Maggie Side Effects: મેગી ખાનાર સાવધાન, આ 5 બીમારી થવાનું જોખમ, જાણો સ્વાસ્થ્ય માટે કેવી રીતે નુકસાનકારક છે

મેગી ખાવાની સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો : મેગા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે જો કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, મેગીમાં પ્રિઝર્વેટિવ્સ, હાઈ સોડિયમ અને રિફાઇન્ડ લોટ હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

Written by Ajay Saroya
August 12, 2025 12:19 IST
Maggie Side Effects: મેગી ખાનાર સાવધાન, આ 5 બીમારી થવાનું જોખમ, જાણો સ્વાસ્થ્ય માટે કેવી રીતે નુકસાનકારક છે
Maggie Side Effects on Health : મેગી વધુ પડતી ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. (Photo: Freepik)

Maggie Side Effects On Health : મેગી ખાવી નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓને ગમે છે. હવે ઘરે 5 મિનિટમાં બની જતી મેગી બહાર લારીઓ અને હોટેલમાં પણ વેચાય છે. મેગી ફટાફટી બની જતી હોવાથી દરેક ઉંમરના લોકોમાં ફેવરિટ બની ગયો, પરંતુ ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવતી મેગીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, મેગીમાં પ્રિઝર્વેટિવ્સ, હાઈ સોડિયમ અને રિફાઇન્ડ લોટ હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ કે મેગી ખાવીથી ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે.

કન્નૌજની સરકારી મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.કૈલાશ સોનીએ જણાવ્યું હતું કે, મેગી ખાવી ઘણા લોકોને ગમે છે, પરંતુ 2 મિનિટમાં બનેલી મેગીના ગેરફાયદા પણ ઘણા છે. વધુ પડતી મેગી ખાવાથી તમે ઘણા રોગોનો ભોગ બની શકો છો.

હાઈ બ્લડ પ્રેશર

મેગીમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અને શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય ત્યારે બ્લડપ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશરથી હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આ સાથે વધુ મેગી ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી શકે છે.

સ્થૂળતા

મેગીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી વજન વધી શકે છે, કારણ કે મેગીમાં લોટ હોય છે અને જે વધારે ખાવાથી શરીરમાં ફેટ જમા થાય છે, જેનાથી શરીરનું વજન વધવાની સંભાવના વધી જાય છે.

પાચનતંત્રની સમસ્યા

મેગી મોટાભાગે મેંદાના લોટ માંથી પણ બને છે, જેના કારણે તે પેટના આંતરડામાં ચોંટી જાય છે. મેંદા અને પ્રિઝર્વેટિવ્સ પચવામાં સમય લે છે. મેગી વધારે ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.

ડાયાબિટીસ નું જોખમ

મેગી જેવા પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન બ્લડ સુગર લેવલને અસ્થિર કરી શકે છે. લાંબા ગાળે તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

કિડનીની સમસ્યાઓ

મેગીમાં હાજર લેડના વધુ પડતા સેવનથી કિડની ડેમેજ થવાનો ખતરો વધી જાય છે. ઉચ્ચ સોડિયમ અને એડિટિવ્સ કિડની પર દબાણ લાવે છે. આ કિડનીના કાર્યને અસર કરી શકે છે અને કિડનીના રોગનું જોખમ વધારી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ