Milk Benefits And Which Milk Should Diabetic Patients Consume : દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ એ સરળતાથી ઉપલબ્ધ પ્રવાહી ખોરાક છે જે પોષક તત્વોથી ભરપૂર છે. દૂધમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તે કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. 240 મિલીગ્રામ ગાયના દૂધમાં આશરે 160 કેલરી અને 7.7 ગ્રામ પ્રોટીન, 12 ગ્રામ સુગર અને 8 ગ્રામ સ્ટેચ્યુરેટ ફેટ હોય છે. ભેસના દૂધની વાત કરીયે તો તે ઘટ હોય છે. તેમાં ગાયના દૂધની તુલનામાં 100 ટકા વધારે ફેટ અને લગભગ 40 ટકા વધારે કેલેરી હોય છે.
ગાયના દૂધની તુલનામાં, ભેંસના દૂધમાં વધુ સંતૃપ્ત ચરબી હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દૂધમાં રહેલું ફેટ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધનું સેવન કરવું ફાયદાકારક છે જેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ગાય અને ભેંસના દૂધને બદલે સ્કિમ્ડ મિલ્કનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

સ્કિમ્ડ મિલ્કમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફેટનું પ્રમાણ લગભગ નહિવત્ હોય છે. 240 મિલી સ્કિમ્ડ દૂધમાં માત્ર 80 કેલરી હોય છે. દૂધના આ ગુણધર્મોને જોતાં, શું તે ડાયાબિટીસ વાળા લોકો માટે યોગ્ય છે? ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધનું સેવન કેવી રીતે અસરકારક છે.
દૂધ અને ડાયાબિટીસ કનેક્શન
મેક્સ હેલ્થકેરના એન્ડોક્રિનોલોજી અને ડાયાબિટીસના ચેરમેન અને હેડ ડૉ. અંબરીશ મિથલ જણાવે છે કે, એક કપ ફુલ ક્રીમ દૂધ તમારા બ્લડ સુગર લેવલ વધારી શકે છે કે કેમ તે જાણ્યા વિના દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે ફુલ ક્રીમ દૂધનું સેવન કરવાથી લોહીમાં શુગર લેવલ વધી જાય છે. આ દૂધમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે.
જો કે, તાજેતરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે કુલ ડેરી પ્રોડક્ટ, દહીં અને દૂધન સેવનથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 11-17 ટકા ઘટી જાય છે. ડેરી પ્રોડક્ટમાં હાઇ પ્રોટીન હોય છે, ખાસ કરીને, છાશ પ્રોટીન અને ગ્લુકોઝ મેટાબોલિઝમ અને શરીરના વજન પર હકારાત્મક અસર કરે છે. દહીં જેવી ડેરી પેદાશોમાં પ્રોબાયોટીક્સ પણ મેટાબોલિઝ્મ હેલ્થ પર સાનુકૂળ અસર કરી શકે છે. વધુમાં, દૂધમાં બાયોએક્ટિવ પેપ્ટાઈડ્સ અને ફેટી એસિડ હોય છે, જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તાજેતરમાં જ વૈશ્વિક PURE રિચર્સમાં ભારતીય સહિત સંપૂર્ણ ડેરી ફૂડ્સના સેવનથી હૃદય સંબંધિત જોખમમાં ઘટાડો જોવા મળ્યો છે.
કેટલાક લોકોને દૂધ કેમ પચતું નથી?
કેટલાક લોકો દૂધ પચાવી શકતા નથી અને તેમને એલર્જી હોય છે. દૂધમાં હાજર કેસીનને કારણે કેટલાક લોકોને દૂધની એલર્જી થાય છે.

જો દૂધ પચતું ન હોય તો આ રીતે સેવન કરો
બદામ દૂધ:
બદામના દૂધમાં ગાયના દૂધ કરતાં ઓછી કેલરી અને પ્રોટીન હોય છે અને તેમાં સંતૃપ્ત ચરબી પણ ઓછી હોય છે. એક કપ અથવા 240 મિલીલીટર દૂધમાં 40 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ચરબી, 2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને વિવિધ માત્રા કેલ્શિયમ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બદામનું દૂધ એક ઉત્તમ વિકલ્પ છે.
સોયા મિલ્ક
સોયા મિલ્કમાં વધુ પ્રોટીન અને ઓછું કેલ્શિયમ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 240 મિલી દૂધ માં લગભગ 80-100 કેલરી, 7 ગ્રામ પ્રોટીન, 4-6 ગ્રામ ચરબી, 4 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને લગભગ 60 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
ઓટ્સના દૂધનું સેવન
એક કપ ઓટ મિલ્ક આપણને 120 કેલરી તેમજ 3 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ ચરબી, 16 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 350 મિલિગ્રામ કેલ્શિયમ પ્રદાન કરે છે. તે અન્ય છોડ આધારિત દૂધ કરતાં વધુ કેલરી પૂરી પાડે છે. ડાયાબિટીસના દર્દીઓને આ દૂધ પીવાની સલાહ આપવામાં આવતી નથી.

નાળિયેરનું દૂધ
નારિયેળનું દૂધ એ છોડ આધારિત દૂધ છે જે ચરબી અને કેલરીથી સમૃદ્ધ છે. ખાંડ વગરના 240 મિલી નાળિયેરના દૂધમાં 552 કેલરી, 5.5 ગ્રામ પ્રોટીન, 57 ગ્રામ ચરબી, 13 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 38 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેના સેવનથી પેટની ચરબી અને સોજો ઓછો થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ આ દૂધનું સેવન ન કરવું જોઈએ.
આ પણ વાંચો | ડાયાબિટીસના દર્દીઓ નાસ્તામાં ઈંડા અને ઈડલી – ઢોસાનું સેવન કરી શકે છે? બ્લડ સુગર કન્ટ્રોલ કરવા આ ડાયટ ચાર્ટ ફોલો કરો
પ્લાન્ટ બેઝ્ડ દૂધ
પ્લાન્ટ બેઝ્ડ દૂધમાં બાજરીનું દૂધ, કાજુનું દૂધ, અખરોટનું દૂધ લોકપ્રિય બની રહ્યું છે. પરંતુ આ દૂધનું સેવન કરતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.





