Health Tips : શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

Health Tips : કેળા, ચોખા, દૂધ જેવા ઘણા બધા ખોરાક કફ સાથે સંકળાયેલા છે. પરંતુ આધુનિક દવાઓ કફ અને ખોરાકના કનેકશનને સમર્થન આપે છે? જાણો

Written by shivani chauhan
July 12, 2024 07:00 IST
Health Tips : શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?
શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

Health Tips : દૂધ તેના ઘણા સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતું છે, પરંતુ ઘણા લોકો શરદી અને ઉધરસ દરમિયાન દૂધ પીવાનું ટાળે છે એવું માનવામાં આવે છે કે તેનાથી કફમાં વધારો કરે છે. પરંતુ શું તે ખરેખર સાચું છે? અહીં જાણો હેલ્થ એક્સપર્ટનું આ અંગે શું કહેવું છે? હેલ્થ એક્સપર્ટ અનુસાર દૂધ પીવાથી ગળામાં તેનું કોટિંગ રહી જાય છે જે કદાચ મ્યુકોસમાં વધારો શકે છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા દૂધની એલર્જીના લક્ષણોથી વધી શકે છે, જે કફ જેવી સમસ્યાનું કારણ બની શકે છે.

Coughing
શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?

આ ઉપરાંત ફેફસાને લગતી બીમારી વાળા દર્દીઓમાં ‘કફ’ થવાના ઘણા કારણો હોઈ શકે છે. તે તરફ ધ્યાન દોરતા, એક્સપર્ટ કહે છે, કેળા, ચોખા, દૂધ જેવા ઘણા બધા ખોરાક કફના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. પરંતુ આધુનિક દવાઓ કફ અને ખોરાકના કનેકશનને સમર્થન આપતી નથી.

આ પણ વાંચો: Health Tips : ચામાં ઘી ઉમેરવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે? અહીં જાણો

અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સોયા બેઝડ દૂધ પીવાની સરખામણીમાં ગાયનું દૂધ પીનારા લોકોના મ્યુકોસમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી.

કેટલાકને વ્યક્તિને દૂધ સહિત ડેરી ઉત્પાદનો પ્રત્યે હળવી એલર્જીને કારણે દૂધ પીધા પછી કફ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે. જે લોકોને શ્વસનને લગતી સમસ્યા હોઈ જેમ કે અસ્થમા અથવા બ્રોન્કાઇટિસ ગળામાં દૂધ જાડુ હોવાને કારણે તેમના લક્ષણોમાં વધારો કરી શકે છે, પરંતુ તે કફના વાસ્તવિક વધારાનું કારણ નથી.

આ પણ વાંચો: Monsoon special : ચોમાસાની ઋતુમાં એલર્જીથી બચવામાં મદદ કરતા ફૂડ,અહીં જાણો

જો શ્વસન સંબંધી સમસ્યા સાથે કફ હોય નિયમિતપણે દવાઓ લેવાનું સૂચન કરવામાં આવે છે. બહાર જતી વખતે ફેસ માસ્કનો ઉપયોગ કરો, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો અને હાઇડ્રેટ રહો.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ‘જો તમને પીળો કફ અથવા દુર્ગંધયુક્ત કફ હોય તો તે છાતીમાં ચેપ દર્શાવે છે અને તરત જ પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ