Methi Laddu Recipe In Gujarati | શિયાળો (Winter) શરૂ થઇ ગયો છે, આ ઋતુમાં ઠંડીને કારણે શરીરને ગરમ રાખવા વસાણું ખાવામાં આવે છે, જેમાં અડદિયાના લાડુ, ચુરમા લાડુ વગેરે તમે ઘણા પ્રકારના લાડુ ખાધા હશે,પરંતુ અહીં એક સ્વસ્થ અને ફાયદાકારક લાડુની રેસીપી શેર કરી છે. હેલ્ધ માટે ગુણકારી છે તેથી તેનું સેવન શિયાળામાં કરવામાં આવે છે.
બહુ ઓછા લોકોએ મેથીના લાડુનો સ્વાદ ચાખ્યો હશે. મોટાભાગના લોકોને મેથીનો સ્વાદ ગમતો નથી. જ્યારે પણ આપણે તેને કોઈપણ શાકભાજી કે ખોરાકમાં ઉમેરીએ છીએ ત્યારે કોઈને ભાવતું નથી. જો તમે ઘરે મેથીના લાડુ બનાવો છો અને કોઈને ખવડાવશો, તો તેઓ ચોક્કસ તેને ખુશીથી ખાશે.
મેથીના લાડુ રેસીપી સામગ્રી
- 1/2 કપ મેથીના દાણાનો કરકરો પાઉડર
- 2 કપ ઘઉંનો લોટ
- 1 કપ દેશી ઘી
- 1 કપ છીણેલો ગોળ
- 10 ઝીણા સમારેલા કાજુ, બદામ
- 1/2 નાનો કપ છીણેલું નારિયેળ
- 1 ચમચી ઈલાયચી પાવડર
- 1/2 ચમચી ખસખસ
મેથીના લાડુ બનાવાની રીત
- મેથીના લાડુ બનાવવા માટે સૌપ્રથમ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને પાણીથી નિતારી લો, સારી રીતે સૂકવી લો અને થોડું શેકી લો. ઠંડુ થયા પછી, તેને મિક્સરમાં બારીક પીસી લો.
- હવે એક પેનમાં ઘઉંનો લોટ નાખો અને તેને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમાં પીસેલી મેથી, સૂકા મેવા, નારિયેળ અને ખસખસ મિક્સ કરો.
- એક અલગ પેનમાં ગોળ ઓગાળીને તૈયાર મેથીના મિશ્રણમાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ગોળ લાડુ બનાવો.
- તૈયાર લાડુ ઠંડા થયા પછી તેને કન્ટેનરમાં સ્ટોર કરો.