/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/mangoes-summer-special-diet-fruits-why-mangoes-should-be-soaked-in-water-before-eating-summer-health-tips-3.jpg)
mangoes summer special diet fruits why mangoes should be soaked in water before eating : કેરી કેમ ખાતા પહેલા પાણીમાં પલાળવી જરૂરી ? (canva)
Mangoes : ઉનાળા (Summer) ની સીઝનની શરૂઆત થઈ છે. આ ઋતુ એટલે અસહ્ય ગરમીની ઋતુ! પરંતુ ઉનાળાની ખાસિયત એ છે કે કેરી (Mangoes) ઓ ભરપૂર આવે છે, જેમ કે દશેરી, કેસરથી માંડીને હાપુસ સુધી વિવિધ વેરાયટીઓની કેરી આવે છે. પરંતુ કેરીની હેલ્થ પર અસર, તે કૃત્રિમ રીતે પાકી છે કે કેમ તે કેવી રીતે ખબર પડે? અને તેને ખાઈ લેતા પહેલા એક કલાક માટે પાણીમાં પલાળી રાખવી કે કેમ? અહીં જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/mangoes-summer-special-diet-fruits-why-mangoes-should-be-soaked-in-water-before-eating-summer-health-tips-1.jpg)
જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડાયટિશિયન સુષ્મા પીએસએ જણાવ્યું હતું કે ''કેરીને માત્ર એક કલાક માટે પલાળી રાખવાથી ફાયટીક એસિડનું લેવલ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે, જે ખનિજના શોષણને અટકાવે છે. આ પ્રક્રિયા જરૂરી છે કારણ કે ફાયટીક એસિડ શરીરની આયર્ન, ઝીંક અને કેલ્શિયમ જેવા આવશ્યક ખનિજોને શોષવાની ક્ષમતામાં દખલ કરે છે, જે સમસ્યા ઉભી કરી શકે છે. કેરી પલાળીને 1-2 કલાક પલાળવાથી વધારાનું ફાયટીક એસિડ દૂર કરવામાં આવે છે, જે વધુ સારા પોષક તત્ત્વોના શોષણને પ્રોત્સાહન આપે છે.''
આ પણ વાંચો: આંખોની રોશની વધારવામાં મદદગાર છે ફળોનો રાજા કેરી? જાણો
પરંતુ જો તમારી પાસે એટલો સમય ન હોય, તો 25-30 મિનિટ માટે કેરીને પાણીમાં રાખવી જોઈએ. પલાળીને ન માત્ર પોષક તત્ત્વોના શોષણમાં વધારો કરે છે, પરંતુ તે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે.જેમ કે ખીલ, ત્વચાની સમસ્યાઓ, માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડા સંબંધિત સમસ્યા વગેરે.
દિલ્હી NUTR ના ક્લિનિકલ ડાયેટિશિયન લક્ષિતા જૈનએ જણાવ્યું કે, “આયુર્વેદ અને આધુનિક પોષણ બંને કેરીને ખાતા પહેલા પલાળી રાખવાનું સમર્થન કરે છે. આયુર્વેદમાં, કેરીને તેની મીઠાશ અને ઠંડકના ગુણો માટે મૂલ્ય આપવામાં આવે છે, જે શરીરની ગરમીને સંતુલિત કરી શકે છે. પલાળવાથી આ ગુણધર્મોમાં વધારો થાય છે અને હાઇડ્રેશનમાં વધારો કરતી વખતે પાચનમાં મદદ મળે છે.''
આ પણ વાંચો: Summer Diet : આ ‘આરબ’ રેસીપી ગરમી, થાક, કબજિયાતમાં આપી શકે રાહત, જાણો અહીં
આધુનિક પોષણના આધારે કેરીને પલાળવાથી તેમાં પાણીના પ્રમાણમાં વધારો થઈ શકે છે, તેને વધુ હાઈડ્રેટ કરી શકાય છે અને ટેક્સચર અને સ્વાદમાં સુધારો થાય છે, આ પ્રથા કેટલાક લોકો માટે પાચનમાં પણ મદદ કરી શકે છે. પરંતુ તમને યોગ્ય લાગે તેવી પદ્ધતિ પણ પસંદ કરી શકો છો.''
કેરીનો ઉપયોગ કરતા પહેલા વ્યક્તિગત પસંદગીઓ અને માનવામાં આવતા લાભો પર આધારિત છે. જો કે, યોગ્ય સ્વચ્છતાની ખાતરી કરવી જરૂરી છે અને કોઈપણ દૂષકોના જોખમને ઘટાડવા માટે ફળોને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. ફળને સાફ કરવા માટે પાણીથી યોગ્ય રીતે ધોવા જરૂરી છે.
આ ટિપ્સ અપનાવો :
કેરીને ધોઈ લો: કેરીની છાલ પરની ગંદકી અથવા કચરો દૂર કરવા માટે કેરીને ઠંડા પાણીની નીચે રાખો.
એક બાઉલમાં પાણીથી ભરો: જે કેરીને પલાળવા માગો છો તે હવે પૂરતો મોટો બાઉલ લો અને તેને ઠંડા પાણીથી ભરો.
કેરીને પલાળી દો: કેરીને પાણીના બાઉલમાં નાખ્યા પછી ખાતરી કરો કે તેઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે, તેને લાંબા સમય સુધી પલાળી રાખવાથી નરમ અને રસદાર ફળ મળી બને છે.
એકવાર પૂરતા પ્રમાણમાં પલાળ્યા પછી, કેરીને પાણીમાંથી નીકાળીને તેને સ્વચ્છ નેપકીનથી સાફ કરો.
પાકેલી કેરી કેવી રીતે ઓળખવી?
હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, પાકેલી કેરીને હળવા હાથે દબાવવાથી અને દાંડીના છેડે મીઠી સુગંધ આવે તેવી કેરી પસંદ કરવી જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us