/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Peda-Recipe.jpg)
Mathura Peda Recipe : મથુરાના પેંડા બનાવવાની રીત. (Photo: Social Media)
Raksha Bandhan Special Sweet Recipes: મીઠાઇમાં પેંડા સૌથી પ્રખ્યાત છે. ભારતમાં વિવિધ પ્રકારના પેંડા મળે છે - દૂધના પેંડા, થાબડી પેંડા, કેસર પેંડા વગેરે. ભગવાનને પ્રસાદમાં પણ પેંડા ધરાવવામાં આવે છે. મથુરાના પેંડા પણ બહુ પ્રખ્યાત છે. માવા વગર બનતા આ પેંડા એકદમ નરમ હોય છે, જે મોંમા મુકતા જ ઓગળી જાય છે. મથુરાના પેંડામાં માવાનો ઉપયોગ થતો નથી, તેથી ભેળસેળની ચિંતા રહેતા નથી. તો આ વખતે રક્ષાબંધન પર તમારા ભાઇ માટે જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદમાં ધરાવવા માટે મુથરાના પેંડા બનાવવાની રેસીપી ટ્રાય કરવી જોઇએ.
મથુરાના પેંડા બનાવવા માટે સામગ્રી
- ઘી - 2 ચમચી
- મિલ્ક કાઉડર - 1 વાટકી
- દૂધ - 1/2 કપ
- એચલી પાઉડર - 1 ચમચી
- ખાંડ બુરુ - 1/2 કપ
Mathura Peda Recipe : મથુરાના પેંડા બનાવવાની રીત
મથુરાના પ્રખ્યાત પેંડા બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરી 1 કઢાઇમાં 2 ચમચી ઘી ઓગળો. પછી તેમા મિલ્ક પાઉડર ઉમેરો. આ મિલ્ક પાઉડર સહેજ બ્રાઉન થાય ત્યા સુધી શેકવાનો છે.
મિલ્ક પાઉડર 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે શેકો, મિલ્ક પાઉડર કઢાઈમાં ચોંટી ન જાય તેની માટે સતત હલાવતા રહો. મિલ્ક પાઉડર બરાબર શેકાય જાય એટલે તેમા થોડુંક થોડુંક દૂધ ઉમેરી હલાવતા રહો, દૂધ ઉમેરવાથી મિલ્ક પાઉડરનો રંગ બ્રાઉન થવા લાગશે.
મિલ્ક પાઉડરમાં દૂધ ઉમેર્યા બાદ 2 થી 3 મિનિટ સુધી શેકો. મિલ્ક પાઉડર માંથી ઘી નીકળે તેની પહેલા ગેસ બંધ કરી દો. જો ઘી નીકળશે તો પેંડા બરાબર બનશે.
હવે મિલ્ક પાઉડરને 5 થી 10 મિનિટ ઠંડુ થવા દો. પછી તેમા 1 ચમચી એલચી પાઉડર અને અડધો કપ ખાંડુ બુરું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
આ પણ વાંચો |ચોખાની ક્રિસ્પી ચિપ્સ બનાવવાની સરળ રીત
હવે હાથ વડે ગોળ પેંડા બનાવો. પેંડાની ઉપર કાજુ બદામ કે પિસ્તા વડે ગાર્નિશ પણ કરી શકાય છે. મિલ્ક પાઉડર માંથી બનાવેલા મથુરાના પ્રખ્યાત પેંડા 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે. તો વખતે રક્ષાબંધન કે જન્માષ્ટમી પર બજારની મીઠાઇના બદલે ઘરે જ શુદ્ધ અને સાત્વિક મથુરાના પેંડા બનાવવાની રેસીપી ટ્રાય કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us