Mag dal vadi recipe: શું તમે પણ પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ જમવાનું શોધી રહ્યા છો? તો આ વડી નું શાક જરૂર ટ્રાય કરજો ! જ્યારે તમે વિચારતા હો કે જમવામાં શું બનાવવું, ત્યારે આ સરળ અને ઝટપટ બનતું વડી નું શાક એ સરસ ઓપ્શન છે! પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ, આ શાક માત્ર પૌષ્ટિક જ નહીં પણ ખૂબ જ મઝેદાર પણ છે.
મગ દાળ વડીનું શાક (mag ni dal ni vadi nu shaak) જલ્દી બની જાય છે, એના માટે તમારે ઇન્સ્ટન્ટ ફ્રેશ મગની દાળની વડી પહેલા બનાવવી પડશે, આ શાક ખુબજ ટેસ્ટી બને છે અને હેલ્ધી ઓપ્શન પણ છે, શેફ મેઘના કામદારએ અહીં મગ ની દાળ ની વડી નું શાક બનાવાની રેસીપી આપી છે.
મગ દાળ વડીનું ઇન્સ્ટન્ટ શાક રેસીપી
સામગ્રી:
- 1 કપ પલાળેલી મગની દાળ
- 1 નાનો આદુનો ટુકડો
- 2 લીલા મરચાં (સ્વાદ મુજબ)
- મીઠું (સ્વાદ મુજબ)
- 1 મોટો ચમચો તેલ
- 1 નાની ચમચી જીરું
- ચપટી હિંગ
- 2-3 ઝીણા સમારેલા લસણની કળી
- 1ઝીણી સમારેલી ડુંગળી
- લાલ મરચું પાવડર (સ્વાદ મુજબ)
- 1/2 નાની ચમચી હળદર પાવડર
- 1 નાની ચમચી ધાણા પાવડર
- 4 મધ્યમ કદના ટામેટાની પ્યુરી
- 1/2 કપ તાજા લીલા વટાણા
- 1 કપ પાણી
- સજાવટ માટે સમારેલી કોથમીર

મગ ની દાળ ની વડીનું ઇન્સ્ટન્ટ શાક રેસીપી
મગ દાળ વડીનું ઇન્સ્ટન્ટ શાક બનાવાની રીત
- સૌ પ્રથમ પલાળેલી મગની દાળ, આદુ અને લીલા મરચાંને ભેગા કરીને મુલાયમ ખીરું બનાવી લો અને તેને ફીણીને હવાદાર કરો.
- ખીરાના નાના ભાગોને 10 મિનિટ માટે વરાળમાં બાફી લો.
- શાક બનાવવા માટે, તેલ ગરમ કરો, જીરું, હિંગ, લસણ, ડુંગળી અને મીઠું ઉમેરીને સોનેરી બદામી થાય ત્યાં સુધી સાંતળો.
- મસાલા અને ટામેટાની પ્યુરી ઉમેરીને એકણસરસ ખુશ્બુ આવે થાય ત્યાં સુધી પકાવો.
- લીલા વટાણા, પાણી ઉમેરો અને બાફેલી વડીઓને ધીમેથી મિક્સ કરો. ધીમા તાપે ઉકળવા દો. છેલ્લે તાજી કોથમીરથી સજાવો!
- આ સ્વાદિષ્ટ વડી અને મટરનું શાક ગરમ રોટલી સાથે પીરસો અને પૌષ્ટિક શાકનો રોટલી સાથે આનંદ માણો.





