/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Misal-Pav-Recipe.jpg)
Misal Pav Recipe: મીસલ પાવ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. (Photo : Social Media)
Maharashtra Famous Food Misal Pav Recipe: મહારાષ્ટની ઘણી વાનગી પ્રખ્યાત છે. જેમા વડાપાઉ, ભેલપુરી, ભાખર વડી દરેક વ્યક્તિએ ખાધી જ હશે. આ બધી વાનગીઓ વચ્ચે મીસલ પાવ એક ખાસ સ્થાન ધરાવે છે. કોલ્હાપુરી મીસલ પાવ હવે માત્ર મુંબઇ કે મહારાષ્ટ્રમાં જ નહીં સમગ્ર ભારતમાં મનપસંદ કરવામાં આવતી એક વાનગી છે. ખાસ કરીને તે લોકોને તીખ ખાવાનું ગમે છે તેમને મીસલ પાવ મજેદાર લાગે છે. મીસલ પાવ સાંજના નાસ્તા થી લઇ રાતના ડિનરમાં પણ ખાઇ શકાય છે. અહીં મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં મીસલ પાવ બનાવવાની સરળ રેસીપી છે.
મીસલ પાવ બનાવવાની સરળ રેસીપી પ્રખ્યાત શેફ કુણાલ કપૂરી પોતાના સોશિયલ મીડિયા પર શેર છે. શેફ કુણાલ કપૂરે 3 સ્ટેપમાં મીસલ પાવ બનાવવાની રીત સમજાવી છે. ચાલો જાણીયે મહારાષ્ટ્રીય સ્ટાઇલમાં તીખા તમતા મીસલ પાવ બનાવવાની રીત
મીસલ પાવ બનાવવા માટે સામગ્રી
અંકુરિત મઠ (મઠ સાથે મગ પણ વપારી શકાય છે)
ટામેટા , ડુંગળી, લસણ, આદું
સુકું નારિયેળ, સુકા લાલ મરચા, જીરું, ધાણા
જાયફળ, દાલચીની, મીઠા લીમડાના પાન
વરિયાળી, એલચી, હિંગ, ફુલ જાવંત્રી, કાળા મરી
લવિંગ, બાદીયા ,દગડ ફુલ
તીખું ચવાણું
મીસલ પાવ બનાવવાની રીત
- મીસલ પાવ બનાવવા માટે સૌથી પહેલા રાતે મઠ પાણીમાં પલાળી રાખો, ત્યાર પછી બીજા દિવસે સવારે પલાળેલા મઠ માંથી પાણી કાઢી તેને એક દિવસ કપડામાં બાંધી રાખો, જેથી અંકુરિત થઇ જશે. અંકુરિત કઠોળમાં પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે.
- જો તમને મઠ વધારે મનપસંદ ન હોય તો મઠ અને મગ બંને કઠોળ સરખા પ્રમાણમાં વાપરી શકાય છે.
- અંકુરિત મઠમાં એક ચમચી મીઠું અને હળદર નાંખી પ્રેશર કુકરમાં બાફી લો.
- મીસલ પાવ માટે ગરમ મસાલો તૈયાર કરો
- ગેસ પર એક પેનમાં બધા જ સુકા મસાલા શેકી લો. સુકા મસાલામાં સુંકું નારિયેળ, સુકા લાલ મરચા, જીરું, ધાણા, જાયફળ, દાલચીની, વરિયાળી, એલચી, ફુલ જાવંત્રી, કાળા મરી, લવિંગ, બાદીયા, દગડ ફુલ ને 5 થી 10 મિનિટ સુધી શેકી લો. આખા મસાલા ઠંડા થયા બાદ મિક્સર જારમાં બારીક પાઉડર બનાવી લો.
- મીસલ પાવ માટે ગ્રેવી બનાવવા ગેસ ચાલુ કરી એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો, તેમા હિંગનો તડકો લગાવો
- ત્યાર પછી સમારેલા ડુંગળી, ટામેટા, આદું, લસણ અને મીઠા લીમડાના પાન 5 મિનિટ સુધી સાંતળો,
- હવે તેમા ઘરે બનાવો ગરમ મસાલો, કાશ્મીરી મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું ઉમેરી 3 થી 5 મિનિટ સુધી સાંતળી લો.
- આ મસાલો સહેજ ઠંડો થયા બાદ મિક્સર જારમાં ગ્રેવી બનાવો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેમા ગ્રેવીને સહેજ ફ્રાય કરો.
- ત્યાર બાદ કુકરમાં બાફેલા અંકુરિત મઠ ઉમેરી 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને પકવવા દો. બાફેલા મઠનું પાણી પણ તેમા જ રેડી દેવું.
- મસાલોની તરી પર લાલ રંગ આવવા લાગે ત્યાં સુધી મીસલને પકવવા દો.
- હવે એક બાઉલમાં ગરમાગરમ મીસલ પર કોથમીરના પાન, લીંબનો રસ અને તીખું ચવાણું ઉમેરો. ફ્રેશ પાવ અને ઝીણી સમારેલી ડુંગળી સાથે મીસલ પાવ સર્વ કરો.
આ પણ વાંચો | રાતની વધેલી ખીચડી માંથી સવારના નાસ્તા માટે બનાવો 5 ટેસ્ટી વાનગી, નોંધી લો સરળ રેસીપી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us