Henna Reaction Causes: મહેંદી લગાવ્યા પછી બળતરા કે ખંજવાળ કેમ થાય છે? મહેંદી કુદરતી છે કે કેમિકલયુક્ત કેવી રીતે ઓળખવી? જાણો

Natural Henna Vs Chemical Henna: મહેંદી લગાવ્યા બાદ બળતરા કે ખંજવાળ કે ફોલ્લી થવાની સમસ્યા થાય છે, જે ગંભીર એલર્જીના સંકેત આપે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ત્વચાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

Natural Henna Vs Chemical Henna: મહેંદી લગાવ્યા બાદ બળતરા કે ખંજવાળ કે ફોલ્લી થવાની સમસ્યા થાય છે, જે ગંભીર એલર્જીના સંકેત આપે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ત્વચાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

author-image
Ajay Saroya
New Update
mehendi heena design | Mehendi Reaction Causes | Henna | Mehendi | Henna Reaction Causes | Mehendi Reaction Treatment

Henna Mehendi Reaction Causes Treatment : મહેંદીનું રિએક્શન થવાના કારણ, ઉપાય અને સાવચેતી. Photograph: (Freepik)

How To Know If Henna Is Natural Or Chemical : મહેંદી ભારતીય મહિલાના શ્રૃંગારનું અભિન્ન અંગ છે. લગ્ન પ્રસંગોમાં મહિલાઓ હાથ પગમાં મહેંદી લગાવે છે. મહેંદી લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. શુદ્ધ મહેંદી શરીરની ગરમી ઓછું કરવાનું કામ કરે છે. ઉપરાંત મહેંદી વાળમાં પણ લગાવવાથી તે મુલાયમ અને ચમકદાર રહે છે. જો કે આજકાલ ઘણી મહિલાને મહેંદી લગાવ્યા બાદ હાથમાં ખંજવાળ કે લાલ નિશાન થવાની સમસ્યા થાય છે. આજકાલ લોકો ઇન્સ્ટન્ટ કલર આપે તેવી મહેંદીનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક રહે છે.

Advertisment

મહેંદી લગાવ્યા બાદ હાથમાં બળતરા કે ખંજવાળ કેમ આવે છે?

દહેરાદૂનની કૈલાશ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. પૂનમ સૈની એ indianexpress.com ને જણાવ્યું કે, મહેંદી લગાવ્યા પછી બળતરા થવાની બાબતને નજર અંદાજ કરવી જોઈએ નહીં. જ્યારે કેટલાક લોકોને હળવી ખંજવાળ આવે છે તે ગંભીર રિલેક્શનના સંકેત હોઇ શકે છે. "સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો કુદરતી મેંદીથી હળવી ખંજવાળ અનુભવી શકે છે, જો કે તે ખૂબ જ હળવી હોય છે અને તેનું ટુંકા સમય માટે હોય છે. શુદ્ધ મહેંદી લગાવ્યા પછી બળતરા અથવા ડંખવાળી લાલાશ અને ફોલ્લા પડવા એ સામાન્ય રિએક્શન નથી."

ડૉ. સૈનીએ સમજાવ્યું કે, આવા લક્ષણો સામાન્ય રીતે સંવેદનશીલતાને બદલે એલર્જી તરફ નિર્દેશ કરે છે. "તે ઘણીવાર એલર્જીક રિએક્શન સૂચવે છે, જેને એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટિટ્ઝિ કહેવાય છે, જે મહેંદીમાં હાજર હાનિકારક કેમિકલ અને ઘટકોને કારણે થાય છે," તેમણે કહ્યું કે, આ કેમિકલોનો ઉપયોગ સામાન્ય રીતે મહેંદીનો રંગ ઘટ્ટ કરવા માટે થાય છે, જે ત્વચામાં અસહ્ય બળતરા કરી શકે છે.

બ્લેક મેંદી સાથે સંકળાયેલા જોખમો પર પ્રકાશ પાડતા, ડૉ. સૈનીએ ખુલાસો કર્યો, " મહેંદીમાં વપરાતા સૌથી મહત્વપૂર્ણ રસાયણોમાંનું એક PPD છે, જેનું પુરું નામ  પેરાફેનિલીન ડાયમાઇન (paraphenylene diamine) છે, તે એક પાવરફુલ કોલસા ટાર આધારિત રંગ છે. તે એલર્જી કરતું તત્વ છે, જે ગંભીર એલર્જી રિએક્શનનું કારણ બની શકે છે." તેમણે ઉમેર્યું કે કાળી મેંદીમાં "કેરોસીન, ગેસોલિન, બેન્ઝિન અને સીસું, કેડમિયમ, નિકલ, તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ભારે ધાતુઓ" પણ હોઈ શકે છે.

Advertisment

મહેંદીના કારણ બળતરા થાય તો શું કરવું જોઈએ?

જો મહેંદી લગાવ્યા પછી ત્વચા બળવા લાગે, તો તેવા સંજોગોમાં ડૉ. સૈનીએ તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી. ડર્મેટોલોજીસ્ટ ચેતવણી આપે છે કે, જો તમને મહેંદી લગાવ્યા પછી બળતરા કે ખંજવાળ આવે, તો તેને ઠંડા પાણી અને હળવા સાબુથી તરત જ ધોઈ લો. ત્વચાને સુરક્ષિત રાખવા માટે હળવું ઈમોલિયન્ટ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. ઠંડુ કોમ્પ્રેસ લગાવો અને તાત્કાલિક સ્કીનના ડોક્ટરનો સંપર્ક કરો. 

નેચરલ મહેંદી અને કેમિકલયુક્ત મહેંદી કેવી રીતે ઓળખવી?

નેચરલ મહેંદી અને કેમિકલયુક્ત મહેંદી વચ્ચેનો તફાવત ઓળખવો જરૂરી છે. સ્કીન એક્સપર્ટ્સ સમજાવે છે કે, કુદરતી મેંદીની પેસ્ટનો રંગ લીલો ભૂરો અથવા કાદવ જેવા કલરનો હોય છે, જ્યારે કેમિકલયુક્ત મેંદીનો રંગ જેટ બ્લેક હોય છે. શુદ્ધ મેંદી શરૂઆતમાં ત્વચા પર નારંગી રંગ આપે છે અને 24 થી 48 કલાકના સમયગાળામાં ધીમે ધીમે ઘેરો લાલ ભૂરો રંગ થઇ જાય છે.

આ પણ વાંચો | ઋતિક રોશનની ફિટનેસનું રહસ્ય શું છે? 51 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન જેવી મસલ્સ બોડી

જ્યારે કેમિકલયુક્ત બ્લેક મહેંદી તાત્કાલિક જેટ બ્લેક કલર આપે છે.. વધારે જાણકારી માટે મહેંદીની ગંદ અને તેના પેકેટ છાપેલી વિગત કાળજીપૂર્વક વાંચવી જોઇએ. કુદરતી મહેંદીમાં ઘાસ જેવી સુગંધ આવે છે જ્યારે કેમિકલ મહેંદીમાં તીવ્ર બ્લીચ જેવી ગંધ હોય છે. ડોક્ટરે PPD અથવા અન્ય હાનિકારક રસાયણો વાળો કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવાન સલાહ આપી છે.

beauty tips હેલ્થ જીવનશૈલી