બીઝી લાઈફ સ્ટાઇલમાં આપણે હંમેશા ઝડપી(Instant) અને હેલ્થી નાસ્તાના ઓપ્શન શોધમાં હોઈએ છીએ જે પોષણ સાથે સમાધાન કર્યા વિના આપણી ક્રેવિંગને સંતોષે છે. અહીં એક એવી ઇઝી અને હેલ્થી રેસિપી શોધી છે જે ક્રેવિંગને સંતોષવામાં મદદ કરશે.
રોશની ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર મખાના ચાટની રેસીપી શેર કરી હતી, થોડી સામગ્રી, સરળ, હેલ્થી અને સ્વાદિષ્ટ સ્વાદ ધરાવતી આ મખાના ચાટ સાંજની ભૂખ સંતોષવા માટે યોગ્ય ઉકેલ છે.
સામગ્રી : મખાના,સ્પ્રાઉટ મગ ,લીલું મરચું, ટામેટા, ડુંગળી, લીંબુનો રસ, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું
મેથડ :
- મખાનાને ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી ઘીમાં શેકી લો.
- મખાનામાં બાફેલા સ્પ્રાઉટ્સ અથવા ચણા ઉમેરો.
- સમારેલા લીલા મરચા, ટામેટા અને ડુંગળી ઉમેરો.
- હવે તેના પર થોડો લીંબુનો રસ છાંટવો.
- આ બધું ઉપર લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો નાખીને સાંતળો.
આ પણ વાંચો: Health Tips : શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો સલામત છે?
સ્ટેડફાસ્ટ ન્યુટ્રિશનના સ્થાપક અમન પુરીએ જણાવ્યું હતું કે મખાના ચાટ એક લોકપ્રિય નાસ્તો છે અને તેના સ્વાસ્થ્ય લાભો અને યુનિક સ્વાદ માટે ભારતીય ઘરોમાં ખૂબ જ સામાન્ય છે. મખાના ચાટના મુખ્ય ફાયદા તેના પોષક મૂલ્યથી પ્રાપ્ત થાય છે. આ અતિ-સરળ અને સ્વાદિષ્ટ ચાટ ફાઇબર, પ્રોટીન અને આવશ્યક ખનિજોથી ભરપૂર છે અને તેને આરોગ્યપ્રદ પસંદગી બનાવે છે. મખાનામાં ચરબી અને કેલરીની માત્રા ઓછી છે, જેથી તે વેઇટ લોસ માટે એક આદર્શ વિકલ્પ ઓપ્શન છે.
નિષ્ણાતે કહ્યું કે તે એક યુનિક રેસિપીછે કારણ કે તેને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ શાકભાજી, મસાલા અને ચટણી સાથે તૈયાર કરી શકાય છે.
આ પણ વાંચો: Monsoon Health : ચોમાસા દરમિયાન આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારી સુખાકારી વધારી શકે, જાણો ટીપ્સ
પુરીએ જણાવ્યું હતું કે, “મખાના ચાટમાં વધારે ફાઇબરએ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતને ટાળે છે . કાળું મીઠું અને જીરું જેવા અન્ય મસાલા પેટનું ફૂલવું અને એસિડિટીની સમસ્યાઓમાં મદદ કરી શકે છે.”
જેઓ હેલ્થી નાસ્તો શોધી રહ્યા છે તેઓ માને છે કે મખાના ચાટ બેસ્ટ ઓપ્શન છે. સ્વાદિષ્ટ ફ્લેવર, ક્રન્ચી ટેક્સચર અને પોષક લાભોનું કોમ્બિનેશન આ નાસ્તો તમે દિવસના કોઈપણ સમયે ખાય શકો છો.





