પર જતા પહેલા તમારે શું ધ્યાન રાખવું તે વિશે જણાવી રહ્યા છીએ

Long Trip Car Preparation Tips: વેકેશનની શરૂઆત થઇ ગઇ છે અને ઘણા લોકો હવે લોંગ રોડ ટ્રિપ જવાનો પ્લાન બનાવી રહ્યા હશે. જોકે લોંગ રોડ ટ્રિપ પર જતા પહેલા તમારે શું ધ્યાન રાખવું તે વિશે જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Long Trip Car Preparation Tips, Long Trip

Long Road Trip Car Preparation Tips : લોંગ રોડ ટ્રિપ પર જતા પહેલા ઘણી બાબતો ધ્યાન રાખવી પડે છે

Long Road Trip Car Preparation Tips : ભારતમાં ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં ઘણા પરિવારો રોડ ટ્રિપ પર જવાનું વિચારે છે. પરંતુ રોડ ટ્રિપ પર જતા પહેલા તમારી કાર ચાલુ હાલતમાં છે કે નહીં તે તપાસવું ખૂબ જ જરૂરી છે. જેથી તમને ઓછી કે બિલકુલ મદદ ન મળે તેવી અનિચ્છનીય જગ્યાએ કોઇ મુશ્કેલી ના પડે. જો તમે પણ ફેમિલી સાથે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો અહીં જાણો કોઇ પણ રોડ ટ્રિપ પર નીકળતા પહેલા તમારે કઇ કઇ બાબતો ચેક કરવી જોઇએ.

Advertisment

બેટરીની તપાસ કરો

બેટરી એ કારના સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે કારણ કે તે તમામ ઇલેક્ટ્રિક પાર્ટ્સને પાવર આપે છે. તેનાથી વધુ મહત્વનું એ છે કે તે એન્જિનને સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. ખરાબ બેટરી એટલે લાંબા સમય સુધી રોડની સાઇડમાં ફસાયેલા રહેવું. આનાથી બચવા માટે કોઈએ યાત્રા પર જતા પહેલા બેટરીમાં ડિસ્ટિલ્ડ પાણીના લેવલની તપાસ કરવી જોઈએ.

ધ્યાન રાખો કે સારી બેટરીની સરેરાશ લાઇફ 5-7 વર્ષની આસપાસ હોય છે. તેનાથી વધુ કંઈ પણ હોય તો બેટરી બદલી નાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમારી બેટરી ત્રણ વર્ષથી વધુ જૂની હોય તો સમયાંતરે નિષ્ણાંત પાસે તેની તપાસ કરાવવી પણ સલાહભર્યું છે.

એર ફિલ્ટરને સાફ કરો/બદલી નાંખો

બીજી સામાન્ય ખરાબી એર ફિલ્ટરના બંધ હોવાના કારણે થાય છે. ખરાબ એર ફિલ્ટર્સ હવાને એન્જિનના કમ્બન્શન ચેમ્બર સુધી પહોંચતા અટકાવે છે, જેના પરિણામે ઈંધણનો વપરાશ વધી જાય છે અને આખરે એન્જિન ખરાબ થઇ જાય છે. ખરાબ એર ફિલ્ટરને કારણે એર કંડિશનિંગ સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે. જો શક્ય હોય તો હાઈ-પાવર વેક્યુમ ક્લીનર વડે એર ફિલ્ટરને સાફ કરો અથવા તો એર ફિલ્ટરને સંપૂર્ણપણે બદલી નાંખો.

Advertisment

આ પણ વાંચો - ભારતમાં 3 દિવસના વેકેશન માટે સૌથી સારા સ્થળ કયા-કયા છે? ચેક કરી લો આ લિસ્ટ

ફ્યૂલ ટેંક ભરો

તે સામાન્ય જ્ઞાન છે કે લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા ટાંકીને સંપૂર્ણ ભરવાની સલાહ આપવામાં આવે છે. જા ઈંધણનું સ્તર ટાંકીના અડધા ભાગ સુધી ઘટી જાય તો તમારે આગામી ગેસ સ્ટેશન પર ઈંધણ ભરાવવું જાઈએ. જો તમારી યાત્રા દૂરના વિસ્તારોમાં લાંબા સમય સુધી ચાલનાની હોય તો ફાયર-પ્રૂફ જેરી કેનમાં વધારાનું ઇંધણ લઈ જવાની પણ સલાહ આપવામાં આવે છે.

કારમાં રહેલા તમામ લિક્વિડને ટોપ અપ કરો

એક કાર એન્જિન ઓઇલ, એન્જિન કૂલન્ટ, બ્રેક ઓઇલ, ટ્રાન્સમિશન લિક્વિડ, રેડિયેટર કૂલન્ટ, વિન્ડશિલ્ડ લિક્વિડ અને પાવર સ્ટીયરિંગ લિક્વિડ સહિત ઘણા પ્રકારના તરલ લિક્વિડ પર ચાલે છે. તમે તમારા રોડ ટ્રીપ પર નીકળો તે પહેલાં તમારા સ્થાનિક ગેરેજમાં જાઓ અને ચકાસો કે આ તમામ લિક્વિડ તેમના યોગ્ય સ્તર પર છે કે નહીં.

બ્રેક પેડ્સને ચકાસો

વાહનનું અન્ય મહત્ત્વનું એલિમેંટ બ્રેક્સ છે, કારણ કે તે સલામતી સાથે જોડાયેલી છે. તેથી જ્યારે પણ તમે કોઈ રોડ ટ્રિપનું આયોજન કરો ત્યારે ચાર પૈડાં પરના તમામ બ્રેક પેડ્સને ચકાસવા એ એક સારી પ્રેક્ટિસ છે. પ્રોફેશનલ પાસે બ્રેક પેડ્સની ચકાસણી કરાવો અને જો તે ખરાબ થઇ ગયા હોય તો તેને બદલી નાંખો.

ટાયરની તપાસ કરો

એ સુનિશ્ચિત કરો કે ચારેય ટાયર અને સ્પેર વ્હીલ પર પણ યોગ્ય એર પ્રેશર હોય. દરેક ટાયર પર ચોક્કસ પ્રેશર લેવલની જરૂર પડે છે તે જાણવા માટે કાર ઉત્પાદક દ્વારા પૂરા પડાયેલા મેન્યુઅલનો સંદર્ભ લો. હવાના ખોટા દબાણને કારણે તમારા ટાયરો અસામાન્ય રીતે ઘસાઈ પણ શકે છે, જે તેમની ઉંમર ઓછી કરે છે. આ સિવાય ખરાબ સંજોગોમાં ટાયર ફાટવાનું કારણ પણ બની શકે છે.

ઉનાળો જીવનશૈલી પ્રવાસ