New Update
/indian-express-gujarati/media/media_files/2026/01/01/long-weekends-2026-list-2026-01-01-16-21-03.jpg)
Long Weekends 2026 List : લોંગ વિકેન્ડ 2026 યાદી. Photograph: (Freepik)
Long Weekends 2026: વર્ષ 2026 પ્રવાસ અને વિકેન્ડ ટુર માટે મજેદાર રહેવાનું છે, કારણ કે નવા વર્ષે ઘણી લાંબી વિકેન્ડ રજાઓ મળવાની છે. 2026માં 10 જેટલા લાંબા વિકેન્ડ આવી રહ્યા છે, આ દરમિયાન તમે પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવા જઇ શકો છો, જ્યાં 2025માં જઇ શક્યા નથી. અહીં વર્ષ 2026ના લાંબા વિકેન્ડની મહિના મુજબ યાદી આપી છે, જેનાથી તમે ટુર પ્લાનિંગ, ફેમિલી ટાઇમ સ્પેન્ડિંગ કરવા માટે પ્લાન બનાવવામાં સરળતા રહેશે.
Advertisment
Long Weekends List 2026 : લાંબા વિકેન્ડની મહિના પ્રમાણે યાદી
જાન્યુઆરી 2026
- 24 જાન્યુઆરી, શનિવાર થી 26 જાન્યુઆરી સોમવાર
- કુલ રજા : 3 દિવસ
- અવસર : પ્રજાસત્તાક દિવસ, સોમવાર + વિકેન્ડ
ફેબ્રુઆરી - માર્ચ 2026
- 28 ફેબ્રુઆરી, શનિવાર થી 4 માર્ચ બુધવાર
- કુલ રજા : 5 દિવસ
- તહેવાર : હોળી, બુધવાર
- સોમવાર અને મંગળવારની રજા લેવાથી 5 દિવસનું મિની વેકેશન મળી જશે.
એપ્રિલ 2026
- 3 એપ્રિલ, શુક્રવાર – 5 એપ્રિલ, રવિવાર
- કુલ રજા : 3 દિવસ
- તહેવાર : ગુડ ફ્રાઇડે
- નાના વિકેન્ડ પ્લાન માટે ઉત્તમ તક મળશે.
Advertisment
મે 2026
- 1 મે, શુક્રવાર – 3 મે, રવિવાર
- કુલ રજા : 3 દિવસ
- તહેવાર : બુ્દ્ધ પૂર્ણિમા
- ઉનાળાની શરૂઆતમાં જ લાંબું વિકેન્ડ
ઓગસ્ટ 2026
- 15 ઓગસ્ટ, શનિવાર – 16 ઓગસ્ટ, રવિવાર
- કુલ રજા : 2-3 દિવસ
- તહેવાર : સ્વતંત્રતા દિવસ, શનિવાર
- તમે 14 ઓગસ્ટ શુક્રવારની રજા લઇ 3 દિવસનું મિનિ વેકેશન માણી શકો છો.
ઓક્ટોબર 2026
- 2 ઓક્ટોબર, શુક્રવાર થી – 4 ઓક્ટોબર, રવિવાર
- કુલ રજા : 3 દિવસ
- તહેવાર : ગાંધી જયંતિ, શુક્રવાર
- ત્રણ દિવસના મિનિ વેકેશનમાં બહાર ગામ ફરવા જઇ શકાય છે.
ઓક્ટોબર 2026
- 17 ઓક્ટોબર, શનિવાર થી 21 ઓક્ટોબર, બુધવાર
- કુલ રજા : 5 દિવસ
- તહેવાર : દશેરા
- 2 દિવસની રજા લઇ લાંબા 5 દિવસનું લોંગ વિકેન્ડ માણવા મળશે.
નવેમ્બર 2026
- 7 નવેમ્બર, શનિવાર થી 9 નવેમ્બર સોમવાર
- કુલ રજા : 3 દિવસ
- તહેવાર : દિવાળી
- તહેવારની સીઝનમાં આરામ અને પરિવાર સાથે સમય ગાળો.
ડિસેમ્બર 2026
- 25 ડિસેમ્બર, શુક્રવાર – 27 ડિસેમ્બર રવિવાર
- કુલ રજા : 3 દિવસ
- તહેવાર : ક્રિસમસ
- વર્ષના અંતમાં મિનિ ટુર પ્લાન બનાવી શકાય છે.
Travel Planning Tips : ટ્રાવેલ પ્લાનિંગ ટીપ્સ
2026માં ઉપલબ્ધ આ લોંગ વિકેન્ડ પ્રવાસ કે બહાર ફરવા માટે ઉત્તમ તક છે. ટ્રેન, વિમાન અને હોટલ બુકિંગ એડવાન્સમાં કરાવી લો, કારણ કે તહેવારો અને વિકેન્ડમાં ભાડાં વધી જાય છે. જો ફરવા જવાનો પ્લાન ન હોય તો પરિવાર અને મિત્રો સાથે ઘરે ક્વોલિટી ટાઇમનો આનંદ માણો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us