Masala Bhakri Recipe: ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા ભાખરી રેસીપી, આ રીતે બનાવો 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહેશે

Gujarati Special Masala Bhakri Recipe: મસાલા ભાખરી જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેમના માટે ઉત્તમ વાનગી છે. અહીં 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહે તેવી ખાસ મસાલા ભાખરી બનાવવાની રેસીપી જણાવી છે.

Gujarati Special Masala Bhakri Recipe: મસાલા ભાખરી જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેમના માટે ઉત્તમ વાનગી છે. અહીં 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહે તેવી ખાસ મસાલા ભાખરી બનાવવાની રેસીપી જણાવી છે.

author-image
Ajay Saroya
New Update
masala bhakri recipe in gujarati | masala bhakri recipe | gujarati bhakhri banavani rit

Masala Bhakri Recipe In Gujarati : મસાલા ભાખરી બનાવવાની રીત. Photograph: (Social Media)

Masala Bhakri Recipe In Gujarati : ભાખરી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ઘણા લોકોના ઘરે સવારે નાસ્તામાં અથવા સાંજના ભોજન માટે ભાખરી જરૂર બને છે. સામાન્ય રીતે ઘરોમાં ઘઉંના જાડા લોટ માંથી ભાખરી બને છે, જે ચા કોફી અને શાક સાથે ખાવામાં આવે છે. અહીં ખાસ રીતે મસાલા ભાખરી બનાવવાની રેસીપી આપી છે, જે 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહે છે. આ મસાલા ભાખરી પ્રવાસમાં સાથે લઇ જઇ શકાય છે. મસાલા ભાખરીનો ક્રિસ્પી અને ક્રન્ચી સ્વાદ સૌને પસંદ આવે છે. ચાલો જાણીયે મસાલા ભાખરી બનાવવાની રેસીપી.

Advertisment

Masala Bhakri Recipe : મસાલા ભાખરી બનાવવા માટે સામગ્રી

  • ઘઉંનો લોટ : 2 વાટકી
  • ઘઉંનો કરકરો લોટ : 1 વાટકી
  • સોજી : 1/2 વાટકી
  • ચણાનો લોટ : 1/2 વાટકી
  • તેલ : 6 નાની ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • હળદર : અડધી ચમચી
  • ધાણાજીરું પાઉડર : 1 ચમચી
  • લાલ મરચું પાઉડર : 1 ચમચી
  • અજમો : 1/2 ચમચી
  • સફેદ તલ : 2 ચમચી
  • લીલું લસણ : 3 નાની ચમચી
  • લીલા મરચા આદુંની પેસ્ટ : 2 ચમચી
  • લીલી કોથમીર : 1 વાટકી

Masala Bhakri Recipe In Gujarati : મસાલા ભાખરી બનાવવાની રીત

મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકી ઘઉંનો કરકરો લોટ, અડધી વાટકી સોજી અને ચણાનો લોટ ઉમેરો, પછી તેમા 6 નાની ચમમી તેલનું મોણ ઉમેરો. હવે લોટને સારી રીતે મિક્સ કરી લો. મોણ બરાબર હશે તો જ ભાખરી સારી બને છે.

હવે લોટમાં બધા મીઠું, સફેદ તલ, અજમો, બધા મસાલા અને લીલી કોથમીર નાંખો. બધી સામગ્રી મિક્સ કરો. પછી ધીમે ધીમે પાણી ઉમેરી કડક લોટ બાંધો. ગરમ પાણી વડે લોટ બાંધવાથી લોટ સરસ રીતે બંધાય છે. લોટ બાંધ્યા બાદ તેને 10 મિનિટ ઢાંકીને રાખી મૂકો.

Advertisment

આ લોટ માંથી નાના લુઆ બનાવો. પાટલી પર વેલણ વડે જાડી અને નાની ભાખરી વણી લો. તમે એક મોટી રોટલી વણીને તેમાંથી કટર વડે એક સરખી નાની નાની ભાખરી પણ બનાવી શકો છે. એક સરખી ભાખરી જોવામાં પણ સરસ લાગે છે. ભાખરી વણી લીધા બાદ તેના પર ચમચી કે ચાકુ વડે નાના નાના નિશાન પાડે, તેનાથી ભાખરી અંદરથી સારી રીતે શેકાશે.

હવે ભાખરી શેકવા માટે ગેસ પર એક લોખંડની તવી ગરમ કરો. પહેલા બંને બાજુથી ભાખરીને કાચી પાકી શેકી લો. પછી તેના ઘી લગાડી ભાખરી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. ભાખરી ફુલે નહીં તેની માટે શેકતી વડે ચમચા દબાવો. આ રીતે બનાવેલી ભાખરી 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહે છે. પ્રવાસમાં જવા માટે આ મસાલા ભાખરી ઉત્તમ વાનગી છે. મસાલા ભાખરી ચા - કોફી અને અથાણાં દહીં સાથે પણ ખાઇ શકાય છે.

જીવનશૈલી ભોજન રેસીપી