Red Lentil for weight loss : જો તમે વધતા વજનથી પરેશાન છો તો સૌથી પહેલા તમારા આહારમાં ફેરફાર કરો. ડાયટમાં કેલેરી ઘટાડો અને વધુ પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો. તમે પ્રોટીન ડાયટનું સેવન કરીને તમારા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. પ્રોટીન ડાયટ ભૂખ ઘટાડે છે અને તમે ઓછી કેલરીનું સેવન કરો છો. પ્રોટીન ડાયટ ઘણી રીતે વેઇટ લોસ કરવામાં મદદરૂપ બને છે. ઘણા રિસર્ચ દર્શાવે છે કે, જ્યારે લોકો તેમના પ્રોટીનનું પ્રમાણ વધારે છે, ત્યારે તેઓ ઓછી કેલરી ખાવાનું શરૂ કરે છે. પ્રોટીન ડાયટ લેવાથી, ભૂખને કન્ટ્રોલ થાય છે અને તમે વધારે જમવાનું ટાળી શકો છો.
કઠોળ-દાળ પ્રોટિનનો ઉત્તમ સ્ત્રોત (How Much Protein In Masoor Dal)
કઠોળ-દાળ એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે જે આપણી ભોજનની થાળીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. કઠોળમાં અમુક કઠોળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળમાં મસૂરની દાળ વજન ઘટાડવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. દાળમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર અને ફોલિક એસિડ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે.
મસૂરનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત મળશે
જે લોકોની પાચનશક્તિ નબળી હોય અથવા આંતરડામાં ચેપ હોય તેમણે મસૂર દાળનું સેવન કરવું જોઈએ. હળવા પ્રકૃતિની, મસૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતથી રાહત આપે છે. ફાઈબરથી ભરપૂર, મસૂર ઝડપથી વજન ઘટાડે છે. તેમાં રહેલું ફોલિક એસિડ અલ્સરને દૂર કરે છે અને ચિકન પોક્સની સારવાર કરે છે. ચાલો જાણીએ મસૂર દાળ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
મસૂર – સુગરને કંટ્રોલ કરવામાં અસરકારક (Masoor Dal For Sugar Control )
જે લોકોનું બ્લડ શુગર લેવલ વધારે હોય તેમણે મસૂર દાળનું સેવન કરવું જોઈએ. મસૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું લેવલ ધીમે ધીમે વધે છે. મસૂર દાળનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે.
મસૂર દાળના સેવનથી શરીરનું વજન કન્ટ્રોલમાં રહેશે (Red Lentil for weight loss)
ફાઈબરથી ભરપૂર મસૂરનું સેવન કરવાથી શરીરના વજનને સરળતાથી ઘટાડી શકાય છે. આ કઠોળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ. તેનું સેવન કરવાથી વધુ ખાવાની ટેવ નિયંત્રણમાં રહે છે.
કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખે છે મસૂર (Masoor Dal For Cholesterol Control )
મસૂર દાળમાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ કઠોળ ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને હૃદયની બીમારીઓથી બચાવે છે.
આ પણ વાંચો | શું તમને મીઠાઈ ખાવાની ઈચ્છા છે? તો આ નવરાત્રિમાં ઘરે બનાવો આ ખાસ હેલ્થી ખીર,વજન ઘટાડવામાં પણ ફાયદાકારક
હાડકાંને મજબૂત કરે છે મસૂર (Masoor Dal Health Benefits)
મસૂરમાં રહેલું પ્રોટીન સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે અને શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર કરે છે.
દરરોજ કેટલી મસૂર દાળ ખાવી જોઈએ? (How Much To Eat Lentils In Day)
જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા અને વજન ઘટાડવા માટે મસૂરનું સેવન કરવા માંગો છો, તો તમે એક દિવસમાં 100 ગ્રામ દાળનું સેવન કરી શકો છો. યાદ રાખો કે આનાથી વધુ દાળનું સેવન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. વધુ પડતી મસૂર દાળ થવાથી ગેસની તકલીફ થઇ શકે છે. મસૂર દાળના સેવન કરવાથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે.