Mahashivratri bhog thali: મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં આપેલી મખાના નાળિયર ખીર રેસીપી જાણી ભગવાન શિવ માટેની ભોગ થાળીને સ્પેશિયલ બનાવો.
આ અવસરે લોકોના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે. લોકો માલપુઆ બનાવે છે, ભગવાન શિવ માટે ખીર બનાવે છે. ભોગમાં આ ખીર ચઢાવ્યા બાદ ભક્તો પોતે પણ તેને ખાય છે. વાત એમ છે કે આ ખીરમાં અનાજ નથી એટલે જે લોકો ફળ ખાય છે તે પણ ખાઈ શકે છે. જાણો તેની રેસીપી.
મખાના નાળિયેર ખીરની રેસીપી સામગ્રી
- મખાના
- ખમણેલું કાચું નાળિયેર
- ખાંડ
- ઘી
- કેસર
- દૂધ
- કાજુ, બદામ અને કિસમિસ.
મખાના નાળિયેર ખીર કેવી રીતે બનાવવી
- મખાના નાળિયેર ખીર બનાવવા માટે તમારે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખીને મખાના નાખીને તળવાનું છે.
- પછી આ મખાનાને પીસી લો.
- હવે કાચા નારિયેળને છીણી લો.
- ત્યારબાદ એક વાસણમાં દૂધ ઉમેરો અને પછી તેમાં મખાના નાખીને સારી રીતે રાંધો.
- તેમાં ખમણેલું નાળિયેર ઉમેરો.
- દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને સારી રીતે રાંધો.
- હવે એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. ઘી નાખ્યા પછી તેમાં ખાંડ નાખીને થોડું પાણી નાખીને સારી રીતે ઓગાળી લો જેમ ખાંડની ચાસણી બને છે.
- હવે ખીર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં આ ખાંડની ચાસણી ઉમેરો.
- ઈલાયચીને ક્રશ કરીને પાવડર બનાવો અને પછી ખીરમાં મિક્સ કરો.
- સારી રીતે રાંધ્યા પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
- હવે તેમાં કેસર નાખી ખીરને પકાવીને ભોગ માટે સર્વ કરો.
આ પણ વાંચો – ભ્રામરી પ્રાણાયામથી કરો દિવસની શરુઆત, તણાવ દિવસભર રહેશે દૂર
આ ખીર ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે
આ ખીરની ખાસ વાત એ છે કે તે ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે. તમે તેને માત્ર ભગવાનને જ અર્પણ કરી શકતા નથી, પરંતુ જે લોકો આ ઉપવાસમાં ફક્ત ફળો ખાઇને રહેશે તેઓ પણ તેને ખાઈ શકે છે.
આ મહાશિવરાત્રી પર તમારે આ ખીર બનાવીને ખાવી જ જોઇએ. તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તેને ખાધા પછી તમને આ ખીરને વારંવાર બનાવવાનું ગમશે.આ ખીર બનાવવા માટે તમે મખાના ઉપરાંત અન્ય ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો.





