/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Masoor-Dal-Namkeen.jpg)
ફેમસ શેફ કુણાલ કપૂરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખૂબ જ સરળ રીત શેર કરી છે (P.C- @chefkunal/Instagram)
Masoor Dal Namkeen Recipe : ચાની સાથે કંઇક ક્રિસ્પી ખાવાનું હોય કે પછી પછી થોડો નાસ્તો કરવો હોય, આપણે ભારતીયો આ બંને પરિસ્થિતિઓમાં નમકીન પસંદ કરીએ છીએ. જોકે બજારમાં મળતા નાસ્તામાં પ્રિઝર્વેટિવ્સ અને વધુ તેલ હોવાને કારણે તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પસંદગી નથી. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે ઘરે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ દાળ નમકીન બનાવી શકો છો.
આ માટે ફેમસ શેફ કુણાલ કપૂરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખૂબ જ સરળ રીત શેર કરી છે. શેફ દ્વારા આપવામાં આવેલી સરળ ટિપ્સને ફોલો કરીને તમે થોડીવારમાં ક્રિસ્પી, સ્વાદિષ્ટ દાળ નમકીન તૈયાર કરી શકો છો. આ રેસિપી માત્ર સ્વાદનું જ ધ્યાન રાખતી નથી, પરંતુ તેને હેલ્ધી બનાવવા માટે યોગ્ય માત્રામાં તેલ અને મસાલાનો પણ ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ દાળને ક્રિસ્પી બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે, સાથે જ તેને બનાવવાની સરળ રીત પણ જાણી લો.
તમારે આ વસ્તુઓની જરૂર પડશે
- નમકીન બનાવવા માટે તમારે 1 કપ છીલકાવાળી મસૂરની દાળ (આખી રાત કે ઓછામાં ઓછા 4 કલાક પલાળેલી).
- 1/2 હીંગ
- 1 ચમચી લાલ મરચાંનો પાવડર
- 1 ચમચી ચાટ મસાલો
- 1/2 ચમચી સંચર
- સ્વાદ પ્રમાણે મીઠુ.
આ પણ વાંચો - રાત્રે કયા પરાઠા ખાવા જોઇએ? આલુ પરાઠા નહીં આ શાકભાજીની કરો પસંદગી
નમકીન કેવી રીતે બનાવશો?
- આ માટે સૌ પ્રથમ પલાળેલી દાળમાંથી પાણી અલગ કરી લો.
- હવે દાળને એક ટુવાલ પર મૂકી 10 મિનિટ સુધી પંખા નીચે સુકવવા મૂકી દો, જેથી દાળનું બધું પાણી બરાબર સુકાઈ જાય.
- આમ કર્યા પછી એક મોટી ગરણીમાં દાળ લો અને ગરમ તેલમાં ગરણી મૂકી દાળ ફ્રાય કરી લો. આમ કરવાથી દાળ આમતેમ વિખેરાશે નહીં.
- દાળ ફ્રાય થઇ જાય પછી તેને બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી દો. આમ કરવાથી દાળમાંથી વધારાનું તેલ નીકળી જશે.
- હવે તેમાં 1/2 હીંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી સંચર અને સ્વાદ મુજબ મીઠું મેળવી સારી રીતે હલાવી લો.
- આમ કર્યા બાદ તમારી દાળની નમકીન તૈયાર થઇ જશે. જો તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો તમે તેનો આનંદ લઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us