Turmeric Milk Benefits : દૂધ અને હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે આ બંનેને ભેળવી દેવામાં આવે છે ત્યારે તે ગોલ્ડન મિલ્ક બની જાય છે. જો શિયાળામાં દરરોજ હળદર વાળું દૂધ પીવામાં આવે તો તેના ઘણા ફાયદા થઈ શકે છે. તે એક રીતે કુદરતી દવાની જેમ કામ કરે છે.
આ માટે, તમારે ગોલ્ડન મિલ્ક બનાવવાની સાચી રીત પણ જાણવી જોઈએ. તેને ખાલી પેટે પીવાનું ટાળવું જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને પીવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, કારણ કે તે સારી ઊંઘમાં મદદ કરે છે. તેને સ્વાદિષ્ટ અને વધુ ફાયદાકારક બનાવવા માટે, તેમા મધ ઉમેરી શકાય છે. ઉપરાંત, કાળા મરી, તજ અને આદુ જેવા મસાલા તેનો સ્વાદ વધારી શકે છે.
હળદર વાળું દૂધ પીવાના ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર
હળદર વાળુ દૂધ એન્ટીઓકિસડન્ટોનો ભંડાર છે. તે શરીરને મુક્ત રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે.
ચેપ અને બીમારી સામે રક્ષણ
હળદર વાળું દૂધનું નિયમિત સેવન ચેપ અને રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિની ક્ષમતામાં વધારો કરી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે
દૂધમાં હાજર વિટામિન ડી જેવા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હળદર એ શરીરમાં બળતરા ઘટાડવાની કુદરતી રીત છે.
ત્વચા માટે ફાયદાકારક
હળદર વાળું દૂધ પીવાથી અને તેને ચહેરા પર લગાવવાથી ત્વચામાં સુધારો થઈ શકે છે. ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ સામે અસરકારક છે.
સારી ઊંઘ આવશે
જો તમે અનિંદ્રાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો, તો હળદર વાળું દૂધ તેનો ઉકેલ હોઈ શકે છે. આ ગરમ દૂધમાં શાંત ગુણધર્મો છે જે મનને શાંત કરે છે. તેમાં એક ચપટી જાયફળ ઉમેરવાથી તેની શામક અસર વધી શકે છે. જેના કારણે ગાઢ ઊંઘ આવે છે.
હળદર વાળું દૂધ કેવી રીતે બનાવવું?
ઘરે હળદર વાળું દૂધ બનાવવું સરળ છે અને તેમા 2 – 3 ચીજની જરૂર પડે છે. ચાલો જાણીએ ગોલ્ડન મિલ્ક બનાવવાની રેસીપી.
- દૂધ : 1 કપ
- હળદર પાઉડર : 1 ચમચી
- મધ : 1 ચમચી
- એલચી પાઉડર : 1 ચપટી
- વૈકલ્પિક મસાલા : તજ, આદુ, જાયફળ, ખજૂર
હળદર વાળું દૂધ બનાવવાની સાચી રીત
ગેસ પર એક વાસણમાં દૂધ ગરમ કરો. પછી તેમા હળદર અને એલચી પાઉડર ઉમેરો. તમે તજ, આદુ, જાયફળ જેવા મસાલા પણ ઉમેરી શકો છો. દરેક ચીજ સારી રીતે મિક્સ કરો. દૂધને હલાવતા રહો. વધુ પડતું ઉકાળશો નહીં. હવે ગેસ બંધ કરી દો. દૂધમાં મધ ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. એક ગ્લાસમાં ગરમાગરમ દૂધ રેડી હળદરવાળા દૂધ પીવાનો આનંદ માણો





