Health Tips : તમારા ડાયટમાં આ 5 ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ વાળા ખોરાકનો કરો સમાવેશ, બ્લડ સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

Health Tips : ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયેટિશિયન એકતા સિંઘવાલે ઓછા ગયસેમિક ઇન્ડેક્સ વાળા ખોરાક (low glycemic index foods) ના મહત્વ પર પ્રકાશ પાડ્યો, તેમણે ડાયટમાં સમાવેશ કરવા માટે કેટલાક આ ઉત્તમ વિકલ્પોની ભલામણ કરી

Written by shivani chauhan
February 26, 2024 09:05 IST
Health Tips : તમારા ડાયટમાં આ 5 ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ વાળા ખોરાકનો કરો સમાવેશ, બ્લડ સુગર લેવલ રહેશે કંટ્રોલમાં
low glycemic index foods health tips gujarati news : લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફૂડ હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ

Health Tips : સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હેલ્થી ડાયટની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ ડાયટમાં ક્યાં ફૂડ નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ધરાવે છે તે વાતથી અજાણ હોય છે, દર્દીઓ જો નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) વાળા ખોરાકને સામેલ કરે નોંધપાત્ર લાભ થઈ શકે છે. અહીં જાણો,

ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયેટિશિયન એકતા સિંઘવાલે ઓછા જીઆઈ ખોરાકના મહત્વ પર પ્રકાશ પાડ્યો, તેમણે ડાયટમાં સમાવેશ કરવા માટે કેટલાક ઉત્તમ વિકલ્પોની ભલામણ કરી

low glycemic index foods health tips gujarati news
low glycemic index foods health tips gujarati news : લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફૂડ હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ

લો જીઆઈ (Low Glycemic Index) ને સમજવું

હેલ્થ એક્સપર્ટ અનુસાર, લો જીઆઈ ખોરાક એ છે કે જેનું સેવન કર્યા પછી લોહીમાં શર્કરાના સ્તરમાં ધીમે ધીમે અને નિયંત્રિત વધારો થાય છે.

શા માટે લો જીઆઈ વાળો ખોરાક પસંદ કરવો?

બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે: નીચા GI ખોરાક સ્થિર બ્લડ સુગર લેવલને પ્રોત્સાહન આપે છે,ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અથવા તેમની બ્લડ સુગરને અસરકારક રીતે સંચાલિત કરવા માંગતા લોકો માટે ફાયદાકારક.

એનર્જી જાળવી રાખે : ઓછી GI પસંદગીઓ એનર્જીનું સ્થિર પ્રકાશન પ્રદાન કરે છે, એનર્જી ક્રેશને અટકાવે છે અને સમગ્ર દિવસ દરમિયાન સતત ધ્યાન અને પરફોર્મન્સને પ્રોત્સાહન આપે છે.

ભૂખ કંટ્રોલ કરે : આ ખોરાક ઘણીવાર ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ હોય છે, જે સંપૂર્ણતા અને સંતોષની લાગણીમાં ફાળો આપે છે, વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Cholesterol Control Tips : ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા સવારે આટલા હેલ્થી ડ્રિન્ક પીવો

5 ઉત્તમ લો જીઆઈ ફૂડ પસંદગી

હેલ્થ એક્સપર્ટ તમારા ડાયટમાં આ પાંચ ઓછા GI વિકલ્પોનો સમાવેશ કરવાની ભલામણ કર,

કઠોળ (મસૂર, ચણા) : ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર, કઠોળ પાચનને ધીમું કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સ્ટાર્ચ વગરની શાકભાજી (બ્રોકોલી, સ્પિનચ) : પોષક તત્વોથી ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ઓછી છે, આ શાકભાજી બ્લડ સુગરને સ્થિર રાખવા માટે આદર્શ છે.

આ પણ વાંચો: બીટી જ્યૂસ પીવાના 5 ફાયદા; જાણો અઠવાડિયામાં કેટલી વખત સેવન કરવું?, કોની માટે બીટરૂટ ઝેર સમાન છે?

ક્વિનોઆ : આ આખા અનાજમાં ઉચ્ચ ફાઈબર અને પ્રોટીન સામગ્રી છે, જે ઓછી જીઆઈ અને સતત ઊર્જા મુક્તિ આપે છે.

બદામ અને બીજ (બદામ, ચિયા સીડ્સ) : હેલ્થી ફેટ , પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ, બદામ અને બીજ ઓછા ગ્લાયકેમિક પ્રતિભાવમાં ફાળો આપે છે.

તમારા ડાયટમાં આ નીચા GI વિકલ્પોનો સમાવેશ કરીને, તમે અસંખ્ય સ્વાસ્થ્ય લાભોનો મેળવી શકો છો, જેમાં બ્લડ સુગર મેનેજમેન્ટ કરવું, વેઇટ મેનેજમેન્ટ સપોર્ટ અને એકંદર સુખાકારીનો સમાવેશ થાય છે. યાદ રાખો, રજિસ્ટર્ડ ડાયેટિશિયન અથવા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવાથી તમને વ્યક્તિગત ડાયટ પ્લાન બનાવવામાં મદદ મળી શકે છે જે તમારી ચોક્કસ જરૂરિયાતો અને હેલ્થ લક્ષ્યોને પૂર્ણ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ