દૂધની મલાઈ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે? ડોક્ટર પાસેથી જાણો હકીકત

Side Effect Of Milk Malai: આયુર્વેદ ગાઈડ ડો.સીમા ગુપ્તાએ જણાવ્યું હતું કે દૂધની મલાઈ એનિમલ બેઝ્ડ ફુડ છે જેમાં કોલેસ્ટેરોલ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે અને હૃદયની બીમારીઓ થશે.

Side Effect Of Milk Malai: આયુર્વેદ ગાઈડ ડો.સીમા ગુપ્તાએ જણાવ્યું હતું કે દૂધની મલાઈ એનિમલ બેઝ્ડ ફુડ છે જેમાં કોલેસ્ટેરોલ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે અને હૃદયની બીમારીઓ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
malai benefits | milk malai benefits | milk cream | milk cream disadvantages

Milk Malai :દૂધની મલાઈ પોષક તત્વોનું પાવરહાઉસ છે જેમાં વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઇ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. (Photo: Social Media)

Milk Malai Benefits And Side Effect: દૂધની મલાઈ એ એક કુદરતી ડેરી ઉત્પાદન છે જે દૂધ ઉકાળ્યા પછી ઠંડુ થાય ત્યારે બને છે. લોકો ઘણીવાર દૂધની ઉપર જામેલી મલાઇ કાઢી ઘી બનાવે છે. દૂધનું આ પડ, જેને ક્રીમ પણ કહેવામાં આવે છે, તે ચરબી, પ્રોટીન અને વિટામિન્સનો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો દ્વારા ઘણીવાર મલાઇ ઉમેરતા હોય છે. દૂધની મલાઈ એ ચરબીયુક્ત સ્તર છે જે પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમ છતાં લોકો તેનું સેવન કરતા ડરે છે. ક્રીમમાં હાજર ચરબી લોકોના ડરનું કારણ છે.

Advertisment

ડોક્ટરો ઘણીવાર સલાહ આપે છે કે ચરબીયુક્ત વસ્તુઓનું સેવન ટાળવું, તે હૃદયનું સ્વાસ્થ્ય બગાડે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ફેટી મિલ્કની મલાઈથી કોલેસ્ટેરોલ વધી શકે? મલાઇ ખાવાથી વજન વધે છે કે ઘટે છે? આવો જાણીએ ડોક્ટર પાસેથી તમામ સવાલોના જવાબ.

દૂધની મલાઇ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે?

તમને જણાવી દઈએ કે દૂધની મલાઇ એક એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ છે જેમાં કોલેસ્ટ્રોલ હોય છે. આયુર્વેદ ગાઈડ ડો.સીમા ગુપ્તાએ જણાવ્યું હતું કે દૂધની મલાઈ એનિમલ બેઝ્ડ ફૂડ છે જેમાં કોલેસ્ટેરોલ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે અને હૃદયની બીમારીઓ થશે.

સત્તાવાર આહાર માર્ગદર્શિકા અનુસાર, વ્યક્તિએ દરરોજ વધુમાં વધુ 300 મિલિગ્રામ કોલેસ્ટ્રોલનું સેવન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ દૂધની મલાઈમાં 68 મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. જો તમે દરરોજ 100 ગ્રામથી વધુ મલાઇનું સેવન કરશો તો પણ કોલેસ્ટ્રોલ મર્યાદિત રહેશે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ વચ્ચે સીધો સંબંધ છે. જે લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે તેમને પણ હૃદયરોગનું જોખમ વધારે હોય છે.

Advertisment

મલાઇ ખાવાથી શરીરનું વજન વધે કે ઘટે?

દૂધની મલાઈમાં ફેટ હોય છે, જેના કારણે વધુ પડતા સેવનથી વજન વધવાનો ખતરો વધી શકે છે. પરંતુ તમે જાણો છો કે જો મલાઇનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો આ ક્રીમ તમારા વજનને પણ કંટ્રોલ કરી શકે છે. મલાઇમાં ચરબીયુક્ત તત્વો વધારે હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખ પણ નિયંત્રિત થાય છે. ક્રીમનું સેવન વજન ઘટાડવા માટે અસરકારક સાબિત થાય છે, પરંતુ જો મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો.

મલાઇ ખાવાના સ્વાસ્થ્ય લાભ

દૂધની મલાઈ પોષક તત્વોનું પાવરહાઉસ છે જેમાં વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઇ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. મલાઇનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે. તેનું સેવન કરવાથી સ્કિન ટોન સુધરે છે. ક્રીમમાં હાજર તંદુરસ્ત ચરબી અને પ્રોટીન ત્વચાને પોષણ આપે છે અને ત્વચાનો રંગ નિખારે છે. મગજ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે તંદુરસ્ત ચરબીની જરૂર હોય છે. ક્રીમ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે, જે મગજના કોષોની રચના અને કાર્યમાં સુધારો કરે છે.

જીવનશૈલી health tips