શિયાળાની ઠંડીમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મેથીના પરાઠા, જાણો આસાન રેસીપી

Methi Paratha Recipe : મેથીમાં ઘણા પ્રકારના વિટામિન્સ મળી આવે છે, જે શરીરને પોષણ આપે છે. તેમાં ફાઇબર પણ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે

Written by Ashish Goyal
November 28, 2024 17:19 IST
શિયાળાની ઠંડીમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મેથીના પરાઠા, જાણો આસાન રેસીપી
Methi Paratha Recipe: મેથીના પરાઠા બનાવવાની રીત (તસવીર - ફ્રીપિક)

Methi Paratha Recipe: શિયાળો આવતાની સાથે જ બજારમાં અનેક પ્રકારના શાકભાજી મળી જાય છે. સાથે જ બજારમાં મેથી અને પાલક પણ ઘણો મળે છે. મેથીમાં ઘણા પ્રકારના વિટામિન્સ મળી આવે છે, જે શરીરને પોષણ આપે છે. તેમાં ફાઇબર પણ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

મેથીના પરાઠા ઘરે કેવી રીતે બનાવશો?

આમ જોવા જઈએ તો લોકો પોતાના રસોડામાં મેથીનો અનેક રીતે ઉપયોગ કરે છે. જોકે આજે અમે તમને ઘરે જ સ્વાદિષ્ટ મેથીના પરાઠા બનાવવા વિશે જણાવીશું. આ આર્ટીકલની મદદથી તમે તમારા ઘરે સરળતાથી મેથીના પરાઠા બનાવી શકો છો.

મેથી પરોઠા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ – ઝીણા સમારેલા મેથીના પાન
  • 2 કપ – ઘઉંનો લોટ
  • અડધી ચમચી હળદર અને લાલ મરચાંનો પાવડર
  • એક ચતુર્થાંશ ચમચી અજમો
  • મીઠું અને મરચું સ્વાદ મુજબ
  • એક ચતુર્થાંશ કપ ઘી અથવા તેલ

આ પણ વાંચો – શિયાળામાં તલ ખાવાથી થાય છે અનેક ફાયદા, મળે છે ઘણા પોષક તત્વો

મેથીના પરાઠા બનાવવાની રીત

મેથીના પરાઠા ઘરે બનાવવા માટે તમે સૌ પ્રથમ મેથીના પાનને ઝીણા સમારો. હવે તેને સ્વચ્છ પાણીથી ઓછામાં ઓછી ત્રણ વાર ધોઇ લો. હવે બે કપ લોટ લો અને તેમાં ઝીણા મેથીના દાણા ઉમેરો. આ સાથે તમે હળદર અને લાલ મરચું પણ ઉમેરી શકો છો. તમે મીઠું અને મરચા સાથે અજમો પણ ઉમેરો. હવે લોટને બરાબર મસળીને લગભગ 4-7 મિનિટ સુધી રહેવા દો. ધ્યાન રાખો કે લોટ ટાઈટ હોવો જોઈએ.

હવે ગેસ પર તવાને ગરમ કરી બાંધેલા લોટને રોટલી બનાવો તેમ બનાવી નાખો. જ્યારે તવો ગરમ હોય ત્યારે તમે તેને શેકો. બન્ને બાજુ શેકાયા બાદ તમે તેના પર તેલ કે ઘી લગાવી શકો છો. આ રીતે તમે સરળતાથી તમારા ઘરે મેથીના પરાઠા બનાવી શકો છો. તમે કોથમીરની ચટણી સાથે તેને સર્વ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ