Makar Sankranti : તલ-ગોળના લાડુ કેવી રીતે બનાવવા? નોટ કરી લો આસાન રેસીપી

Makar Sankranti 2025 : મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવાનો પણ રિવાજ છે. આ માટે લોકો ખાસ કરીને તલ અને ગોળના લાડુ ખાવાનું પસંદ કરે છે. તલ-ગોળના લાડુ બનાવવાની એકદમ સરળ રેસીપી લઇને આવ્યા છીએ

Makar Sankranti 2025 : મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવાનો પણ રિવાજ છે. આ માટે લોકો ખાસ કરીને તલ અને ગોળના લાડુ ખાવાનું પસંદ કરે છે. તલ-ગોળના લાડુ બનાવવાની એકદમ સરળ રેસીપી લઇને આવ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
til gud ladoo recipe , Makar Sankranti

Makar Sankranti : આ ખાસ રેસીપી શેફ પંકજ ભદોરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે (P.C- @masterchefpankajbhadouria/Instagram)

Makar Sankranti Special : મકર સંક્રાંતિના તહેવારનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ વર્ષે તે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આ તહેવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

Advertisment

લોકો આ દિવસે પતંગ ઉડાડે છે, અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવે છે. આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ બધા ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવાનો પણ રિવાજ છે. આ માટે લોકો ખાસ કરીને તલ અને ગોળના લાડુ ખાવાનું પસંદ કરે છે.

આવી સ્થિતિમાં અમે તમારા માટે લાવ્યા તલ-ગોળના લાડુ બનાવવાની એકદમ સરળ રેસીપી લઇને આવ્યા છીએ. આ ખાસ રેસીપી શેફ પંકજ ભદોરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ રેસીપીમાંથી લાડુ બનાવવા માટે તમારે માત્ર 3 વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓમાંથી લાડુ બનાવવામાં તમને માત્ર 15 થી 20 મિનિટનો સમય લાગવાનો છે. તો ચાલો જાણીએ તલ-ગોળના લાડુ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.

આ સામાન તૈયાર કરો

  • તલ-ગોળના લાડુ બનાવવા માટે તમારે માત્ર 2 કપ સફેદ તલની જરૂર પડે છે.
  • 2 કપ ગોળ
  • 2 થી 3 ચમચી દેશી ઘીની જરૂર પડશે.
Advertisment

આ પણ વાંચો - મોઢા માથી આવે છે ખરાબ વાસ તો 90 સેકન્ડ સુધી કરો આ આસાન કામ, મળશે ફ્રેશ શ્વાસ

તલ-ગોળના લાડુ કેવી રીતે બનાવવા?

  • આ માટે સૌ પ્રથમ એક કડાઇમાં સફેદ તલ નાખીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરો. આ પછી તલને એક બાઉલમાં અલગ કરી ઠંડા કરી લો.
  • આ દરમિયાન બે કપ ગોળ છીણી લો.
  • હવે એક કડાઇમાં એક ચમચી ઘી ગરમ કરો અને પછી તેમાં છીણેલો ગોળ મેળવી ઓગાળી લો.
  • ગોળ બરાબર પીગળી જાય અને તે સહેજ ઉકળે એટલે તેમાં તૈયાર કરેલા તલ મેળવી સારી રીતે હલાવીને મિક્સ કરી લો.
  • 2 મિનિટ સુધી સતત હલાવતા રહ્યા બાદ કડાઇમાં 2 ચમચી ઘી ઉમેરી ફરી એકવાર ત્રણેય વસ્તુઓ બરાબર મિક્સ કરી લો.
  • ઘી, ગોળ અને તલ મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી તૈયાર કરેલા મિશ્રણને બીજા વાસણમાં લઇ લો.
  • આ પછી હળવા પાણીથી તમારા હાથ ભીના કરો અને તૈયાર મિશ્રણમાંથી થોડું-થોડું લઇને અને તરત જ તેના લાડુ બનાવો.
  • આમ કરવાથી તમારા તલ અને ગોળના લાડુ તૈયાર થઈ જશે, જેનો સ્વાદ તમારા ઘરના લોકોને પસંદ પડશે.
મકર સંક્રાંતિ ઉત્તરાયણ જીવનશૈલી