Metabolism : ચયાપચય શું છે? શરીરની તંદુરસ્તી માટે આટલું જરૂરી

Metabolism : તમે ખાઓ છો તે ખોરાકની માત્રા ચયાપચયને અસર કરી શકે છે. દિવસભર થોડું-થોડું વારંવાર ભોજન લેવાથી મેટાબોલિક દર જાળવવામાં મદદ મળી શકે છે

Written by shivani chauhan
July 27, 2023 13:43 IST
Metabolism : ચયાપચય શું છે? શરીરની તંદુરસ્તી માટે આટલું જરૂરી
મેટાબોલિઝ્મ(અનસ્પ્લેશ)

ચયાપચય(metabolism) ને ઘણા બધા પાસાઓ અસર કરે છે. મેટાબોલિઝમ આપણે ભોજનમાં શું લઇએ છીએ તેનાથી લઈને તે શરીરમાં કેવી રીતે લેવામાં આવે છે તે રીતે અસર કરે છે. મેટાબોલિઝ્મ આપણું શરીર કેટલી સારી રીતે કાર્ય કરી રહ્યું છે તે સમજાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે ચયાપચયએ આનુવંશિક, શારીરિક, લાઈફ સ્ટાઇલ અને પર્યાવરણીય પરિબળોની એક જટિલ આંતરપ્રક્રિયા છે જે સામૂહિક રીતે શરીર પર અસર કરે છે.

મેટાબોલિઝમ આનુવંશિક, શારીરિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનથી પ્રભાવિત થાય છે. નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ગુરુગ્રામના ઈન્ટરનલ મેડિસિન, વરિષ્ઠ સલાહકાર ડૉ. પંકજ વર્માએ જણાવ્યું હતું કે, “આનુવંશિક પરિબળો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, આપણા માતાપિતા પાસેથી વારસામાં મળેલ બેઝલાઇન મેટાબોલિક રેટ નક્કી કરવામાં ઉંમર પણ ચયાપચયને અસર કરે છે, સ્નાયુના વજનમાં ઘટાડો અને હોર્મોનલ ફેરફારોને કારણે જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ તે ધીમું થાય છે.”

આ પણ વાંચો: Sweet Potatoes : શક્કરીયા સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો ફાયદા-ગેર ફાયદા વિષે

શરીરની રચના પણ મહત્વપૂર્ણ છે. સ્નાયુઓને ચરબી કરતાં જાળવવા માટે વધુ એનર્જીની જરૂર પડે છે, તેથી હાઈ સ્નાયુ સમૂહ (muscle mass) અથવા બોન ડેન્સિટી ધરાવતી વ્યક્તિઓમાં ચયાપચયનો દર વધુ હોય છે. ડૉ. વર્માએ ઉલ્લેખ કર્યો છે કે, ”હોર્મોન્સ, જેમ કે થાઇરોઇડ હોર્મોન્સ, ચયાપચયના નિયમનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”

ડાયટ અને શારીરિક એકટીવીટી મુખ્ય બાહ્ય ફેરફાર લાવી શકે છે. ડૉ વર્માએ ઉલ્લેખ કર્યો કે,“ક્રેશ ડાયેટ અથવા લાંબા સમય સુધી કેલરી પ્રતિબંધ મેટાબોલિક રેટને ઘટાડી શકે છે કારણ કે શરીર ઊર્જા બચાવવા માટે અનુકૂળ થાય છે. નિયમિત વ્યાયામ, ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્નાયુઓ બનાવીને ચયાપચયને વેગ આપી શકે છે.” રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈના નેચરોપેથ અને એક્યુપંક્ચરિસ્ટ ડૉ. સંતોષ પાંડેએ સહમત થયા અને કહ્યું કે શારીરિક પ્રવૃત્તિ માત્ર કેલરી બર્ન કરતી નથી પણ મેટાબોલિક રેટમાં પણ વધારો કરે છે.

ડૉ. પાંડેએ જણાવ્યું હતું કે,”તમે ખાઓ છો તે ખોરાકની માત્રા ચયાપચયને અસર કરી શકે છે. દિવસભર થોડું-થોડું વારંવાર ભોજન લેવાથી મેટાબોલિક દર જાળવવામાં મદદ મળી શકે છે.” હાઈ TEF અથવા ખોરાકની થર્મિક અસર ધરાવતા ખોરાક, જેમ કે પ્રોટીન , ચયાપચયમાં થોડો વધારો કરી શકે છે. એક્સપર્ટ સુવિધા જૈન સમજાવે છે કે, “વધુમાં, કેલરીનું સેવન મેટાબોલિઝમને અસર કરી શકે છે. લાંબા સમય સુધી ગંભીર કેલરી પ્રતિબંધો ચયાપચયમાં મંદી તરફ દોરી શકે છે કારણ કે શરીર ઊર્જા બચાવવાનો પ્રયાસ કરે છે.”

આ પણ વાંચો: Health Benefits Of Beetroot : બીટરૂટ ખાવાના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓએ આટલું સેવન કરવું

ઊંઘ અને સ્ટ્રેસ લેવલ પણ ચયાપચયને અસર કરી શકે છે, નબળી ઊંઘ અને લાંબા સમય સુધીનું ટેંશન હોર્મોનલ સંતુલનને વિક્ષેપિત કરી શકે છે અને ધીમી મેટાબોલિક કાર્ય તરફ દોરી શકે છે. ડૉ. પાંડે કે, ” અપૂરતી ઊંઘ અથવા ઊંઘની નબળી ક્વોલિટી ચયાપચયને અસર કરી શકે છે કારણ કે ઊંઘ તમારી બ્લડ સુગરને કંટ્રોલ કરે છે, ઊંઘની અછતને કારણે તમારા શરીરને ગ્લુકોઝના સ્તરો સાથે સમસ્યા થાય છે, જે ઊર્જાની અછત તરફ દોરી જાય છે અને ચયાપચયને નકારાત્મક અસર કરે છે અને વજનમાં વધારો કરે છે.”

જો કે, નિષ્ણાતો કહે છે કે તે ઓળખવું મહત્વપૂર્ણ છે, જૈને કહ્યું કે, “વધુમાં, ચયાપચય એક નિશ્ચિત પ્રક્રિયા નથી, અને લાઈફ સ્ટાઇલ ચોઈસ તેના પર નોંધપાત્ર અસર કરી શકે છે. નિયમિત કસરત અને સંતુલિત પોષણ જેવી તંદુરસ્ત ટેવો અપનાવવાથી ચયાપચય અને એકંદર સુખાકારીમાં સુધારો થઈ શકે છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ