શું તમને ક્યારેય એવું લાગે છે કે ઉનાળામાં તમને માઈગ્રેનની સમસ્યા વારંવાર અથવા ગંભીર થાય છે? તો તમે એક્લા નથી. તે એટલા માટે છે કારણ કે ગરમી ખરેખર માઇગ્રેનની સમસ્યા વધારે છે. જો કે, તેને મેનેજ કરવા માટે તમારે ફક્ત થોડીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
તેના પર ભાર મૂકતા, ડૉ. વિશાખા શિવદાસાની, ઇન્સ્ટાગ્રામ પર ગયા અને કહ્યું કે “1% ડિહાઇડ્રેશન પણ ખરેખર માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે”, ” ખાતરી કરો કે તમે હાઇડ્રેટ રહો – પુષ્કળ પાણી પીવો . ઇલેક્ટ્રોલાઇટ્સ ભરવા માટે રોક સોલ્ટ અને લીંબુ ઉમેરો”.
ડૉ. શિવદાસાનીએ ઉનાળામાં પ્રતિકૂળ માઇગ્રેનના અન્ય કેટલાક કારણો શેર કર્યા : “વારંવાર થતા માઇગ્રેન માટેના અન્ય સામાન્ય કારણો પોષક તત્ત્વોની ઉણપ, ખાસ કરીને આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન ડી હોઈ શકે છે. આ માઈગ્રેન ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી માત્ર પેઇનકિલર્સ પર નિર્ભર રહેતા પહેલા આને સુધારવાની ખાતરી કરો.”
indianexpress.com સાથે વાત કરતા , નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુરોલોજીના ડાયરેક્ટર ડો. પ્રદ્યુમ્ન ઓકે જણાવ્યું હતું કે અમુક વ્યક્તિઓ માટે ઉનાળા દરમિયાન માઈગ્રેનના કેસ ખરેખર વધી શકે છે. તેમણે સમજાવ્યું હતું કે, “આ મુખ્યત્વે ઊંચા તાપમાન, ભેજ અને લાંબા દિવસના પ્રકાશ કલાકો જેવા પરિબળોને કારણે છે, જે ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન અને બદલાયેલ ઊંઘની પેટર્નમાં ફાળો આપી શકે છે – તમામ સંભવિત માઇગ્રેન ટ્રિગર છે.”
આ પણ વાંચો: Study : અતિશય અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ લેવાથી ડિપ્રેશનનું જોખમ વધારે
ડિહાઇડ્રેશન અને માઇગ્રેન વચ્ચેની કડી શું છે?
ડૉ. ઓકે સમજાવ્યું હતું કે, “ડિહાઇડ્રેશન માઇગ્રેનનું કારણ બની શકે છે કારણ કે તે મગજમાં બ્લડ સ્ટોરેજના ઘટાડા તરફ દોરી જાય છે, જેના કારણે રક્તવાહિનીઓ સાંકડી થાય છે અને ત્યારબાદ વિસ્તરણ થાય છે, પરિણામે માથાનો દુખાવો અને માઇગ્રેન થાય છે.”
માઇગ્રેનના સામાન્ય કારણો
ડો. ઓકે માઈગ્રેનના સામાન્ય કારણો આ રીતે શેર કર્યા:
- તણાવ
- આંતરસ્ત્રાવીય બદલાવો
- ઊંઘમાં ખલેલ
- અમુક ખોરાક અને પીણાં
- કેફીનનું સેવન
- હવામાનમાં ફેરફાર
- પ્રકાશ, અવાજ અથવા ગંધ પ્રત્યે સંવેદનશીલતા
માઇગ્રેન ટ્રિગર્સને દૂર કરવા અથવા ઘટાડવાની રીતો
ડૉ. ઓકે માઇગ્રેન ટ્રિગર્સને દૂર કરવા અથવા ઘટાડવા માટેની સામાન્ય રીતો આ પ્રમાણે શેર કરી છે:
- ચોક્કસ ફૂડ્સને ઓળખવા અને ટાળવા
- ઊંઘનું શેડ્યુઅલ જાળવવું
- ધ્યાન અથવા યોગ જેવી તણાવ વ્યવસ્થાપન તકનીકોનો અભ્યાસ કરવો
- હાઇડ્રેટેડ રહેવું અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવું
- ધીમે ધીમે કેફીનનું સેવન ઘટાડવું
માઇગ્રેનને રોકવામાં મદદ કરવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર
ડો. ઓકે માઇગ્રેનને કંટ્રોલમાં રાખવા અથવા તેને રોકવામાં મદદ કરવા માટે કુદરતી રીતો અથવા લાઇફ સ્ટાઇલમાં ફેરફાર શેર કર્યા છે:
- રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવા અને તાણ ઘટાડવા માટે નિયમિત કસરત
- મેગ્નેશિયમ, રિબોફ્લેવિન અને ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ સંતુલિત આહાર
- ડિહાઇડ્રેશન-સંબંધિત માઇગ્રેનને રોકવા માટે યોગ્ય હાઇડ્રેશન
- તણાવ અને ચિંતાને કંટ્રોલ કરવા માટે કેટલીક તકનીકોનો અભ્યાસ કરવો
- ઊંઘ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું અને ઊંઘનું શેડ્યુઅલ જાળવવું
માઇગ્રેન માટે સારવાર
માઇગ્રેનને રોકવા માટે, દર્દીઓ ટ્રિગર્સની સાથે માથાનો દુખાવોની પેટર્ન શોધી શકે છે. સ્પર્શ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ ડૉ. કિશોર કેવીએ જણાવ્યું હતું કે ‘માથાના દુખાવાની ડાયરી’ જાળવવી મહત્વપૂર્ણ છે. ડાયરીમાં માથાનો દુખાવોની તમામ વિગત હોવી જોઈએ જેનાથી શરૂ થાય છે: દર્દીને માથાનો દુખાવો ક્યારે થયો, તે કેટલો સમય ચાલ્યો, પીડાની તીવ્રતા અને પહેલા અને પછીની અસરો. આ સ્થિતિનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છે અને વધુ કાર્યક્ષમ છે.”
નીચે ડોકટર KV દ્વારા શેર કરેલ માઇગ્રેનની સારવાર છે:
અપરિપક્વ સારવાર (Abortive treatment) : આ અભિગમ માઈગ્રેન શરૂ થઈ જાય તે પછી તેને રોકવાનું વલણ ધરાવે છે.
પ્રિવેન્ટિવ અને પ્રોફીલેક્ટિક થેરાપી: આ અભિગમમાં માઈગ્રેનના હુમલાની શરૂઆત પહેલા જ દર્દીઓને દવાઓ સૂચવવામાં આવે છે. આ અભિગમ દર્દીઓને ભવિષ્યના માથાના દુખાવાની આવર્તન ઘટાડવામાં મદદ કરી શકે છે.
ફાર્માકોલોજિકલ અને નોન-ફાર્મકોલોજીકલ સારવાર: જ્યારે દર્દીઓ ટ્રિગર્સને ઓળખવામાં સક્ષમ હોય છે, ત્યારે મોટાભાગના માથાનો દુખાવો નિયંત્રિત કરી શકાય છે.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,