વિશ્વભરમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર છે. ભારતમાં ફેફસાનું કેન્સર તમામ પ્રકારના કેન્સરમાં 5.9% અને કેન્સર સંબંધિત મૃત્યુમાં 8.1% હિસ્સો ધરાવે છે. ફેફસાના કેન્સરવાળા દર્દીઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ લગભગ 80% છે. તેને ધ્યાનમાં રાખી આ ઇવેન્ટની શરૂઆત વર્ષ 1995માં ફેફસાના કેન્સરની જાગૃતિ ફેલાવવા માટે થઇ હતી.
શું છે ફેફેસાનું કેન્સર?
શરીરના કોષો હંમેશા વિભાજિત થતા રહે છે અને વધતા રહે છે. કેન્સર એ એક રોગ છે જેમાં કેટલાક કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થવાનું શરૂ કરે છે અને સમૂહમાં વૃદ્ધિ પામે છે, જેને ટ્યુમર પણ કહેવાય છે. આ ટ્યુમર કોઈપણ અંગ અથવા પેશીઓમાં શરૂ થઈ શકે છે. ફેફસાનું કેન્સર ફેફસાના ભાગમાં શરૂ થાય છે. ત્યાંથી આ કેન્સર તમારી લસિકા ગાંઠો અથવા અન્ય અંગોમાં ફેલાઈ શકે છે.
મુખ્ય કારણો ક્યાં હોઇ શકે?
લગભગ 80% થી 90% ફેફસાના કેન્સરનું કારણ ધૂમ્રપાન છે. ફેફસાના કેન્સરને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે શક્ય તેટલી વહેલી તકે ધૂમ્રપાન છોડવું અથવા ક્યારેય શરૂ જ ન કરવું. ફેફસાના કૅન્સરના શરૂઆતમાં કોઈજ લક્ષણો જણાતા નથી. ધૂમ્રપાનએ ફેફસાના કેન્સરનું મુખ્તવે કારણ છે અને અન્ય તમાકુ ઉત્પાદનોનું ધૂમ્રપાન પણ એક મોટું જોખમ ઉભું કરે છે. તમાકુના ધુમાડામાં હજારો બિનઆરોગ્યપ્રદ રસાયણો હોય છે. જ્યારે તમે ધૂમ્રપાન કરો છો ત્યારે તમે તમારા ફેફસામાં સીધા જ આ ઝેરી મિશ્રણમાં શ્વાસ લો છો. જે ફેફસા માટે હાનિકારક છે. તે તમારી આસપાસના લોકો માટે પણ ખતરનાક છે કારણ કે પેસિવ સ્મોકિંગ પણ ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે.
ફેફસાના લક્ષણો
સતત કફ રહેવો, કફ સાથે લોહી આવવું.
છાતીમાં દુખાવો
થાક લાગવો
વજન ધીમે ધીમે ઘટવું
શ્વાસ લેવામાં તકલીફ પડવી
લંગ કૅન્સરના ઉપાય
સર્જરી
રેડિએશન થેરાપી
કિમોથેરાપી
સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયોથેરાપી
ટાર્ગેટેડ ડ્રગ થેરાપી
ઇમ્યુનોથેરાપી
પેલીએટીવ કેર
એરોબિક કસરત અને યોગા
ચાલવું , દોડવું અને જમ્પિંગ
બેરી, બ્રોકોલી, ટામેટાં, અખરોટ, દ્રાક્ષ અને અન્ય શાકભાજી, ફળો અને બદામ જે એન્ટી કેન્સર ફૂડ તરીકે ઓળખાય છે.