ગોવર્ધન પૂજા પર મથુરા સ્ટાઇલમાં બનાવો અન્નકૂટની સબ્જી, ભગવાન શ્રીકૃષ્ણને લગાવો ભોગ

Govardhan Puja Annakoot Ki Sabzi Recipe : ગોવર્ધન પૂજા માટે મથુરા શૈલીમાં ખાસ અન્નકૂટ શાકભાજી બનાવવાની રેસીપી અહીં અમે તમારા માટે લાવ્યા છીએ

Written by Ashish Goyal
October 21, 2025 17:15 IST
ગોવર્ધન પૂજા પર મથુરા સ્ટાઇલમાં બનાવો અન્નકૂટની સબ્જી, ભગવાન શ્રીકૃષ્ણને લગાવો ભોગ
મથુરા શૈલીમાં ખાસ અન્નકૂટ શાકભાજી બનાવવાની રેસીપી (તસવીર - Rita Arora Recipes/youtube)

Govardhan Puja Annakoot Ki Sabzi Recipe: દીપોત્સવનો પાંચ દિવસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરીને દેવરાજ ઇન્દ્રનો અહંકાર તોડ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસે આ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોવર્ધન પર્વતની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થાય છે.

આ દિવસે ઘરોમાં અન્નકૂટની શાકભાજી બનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. આ પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા માટે મથુરા શૈલીમાં ખાસ અન્નકૂટ શાકભાજી બનાવવાની રેસીપી અહીં અમે તમારા માટે લાવ્યા છીએ.

અન્નકૂટની શાકભાજી કેવી રીતે બનાવવી?

આ વસ્તુઓની જરૂર પડશે

  • દૂધી
  • ગાજર
  • બટાકા
  • રીંગણ
  • કોળું
  • ફ્રેન્ચ બીન્સ
  • પાલક
  • ટામેટા
  • પરવળ
  • ધાણા પાઉડર
  • લાલ મરચું પાવડર
  • ખાંડ
  • હળદર
  • લવિંગ
  • કાળા મરી
  • તમાલપત્તા
  • ગરમ મસાલો
  • આમચુર પાવડર
  • કોથમીર
  • જીરું
  • કસૂરી મેથી
  • સરસવનું તેલ
  • મીઠું

ભંડારા વાળી અન્નકૂટ શાકભાજી કેવી રીતે બનાવવી

સૌ પ્રથમ શાકભાજીને કાપીને સારી રીતે ધોઈ લો. તે પછી એક કડાઇમાં તેલ ગરમ કરી લો. તેમાં જીરું-તેજ પત્તા ઉમેરો. આ પછી બધા શાકભાજી કડાઇમાં મૂકી 5 મિનિટ માટે ઢાંકી દો. હવે એક બાઉલમાં 5 ચમચી પાણી લો. તેમાં મીઠું ઉમેરો અને તેને શાકભાજીમાં ઉમેરો. આ પછી શાકભાજીમાં હળદર, મરચું પાવડર ઉમેરો અને તેને ઢાંકી દો. વચ્ચે શાકભાજી હલાવતા રહો. ગેસની ફ્લેમ ધીમી રાખો.

આ પણ વાંચો – માલપુવા ઘરે બનાવો, એકદમ ટેસ્ટી સ્વાદ આવશે

જ્યારે શાકભાજી પકાઇ જાય ત્યારે તેમાં ટામેટા ઉમેરો. તેમાં ધાણા પાવડર, આમચૂર પાઉડર, ખાંડ અને ગરમ મસાલો ઉમેરો. બધી વસ્તુને શાકભાજીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. શાકભાજીમાંથી સુગંધ આવવા લાગે તો ગેસ બંધ કરી દો. ત્યારબાદ ક્રશ કરેલા લવિંગ અને મરી ઉમેરો. છેલ્લે તેમાં કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ