Mahashivratri 2025: શંકર ભગવાનની પ્રિય મીઠાઈ કઈ છે? મહાશિવરાત્રિ પર પ્રસાદ માટે જરૂર બનાવો

Mahashivratri 2025: મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મુખ્ય તહેવાર છે. આવી સ્થિતિમાં, તમે ભોળાનાથને તેમની મનપસંદ મીઠાઈ બનાવી પ્રસાદ ધરાવી શકો છો. શિવજીની મનપસંદ મિઠાઇનું નામ અને બનાવવાની રીત જાણો

Written by Ajay Saroya
Updated : February 25, 2025 17:59 IST
Mahashivratri 2025: શંકર ભગવાનની પ્રિય મીઠાઈ કઈ છે? મહાશિવરાત્રિ પર પ્રસાદ માટે જરૂર બનાવો
Shiva Prasad Bhog Recipe: મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પ્રિય મીઠાઇ બનાવી પ્રસાદમાં ધરાવવી જોઇએ. (Photo: Social Media)

Mahashivratri 2025 Shiva Prasad Bhog Recipe: મહાશિવરાત્રિ ભગવાન શિવનો મુખ્ય તહેવાર છે. પંચાગ અનુસાર મહા વદ તેરસ તિથિ પર મહાશિવરાત્રિ ઉજવાય છે. આ વખતે 26 ફેબ્રુઆરી, 2025ના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ પર લોકો વ્રત ઉપવાસ કરે છે અને ભગવાન શંકરની ખાસ પૂજા અર્ચના અને ભોગ ધરાવવામાં આવે છે. આ વ્રતમાં લોકો ભગવાન શિવને વિવિધ પ્રકારની મીઠાઈ અને ફળે અર્પણ કરે છે.

શું તમને ખબર છે કે, ભગવાન શંકરની પ્રયિ મિઠાઇ કઇ છે? જો જવાબ ના છે, આવી સ્થિતિમાં, તમારે આ મીઠાઈઓ વિશે જાણવું જોઈએ અને પછી આ રેસીપી બનાવવાની ટ્રાય કરવી જોઇએ. ખાસ વાત એ છે કે સામાન્ય દિવસોમાં પણ લોકો આ મીઠાઇ બનાવતા રહે છે અને તેની રેસીપી ખૂબ જ સરળ છે. ચાલો જાણીયે

શંકર ભગવાનની પ્રિય મીઠાઈ કઈ છે?

માલપુઆ અને પેંડા શંકર ભગવાનની પ્રિય મીઠાઈઓમાંની એક છે. આ મીઠાઇ બનાવવી બહુ સરળ છે. અમુક ટિપ્સ અનુસરી તમે ઘરે સરળતાથી આ મીઠાઇ બનાવી શકો છો. આ બંને મીઠાઇ બનાવવા માટે તમારે વધારે મહેનત કરવી પડતી નથી, બસ ઘરમાં રહેલી અમુક વસ્તુઓની મદદથી તમે તેને સરળતાથી બનાવી ભગવાનને અર્પણ કરી શકો છો. તો જાણો ભોળાનાથની મનપસંદ મીઠાઈ બનાવવાની રેસીપી.

Malpua Recipe Ingredients : માલપુઆ બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, દૂધ, ઘી, ખાંડ, એલચી અને ડ્રાયફ્રૂટ્સ

Malpua Recipe : માલપુઆ બનાવવાની રીત

  • માલપુઆ બનાવવા માટે સૌ પ્રથમ ખીરું તૈયાર કરો
  • આ માટે સૌ પ્રથમ ઘઉંનો લોટ, સોજી અને દૂધ મિક્સ કરો.
  • તેમા એલચી, ડ્રાયફ્રૂટ્સ, કેળા અને ખાંડ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
  • બધી સામગ્રી બરાબર મિક્સ કરીને એક સરસ ખીરું તૈયાર કરો, જેનાથી માલપુઆ બનાવવામાં સરળતા રહે.
  • ત્યારબાદ એક પેન લો અને તેમાં થોડું ઘી ગરમ કરો.
  • હવે ઘીમાં ચમચ વડે બેટર માંથી નાના નાના માલપુઆ બનાવી ફ્રાય કરો
  • માલપુઆ બંને તરફથી બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં ફ્રાય કરો
  • માલપુઆ બરાબર ફ્રાય થઇ જાય એટલે ઘી માંથી બહાર કાઢી લો
  • માલપુઆ પર ડ્રાયફ્રૂટ્સના ટુકડા ગાર્નિશ કરી ભગવાનને ભોગ ધરાવો

Milk Peda Recipe : પેંડા બનાવવાની રેસીપી

  • પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇમાં દૂધનો માવો સહેજ ગરમ કરો
  • ત્યાર પછી તેમા એલચી પાઉડર સાથે ખાંડ નાંખી ઓગાળો
  • બધી સામગ્રી બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો
  • એક ગોળ બીબા વડે ગોળ આકારમાં પેંડા બનાવી તેના પર પીસ્તા અને બદામની કતરણ લગાવો
  • પેંડાને સેટ થવા માટે ફ્રીઝમાં મૂકો
  • પેંડા ભગવાનને પ્રસાદમાં ધરાવો અને ખાઓ

આ રીતે તમે પ્રસાદમાં આ બે ચીજ બનાવી પ્રસાદમાં ભગવાનને અર્પણ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ