Malpua Recipe: માલપુઆ રેસીપી, સોજી મેંદા માંથી બનાવો રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઇ, દરેકને ખાવી ગમશે

Malpua Recipe In Gujarati : માલપુઆ પ્રખ્યાત મીઠાઇ છે. જો તમને પણ કંઈક મીઠું ખાવાનું મન હોય તો ઘરે સોજી અને મેંદા માંથી માલપુઆ બનાવી શકાય છે. અહીં તેઓ બજાર કરતા વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી માલપુઆ બનાવવાની સરળ રીત આપી છે.

Malpua Recipe In Gujarati : માલપુઆ પ્રખ્યાત મીઠાઇ છે. જો તમને પણ કંઈક મીઠું ખાવાનું મન હોય તો ઘરે સોજી અને મેંદા માંથી માલપુઆ બનાવી શકાય છે. અહીં તેઓ બજાર કરતા વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી માલપુઆ બનાવવાની સરળ રીત આપી છે.

author-image
Ajay Saroya
New Update
Malpua recipe | malpua recipe with suji rava and maida | homemade Malpua Recipe | Rajasthan Famous Sweet Malpua recipe

Rajasthan Famous Sweet Malpua recipe : માલપુઆ રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઇની વાનગી છે. (Photo: Social Media)

Malpua Recipe In Gujarati : મીઠાઇ આવી દરેક વ્યક્તિને ગમે છે. મીઠાઇમાં શીરો, હલવો, લાડુ, ગુલાબ જાંબુ સહિત ઘણી વાનગીઓ આવે છે, જે ઘરે પણ સરળતાથી બને છે. જો તમને યુનિક મીઠી ચીજ ખાવાની ઇચ્છા છે અથવા શીરો હલવો કે સુખડી ખાઇને કંટાળી ગયા છો, તો તમે સોજી મેંદાના માલપુઆ ટ્રાય કરી શકાય છે. અહીં બજાર જેવા ટેસ્ટી માલપુઆ બનાવવાની રીત જણાવી છે.

Advertisment

હકીકતમાં, બજારના માલપુઆ કેટલીકવાર બહુ મીઠા હોય અને ખાધા પછી પેટમાં ભારેપણું જેવું લાગે છે. જ્યારે ઘરે બનેલા માલપુઆ બહારથી સહેજ ક્રંચી અને અંદરથી નરમ હોય છે. સ્વસ્થપ્રદ હોવાની સાથે સાથે તે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે અને ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે.

માલપુઆ બનાવવા માટે સામગ્રી

  • 1 કપ સોજી
  • 1/2 કપ મેંદો
  • 2 કપ દૂધ,
  • 2 ચમચી ખાંડ
  • અડધી ચમચી વરિયાળી પાવડર
  • 1 ચમચી એલચી પાવડર,
  • 2 મોટા ચમચા દહીં
  • તળવા માટે દેશી ઘી
  • પાણી

Rajasthan Famous Sweet Malpua Recipe : માલપુઆ બનાવવાની રીત

માલપુઆનું ખીરું તૈયાર કરો

માલપુઆ બનાવવા માટે સૌથી પહેલા તેનું ખીરું બનાવો. એક મોટા બાઉલમાં સોજી, લોટ, દહીં અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. તે પછી, તેમાં દૂધ ઉમેરો અને ખીરું તૈયાર કરો. એક વાત ધ્યાનમાં રાખો માલપુઆનું ખીરું અતિશય કઠણ કે ઢીલું ન રાખવું. હવે તેમાં વરિયાળી પાવડર અને એલચી પાવડર ઉમેરો અને તેને લગભગ અડધા કલાક સુધી ઢાંકી રાખો.

Advertisment

માલપુઆ માટે ચાસણી બનાવો

માલપુઆ માટે ચાસણી બનાવવી પણ જરૂરી છે. એક વાસણમાં પાણી અને ખાંડ નાખો અને તેને ગેસ પર મૂકો. ચાસણીને થોડી વાર માટે હલાવતા રહો. ખાંડ ઓગળીને જાડી ચાસણી બની જાય પછી ગેસ બંધ કરી દો.

આ પણ વાંચો | સ્વાસ્થ્યનો ખજાનો છે ABC જ્યુસ, શેફ સંજીવ કપૂર પાસેથી જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત અને પીવાના ફાયદા

માલપુઆ બનાવો

હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો. સોજી મેંદાો ખીરો સારી રીતે ફેટી લો, પછી ચમચ વડે ગરમ ઘીમાં નાંખો. માલપુઆ જાતે જ ગોળાકાર આકારમાં ફેલાય જશે. ગેસ પર મધ્યમ તાપે બંને બાજુથી શેકી લો. માલપુઆ બરાબર તળાય જાય પછી તેને ખાંડની ચાસણીમાં નાંખો અને તેને બે મિનિટ પછી કાઢી લો. આમ રીતે ઘરે સરળતાથી ક્રિસ્પી માલપુઆ બનાવી શકાય છે.

ભોજન રેસીપી જીવનશૈલી