/indian-express-gujarati/media/media_files/2026/01/27/low-cost-tips-to-keep-lips-soft-and-smooth-2026-01-27-15-14-46.jpg)
ઓછા ખર્ચે હોઠ નરમ અને મુલાયમ રાખવાની ટિપ્સ બ્યુટી ટિપ્સ લિપ માસ્ક ટિપ્સ લાઇફસ્ટાઇલ। low cost tips to keep lips soft and smooth lip care tips in gujarati Photograph: (Freepik)
Beauty Tips | જીવનશૈલી | હવામાન બદલાતાની સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. આપણા હોઠને સૌથી વધુ નુકસાન થાય છે. ઘણા લોકોના હોઠ ફાટવા લાગે છે, જ્યારે કેટલાકના હોઠમાંથી લોહી નીકળવા લાગે છે. આ સમસ્યા ઘણીવાર ખૂબ જ પીડાદાયક હોય છે. શરૂઆતમાં હોઠ ખૂબ જ ડ્રાય થવા લાગે છે, જો આ તબક્કે તેની સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા વધી જાય છે.
ડબલ સીઝનમાં જો તમારા હોઠ ફાટવા ફાટવાની સમસ્યા વધી ગઈ છે તો તમે આયુર્વેદિક ડોક્ટર પાસેથી ટિપ્સ જાણીને હોઠને ફરીથી નરમ અને ગુલાબી બનાવી શકો છો.
આયુર્વેદિક ડૉક્ટર મનોજ દાસે એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં જણાવ્યું હતું કે તમે તમારા કિચનમાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી લિપ માસ્ક બનાવી શકો છો. આનાથી તમારા હોઠનો કલર પણ સુધરશે. ડૉક્ટર ઘીનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે, જો તમને ગાયનું ઘી મળે તો તે વધુ સારું રહેશે.
ડૉ. મનોજ દાસ દ્વારા સૂચવેલા ઉપાય વિશે જાણો, જેની મદદથી તમે તમારા હોઠને નરમ અને ગુલાબી બનાવી શકો છો.
માત્ર એક ચમચી મધના ઉપયોગથી ખીલ અને ડાઘ દૂર, આ રીતે વસ્તુ સાથે મિક્ષ કરી લગાવો
લિપ માસ્ક બનાવાની ટિપ્સ
સામગ્રી
ગાયનું ઘી
બીટરૂટનો રસ
બદામ રોગન તેલ
લિપ માસ્ક બનાવાની રીત
આ બધી સામગ્રીને એકસાથે મિક્સ કરો. તમને ભેળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે, પરંતુ સતત હલાવતા રહેવાથી, તે સારી રીતે ભળી જશે. આનાથી લિપ માસ્ક બનશે. રાત્રે આ માસ્ક લગાવો અને ફેસવોશ કર્યા વિના સૂઈ જાઓ. બીજા દિવસે સવારે, તમારા હોઠ નરમ અને કુદરતી રીતે ગુલાબી દેખાશે. તમારા હોઠ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તમે આ માસ્કનો દરરોજ ઉપયોગ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us