કેરી માંથી ઘરે બનાવો આ ટેસ્ટી ડેઝર્ટ, એક વાર ખાસો તો આઇસક્રીમ અને પેસ્ટ્રી ભૂલી જશો, જાણો રેસીપી

Mango Bread Dessert Recipe : કેરી અને બ્રેડમાંથી બનેલી આ મીઠાઇ ખાધા બાદ તમે રસ મલાઈ અને આઈસ્ક્રીમ પણ ભૂલી જશો. ખાસ વાત એ છે કે, આ ટેસ્ટી ડેઝર્ટ તમે ઘરે જ ઓછી સામગ્રીમાં સરળતાથી બનાવી શકો છો.

Written by Ajay Saroya
May 03, 2024 23:14 IST
કેરી માંથી ઘરે બનાવો આ ટેસ્ટી ડેઝર્ટ, એક વાર ખાસો તો આઇસક્રીમ અને પેસ્ટ્રી ભૂલી જશો, જાણો રેસીપી
મેંગો બ્રેડ પુડિંગ ડેઝર્ટ (Photo - Canva | @craftastic1ksjr)

Mango Bread Dessert Recipe : ઉનાળામાં પણ આપણને મીઠાઈ ખાવાનું મન થાય છે, પરંતુ, ક્યારેક એવું લાગે છે કે આપણે કંઈક ઠંડુ ખાઈએ છીએ અને આપણે આઈસ્ક્રીમ તરફ વળી જઈએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી ડેઝર્ટ વિશે જણાવીશું જેને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ ડેઝર્ટને ખાતી વખતે એક વાર તમને રસ મલાઇની યાદ આવી જશે તો ક્યારેક તમને કેરીના આઇસક્રીમનો સ્વાદ પણ ખબર પડી જશે. ખાસ વાત એ છે કે તમે તેને ઘરે બનાવીને જાતે જ ખાઈ શકો છો, તેમજ ઘરે આવેલા મહેમાનોને પણ ખવડાવી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસીપી.

કેરી અને બ્રેડ માંથી મીઠાઈ બનાવવાની સામગ્રી

કેરી અને બ્રેડ માંથી આ ખાસ મીઠાઇ બનાવવા માટે નીચે મુજબ સામગ્રીની જરૂર પડશે.દૂધ – 2 કપબ્રેડ – 8ડ્રાયફ્રૂટ્સકસ્ટર્ડ પાવડરખાંડકેરીનો પલ્પ,ક્રીમઇલાયચી પાવડર

કેરી અને બ્રેડ માંથી મીઠાઈ બનાવવાની રેસીપી

કેરી અને બ્રેડ માંથી આ ખાસ મીઠાઈ બનાવવા માટે ગેસ પર 2 કપ દૂધ ગરમ થવા મૂકો.

તેમા ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.

હવે થોડું દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો, તેને દૂધમાં મિક્સ કરો.

આ મિશ્રણણાં એલચી પાવડર ઉમેરો.

હવે સૌથી છેલ્લે તેમાં મલાઇ કે ક્રીમ ઉમેરો.

આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

આ દરમિયાન આ મિશ્રણમાં કેરીનો પલ્પ કે જ્યૂસ ઉમેરો.

હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.

આ પણ વાંચો | બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી

હવે એક કાચનું વાસણ અથવા કેક સેટર જેવું કોઇ વાસણ લો. તેમાં 4 બ્રેડની કિનારી કાપી તેને વાસણમાં બરાબર પાથરી દો. હવે આ બ્રેડ પર કેરી અને દૂધમાંથી બનાવેલું મિશ્રણ તેની ઉપર ફેલાવી દો. સ્વાદ અને વધારવા માટે તેના પર ડ્રાયફ્રૂટ્સ મૂકો. હવે બાકીની 4 બ્રેડ આ મિશ્રણ મૂકો અને તેના પર ફરીથી કેરીનો પલ્પ રેડો. હવે ફરી તેના પર ડ્રાયફૂટ્સ વડે ગાર્નિશ કરો. હવે આ ડીશને ફ્રીઝરમાં મૂકી દો. તેને 4 થી 6 કલાક સુધી ફ્રીઝરમાં રાખો. ત્યારબાદ તેન બરાબર સ્લાસ કરી મહેમાનને સર્વ કરો. તો આ ઉનાળામાં તમે ઘરે જ મેંગો ડેઝર્ટ ટ્રાય કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ