બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) 58 વર્ષની છે. 58 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માટે અભિનેત્રી પ્લાન્ટ આધારિત ડેરી પ્રોડક્ટસ પર આધાર રાખે છે, જેમાં કેલરી ઓછી હોય છે અને વિટામિન્સ ભરપૂર હોય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના યુટ્યુબ ચેનલ દ્વારા તેના ચાહકોને એક સ્મૂધી વિશે જણાવ્યું જે સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે ખૂબ જ સારી છે.
કામ કરતી વખતે કે વ્યસ્ત હોવા છતાં સ્વસ્થ ખાવું અને હેલ્થી લાઇફસ્ટાઇલ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટારે કહ્યું કે અનહેલ્ધી ખોરાક પસંદ કરવાને બદલે મુસાફરી દરમિયાન ખાઈ શકાય તેવા કેટલાક હેલ્ધી ફૂડ પસંદ કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો.
માધુરી દીક્ષિત સ્મૂથી (Madhuri Dixit Smoothie)
માધુરી દીક્ષિતની આ સ્મૂધી રાત્રે બનાવી શકો છો અને બીજા દિવસે તમારી ટ્રાવેલ કરો છો તો લઇ જઈ શકો છો. ભૂખ લાગે તો નાસ્તો ટાળવાનો આ એક સ્વસ્થ રસ્તો છે. અભિનેત્રી એમ પણ કહે છે કે આ સ્મૂધી ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. આ સ્મૂધી સુગર ઉમેર્યા વિના બનાવવામાં આવે છે. પ્રોટીન પાવડર ઉમેરવાથી સ્નાયુઓનું સ્વાસ્થ્ય અને તૃપ્તિ જાળવવામાં મદદ મળી શકે છે. માધુરીએ કહ્યું કે આ સ્મૂધી વર્કઆઉટ પછી અથવા નાસ્તામાં પી શકાય છે.
આ પણ વાંચો: યુવાન ત્વચા માટે કેરીના પાનનો ફેસ પેક આ રીતે બનાવો, ચમકી જશો!
સ્મૂધી રેસીપી (Smoothie Recipe)
બ્લેન્ડરના જારમાં 2 કપ ફ્રોઝન ફ્રૂટ ઉમેરો, જે રાસબેરી, સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી, કોઈપણ ઉમેરી શકો છો. અડધો કપ ઓટમિલ્ક, બદામનું દૂધ, અથવા તમારી પસંદગીનું કોઈપણ દૂધ ઉમેરો. સ્મૂધીમાં પ્રોટીન માટે તેમાં ૧ સ્કૂપ અથવા અડધો સ્કૂપ પ્રોટીન પાવડર ઉમેરો. સુગર ઉમેરવાની જરૂર નથી. ફળોમાં પૂરતી મીઠાશ હોય છે.
આ એક ઉત્તમ હેલ્ધી નાસ્તો છે, જો તમે ઈચ્છો તો તેમાં થોડી બદામ ઉમેરી શકો છો. આ સ્મૂધી તમે આખો દિવસ પીય શકો છો. અભિનેત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે જો તમે સ્મૂધી ન બનાવી શકો, તો તમે મિશ્ર બદામ અથવા ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો.





