વધતી ઉંમરે યાદશકિત ઘટી રહી છે? આ ટિપ્સ યાદશક્તિ વધારવામાં કરશે મદદ

ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારએ જણાવ્યું હતું કે, 'કેટલાક વિદ્યાર્થીઓ તેમજ પુખ્ત વયના લોકો મારી ક્લિનિકની મુલાકાત લે છે ત્યારે યાદશક્તિમાં વધારો કરી શકે તેવી જાદુઈ ગોળી માંગે છે. પરંતુ શું તે શક્ય છે ખરું?

Written by shivani chauhan
August 15, 2024 07:00 IST
વધતી ઉંમરે યાદશકિત ઘટી રહી છે? આ ટિપ્સ યાદશક્તિ વધારવામાં કરશે મદદ
વધતી ઉંમરે યાદ ન રહેવાની સમસ્યા છે? આ ટિપ્સ યાદશક્તિ વધારવામાં કરશે મદદ

જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ યાદશક્તિ ઘટે છે જેમાં થોડી વિગતો યાદ રાખવાનું મુશ્કેલ થઇ જાય છે, અને ઘણી વાર વધારે ડિટેલ્સ યાદ રહેતી નથી.પરંતુ ઘણા લોકો માને છે કે દરેક વ્યક્તિએ તેમની યાદશક્તિ વધારવા માટે દવા લેવાની જરૂર પડી શકે છે અને તેઓ ઘણી વખત ડૉક્ટરનો સંપર્ક પણ કરે છે.એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડોક્ટરનું શું કહેવું છે? શું ખરેખર એવી કોઈ દવા છે જે યાદ શકિત વધારી શકે છે?

આ માન્યતાને નકારી કાઢતાં, હૈદરાબાદની એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારએ જણાવ્યું હતું કે, ‘કેટલાક વિદ્યાર્થીઓ તેમજ પુખ્ત વયના લોકો મારી ક્લિનિકની મુલાકાત લે છે ત્યારે યાદશક્તિમાં વધારો કરી શકે તેવી જાદુઈ ગોળી માંગે છે. વાસ્તવમાં, આવી કોઈ જાદુઈ ગોળી નથી. જો કે ‘કેટલીક સ્ટ્રેજીનું સંયોજન યાદશક્તિને મજબૂત પ્રોત્સાહન આપી શકે છે અને વૃદ્ધત્વ સાથે યાદશક્તિમાં ઘટાડો અટકાવી શકે છે.

આ પણ વાંચો: Health Tips: ચાલતી વખતે શ્વાસ ફુલવા લાગે છે? શ્વાસની તકલીફ દૂર કરવાની 5 સરળ રીત

યાદશક્તિ વધારવાની ટિપ્સ (Tips To Improve Memory)

  • રાત્રે 7-8 કલાકની સારી ઊંઘ લેવી
  • નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી
  • હેલ્ધી ડાયટ જે તમારા શરીર સાથે મગજને પણ સ્વસ્થ રાખે
  • નિયમિત મગજની કસરત કરવી, જેમ કે ક્રોસવર્ડના કોયડા ઉકેલવા વગેરે
  • બીજી ભાષા શીખવી અને તેમાં નિપુણતા મેળવવી
  • આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહેવું
  • ગાવાનું અથવા ગાવાનું શીખવું સંગીતનું સાધન વગાડવું
  • એકલતા ટાળવા માટે કુટુંબ અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો
  • વિટામિન B12 ની ઉણપ હોય તો સપ્લીમેન્ટ લેવા.
  • સાંભળવાની અથવા દ્રષ્ટિની ક્ષતિ જણાય તો સુધારાત્મક પગલાં લો,
  • લાંબા સમય સુધી ટીવી જોવાનું ટાળો.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબત

તંદુરસ્ત લાઇફસ્ટાઇલ જાળવવી મહત્વપૂર્ણ છે. જેમાં મગજના સ્વાસ્થ્યને ટેકો આપતા એન્ટીઑકિસડન્ટો, હેલ્ધી ફેટ્સ અને વિટામિન્સથી સમૃદ્ધ સંતુલિત આહારનો સમાવેશ થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ‘નિયમિત શારીરિક વ્યાયામ પણ નિર્ણાયક છે કારણ કે તે મગજમાં લોહીના પ્રવાહમાં વધારો કરે છે, ન્યુરોજેનેસિસને પ્રોત્સાહન આપે છે અને નવા ન્યુરોન્સની રચના કરે છે.

માનસિક કસરતો, જેમ કે કોયડા ઉકેલવા, વાંચન કરવું અથવા નવી કુશળતા શીખવી, મગજને વ્યસ્ત રાખે છે અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને સુધારી શકે છે. આ ઉપરાંત સુસંગત ઊંઘની પેટર્ન મહત્વપૂર્ણ છે, ગુણવત્તાયુક્ત ઊંઘ યાદોને એકીકૃત કરવામાં મદદ કરે છે અને મગજના ટોક્સિનને સાફ કરવામાં કરે છે.’

આ પણ વાંચો: Peanuts : મગફળી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે? કેટલા પ્રમાણમાં સેવન કરવું? જાણો

હેલ્થ એક્સપર્ટે કહ્યું કે સામાજિક પ્રવૃત્તિઓ જ્ઞાનાત્મક કાર્યોને ઉત્તેજિત કરે છે, જ્યારે મગજ પર કોર્ટિસોલની હાનિકારક અસરોને કારણે લાંબા ગાળાના તણાવ એ યાદશક્તિ અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતાને નબળી પાડે છે. તેથી સામાજિક જોડાણ અને તણાવનું સંચાલન પણ મહત્વપૂર્ણ છે.

માછલીના તેલમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા પૂરક યાદશક્તિ અને જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરવા સાથે જોડાયેલા છે, જો કે તેની અસરકારકતા બદલાઈ શકે છે. ડોક્ટર કહે છે, ‘છેવટે, માઇન્ડફુલનેસ અને ધ્યાનની પ્રેક્ટિસ તણાવ ઘટાડીને અને માનસિક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપીને ધ્યાન અને કામ કરવાની યાદશક્તિમાં વધારો કરી શકે છે.’

નિષ્ણાતો વિનંતી કરે છે કે, આ સ્ટ્રેજીનું એકીકરણ રૂટિનમાં યાદશક્તિ વધારવા માટે એક સર્વગ્રાહી અભિગમ બનાવે છે, જે કોઈપણ એક સપ્લિમેન્ટ પર આધાર રાખવા કરતાં વધુ અસરકારક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ